- તૌકતે વાવાઝોડા (tauktae cyclone) દરમિયાન જિલ્લામાં 443 પશુઓના મોત
- જિલ્લાના 258 પશુપાલકોના 443 પશુઓના મોત
- પશુઓના મોત અંગે 10 તાલુકાનો સર્વે રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો
- સરકાર દ્વારા પશુપાલકો ને અંદાજીત 70 લાખ 57 હજાર રૂપિયાની સહાય ચુક્વાવામાં આવી
ભાવનગર : જિલ્લામાં ગત 17 મેનાં રોજ ત્રાટકેલા તૌકતે વાવાઝોડા (tauktae cyclone)એ ભારે તારાજી સર્જી છે. જિલ્લામાં 10 તાલુકાઓમાં વાવાઝોડાએ પોતાનો કહેર વરસાવતા સૌથી વધુ તારાજી મહુવા તેમજ જેસર તાલુકામાં થઈ છે. તાલુકામાં પશુઓ પર આધાર રાખતા પશુપાલકો અને પશુઓ પર વાવાઝોડું જાણેકે કહેર બની વરસ્યું હોય તેમ વાવાઝોડા દરમ્યાન અનેક પશુઓના મોત નીપજ્યા હતા. વાવાઝોડા દરમિયાન જિલ્લાના 258 પશુ પાલકોના કુલ 443 પશુઓના મોત નીપજ્યા છે. જેમાં મહુવામાં 144, જેસર 125, તળાજા 23, ભાવનગર 31, પાલિતાણા 54, વલભીપુર 3, શિહોર 54, ઉમરાળા 2, ગારીયાધાર 2, ઘોઘા 5 મળી કુલ 443 પશુઓ મોતને ભેટતા રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને સહાય માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ધાનેરાના મગરાવા ગામે ફૂડ પોઈઝનીંગના કારણે સાત પશુઓના મોત
શું કહી રહ્યા છે પશુપાલક અધિકારી ?
તૌકતે વાવાઝોડા દરમ્યાન થયેલા પશુઓના મોત અંગે સરકાર દ્વારા ચાર દિવસમાં પશુઓના મોત અંગે 10 તાલુકાનો સર્વે રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ પશુઓના મોત મહુવા તેમજ જેસર તાલુકામાં પશુઓના મોત થયાનું સામે આવ્યું હતું, ત્યારબાદ પશુપાલકોને સહાય માટે સરકાર દ્વારા અંદાજીત 70 લાખ 57 હજાર રૂપિયાની સહાય મજુર કરી તેને પશુપાલકોના ડાયરેક્ટ ટ્રાન્ફર ખાતામાં સહાયની રકમની ચુકવણી સર્વેના એક સપ્તાહમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય 150 જેટલા પશુઓ ઈજાગ્રસ્ત થયા હતા, તેની સારવાર માટે પગલાઓ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભાવનગરમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી, વીજળી પડતા પશુઓના મોત, શેત્રુંજી ડેમ ઓવરફ્લો
ભાવનગર જિલ્લામાં થયેલા માલઢોરના મોત
- મહુવા - 144
- જેસર - 125
- તળાજા - 23
- ભાવનગર - 31
- પાલીતાણા - 54
- સિહોર - 54
- વલ્લભીપુર - 3
- ઉમરાળા - 2
- ગારીયાધાર - 2
- ઘોઘા - 5