ભાવનગર શહેરમાં ઢોર સમસ્યાએ લોકોને બહાર નીકળતા વિચારવું પડે તેવી સ્થિતિમાં મૂકી દીધા છે. હાઇકોર્ટે ઝાટકણી કાઢી હોવા છતાં શાસકોને કોઈ અસર જોવા મળતી નથી. રખડતા ઢોર રસ્તા પરના રાહદારીઓ માટે માથાનો દુખાવો (Stray Animal in Bhavnagar) છે. 25 વર્ષના શાસનમાં શાસકો સમસ્યા હલ તો નથી કરી શક્યા પણ થોડા અંશે હલ કરેલી સમસ્યાને હતી તે સ્થિતિમાં અસામાજિક તત્વોએ લાવી દીધી છે. હજુ મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) હવે કામગીરી હાથ પર લેશે.
ઢોરનો ત્રાસ રસ્તા વચ્ચે ત્રાસ માથાનો દુખાવો ભાવનગર નહિ પણ સમગ્ર ગુજરાતમાં ત્રાસ ઢોરનો યથાવત છે. હાઇકોર્ટ ટકોર કરી ઝાટકણી કાઢી છે ત્યારે વિકાસની વાતું કરનારા શાસનમાં હોવા છતાં અને રસ્તા વચ્ચે જાતે ઢોર સમસ્યાનો ભોગ બનતા હોવા છતાં કોઈ પગલાં ભરતા નથી. રસ્તામાં વાંકુ ચુકુ ચાલવું પડે છે અને જો ભૂલમાં વાહન ઢોરને સ્પર્શે અથવા ઢોર માથું મારે અથવા અચાનક ઉભું થવામાં વાહન ચાલકને ભટકાતા ઇજા થાય છે તો મોટા વાહનમાં ઢોર ખુદ ઈજાગ્રસ્ત થાય છે. હવે પરિસ્થિતિ ચોમાસામાં ઔર વિકટ થઈ છે. શહેરના એક પણ રોડમાં ઢોર ના હોય તેવું બનતું નથી. વિકાસના બદલે ઢોરના દર્શન ભાવનગરમાં 25 વર્ષથી પ્રજા કરી રહી છે.
આ પણ વાંચો AMC Stray Cattle : રખડતા ઢોરને પકડવામાં AMCનું તંત્ર નિષ્ફળ કે સફળ ?
ઢોરવાડો અને હવે મહાનગરપાલિકાનો જવાબ મહાનગરપાલિકાએ બનાવેલા ઢોર રાખવાના વાડામાં (Cattle sheds by BMC) બે ચાર ઢોર મરતા અજાણ્યા શખ્સો 780 ઢોર છોડાવી મુક્યા અને હવે રોડ પર વાહન કરતા ઢોર વધુ જોવા મળે છે. મહાનગરપાલિકાએ પોલીસ ફરિયાદ તો કરી છે પણ માથાનો દુખાવો લોકોનો વધી ગયો છે. હાલમાં ઢોર પકડવાનું બંધ છે. અધિકારી કહે છે ઢોર રસ્તા પર ચોમાસામાં એટલે આવે છે કે માખી મચ્છરનો ત્રાસ રસ્તા પર રહેતો નથી. ખાચા ગલીમાં કિચડને બદલે રસ્તામાં કોરી જમીન મળે છે. આથી ઢોર આવી ચડે છે.
મહાનગરપાલિકાનો લાખોનો ખર્ચ કેવી રીતે પાણીમાં ભાવનગર શહેરમાં ઢોરનો ત્રાસના તો કોંગ્રેસ દૂર કરી શકી કે ના ભાજપ કરી શકી છે. મહાનગરપાલિકા દર મહિને 20 લાખ ખર્ચી રહી છે એટલે કિંમત વર્ષની 2 કરોડ 40 લાખ થાય છે. કરોડ ખર્ચવા છતાં રસ્તા પરથી ઢોર જતા નથી અને લોકોની પરેશાની રહે છે.અનેકના મોત થવા છતાં મહાનગરપાલિકા કે વિકાસની વાતો કરનારા શાસનમાં બેઠેલા નેતાઓને ઢોર સમસ્યાનો હલ 25 વર્ષથી મળતો નથી. ઢોરથી કેટલા મૃત્યુ પામ્યાનો આંકડો નથી. મહાનગરપાલિકા નથી નોંધતી કર નથી હોસ્પિટલમાં નોંધ થતી. હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા હવે ઢોર પકડવાની શરૂઆત કરશે. જો કે હાલમાં 80 ઢોર ઢોર ડબ્બામાં છે. મહાનગરપાલિકા હાઇકોર્ટના આદેશ બાદ હજુ જાગૃત બની નથી.
રસ્તા પર ઢોર માલધારીના અને બિનવારસી જવાબદારી કોની ભાવનગરમાં એક સમયે પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત કામગીરી કરી હતી. આજે હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા હાથ પર હાથ દઈ બેઠી છે. તેનું કારણ છે કે કેટલાક માલિકીના 500થી વધારે ઢોર માલધારીઓના છે. ઢોર પકડ્યા બાદ કે પકડવાના સમયે માલધારીઓ સાથે બાબલ અને મારામારીના બનાવ બને છે. આથી ટેગ વાળા ઢોર રસ્તા પર હોવા છતાં પકડવામાં મહાનગરપાલિકાના જવાબદારો ડરે છે.
શાસકો 25 વર્ષથી નિષ્ફળ રહ્યા પોલીસની મદદ લઇ કામગીરી કરવામાં આવે તેવી માંગ ખુદ જવાબદારીમાંથી ઉઠેલી છે, પરંતુ મતોના રાજકારણમાં માલધારીઓને સમજાવવા કે તેની સામે કડક બનાવવામાં શાસકો 25 વર્ષથી નિષ્ફળ રહ્યા છે. ઢોર શહેરમાં અંદાજે 2 હજાર કરતા વધુ હશે પણ ઢોર સમસ્યા દૂર કરવામાં (Solve the cattle problem) રાજ કરનારાઓ ખુદ ઢીલી નીતિ રાખે તો સમસ્યા 25 નહીં 100 વર્ષે પણ ઉકેલાય નહિ. જોવાનું એ રહેશે કે સરકારોને વારંવાર ઝાટકણી કાઢતી હાઇકોર્ટના આદેશનું આ વર્ષે પાલન (Complying with the order of the High Court ) થશે કે કેમ ?