- બીજી લહેરમાં ભળભળ બળતી ચિતાઓ હવે શાંત
- ભાવનગરના સ્મશાનોમાં કરવામાં આવ્યું રિયાલિટી ચેક
- અગાઉ રોજના 30થી 60 મૃતદેહો, હાલમાં ગણીને 3-4
ભાવનગર : શહેરમાં કોરોનાની બીજી લહેર (Second Wave of Corona) પૂર્ણ થઈ છે. ત્યારે અગાઉ એક કલાક માટે પણ ઠંડી ન થનારી ચિતાઓએ હવે ગરમ થવાનું બંધ કરી દીધું છે. કારણ છે કે, સ્મશાન (Crematorium) માં રોજ આવતા મૃતદેહોની સંખ્યા નહિવત સમાન બની ગઈ છે. ETV Bharat દ્વારા સ્મશાનમાં રિયાલિટી ચેક કરતા સત્ય સામે આવ્યું હતું.
હાલ દર ત્રણેક દિવસે એક-બે મૃતદેહો આવે છે
કોરોનાની બીજી લહેર (Second wave of Corona) દરમિયાન ભાવનગરના તમામ ચાર સ્મશાન (Crematorium) માં રોજ સરેરાશ 30 થી 60 જેટલા મૃતદેહો અંતિમક્રિયા માટે લાવવામાં આવતા હતા. ત્યારે તંત્રના ચોપડે મોત એક-બે કે નહિવત મોત દર્શાવવામાં આવતા હતા. જોકે, કુંભારવાડા સ્મશાનના ટ્રસ્ટી અરવિંદ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કુંભારવાડા સ્મશાનમાં છેલ્લા 2 દિવસમાં એકપણ મૃતદેહ નથી આવ્યો. આ સિવાય દર 2-3 દિવસે માંડ મૃતદેહો આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.