ETV Bharat / city

રણછોડભાઈ મારૂની અનોખી મેઘાણી ભક્તિ, ઘરમાં જ બનાવ્યું મેઘાણીનું મંદિર - Temple of Meghani

ભાવનગરના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં રહેતા રણછોડભાઈ મારું માત્ર એક ચોપડી પાસ છે અને મેઘાણીના એટલા ચાહક છે કે તેઓ પોશાક અને પોતાનો પહેરવેશ મેઘાણી જેવો રાખે છે. ઘરમાં મેઘાણીનું મંદિર પણ છે અને દીવાલો પર માત્ર મેઘાણી મેઘાણી જોવા મળે છે.

meghani
રણછોડભાઈ મારુંની અનોખી મેઘાણી ભક્તિ, ઘરમાં જ બનાવ્યું મેઘાણીનું મંદિર
author img

By

Published : Aug 28, 2021, 9:16 AM IST

Updated : Aug 28, 2021, 10:01 AM IST

  • રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અનોખા ચાહક
  • પાલીતાણાના રણછોડભાઈ મારૂ ને લાગ્યો છે "ઝવેરચંદ મેઘાણીનો રંગ"
  • ઝવેરચંદ મેઘાણી જેવી જ વેશભૂષા ધારણ કરી મેઘાણીનું મંદિર પણ બનાવ્યું

ભાવનગર : પાલીતાણા ગામમા ઝવેરચંદ મેઘાણીના એક અનોખા ભક્ત રહે છે, જેણે મેઘાણીને જાણે ઘોળીને પી લીધા હોય તેમ મેઘાણીના વેશને અપનાવ્યા થી માંડીને પોતાના ઘરમાં મેઘાણીનું મંદિર ઉભું કર્યું છે. તેમના ઘરની ચારે દિવાલોમાં મેઘાણીના તસવીર લટકાવી છે. માત્ર એક ચોપડીનું શિક્ષણ મેળવેલાં રણછોડભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી એક સમયે તેમણે લોખંડ પતરાનો ભંગાર વેચીને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો ખરીદ્યા હતા.

meghani
રણછોડભાઈ મારુંની અનોખી મેઘાણી ભક્તિ, ઘરમાં જ બનાવ્યું મેઘાણીનું મંદિર

રણછોડ ભાઈને લાગ્યો મેઘાણીનો રંગ

ગુજરાતી સાહિત્યના ઘૂઘવતા મહેરામણ અને 'રાષ્ટ્રીય શાયર' એવાં ઝવેરચંદ મેઘાણીની પ્રસિદ્ધ પંક્તિઓ "હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.." ને પાલીતાણાના રણછોડભાઇ મારૂએ આત્મસાત કર્યો છે પણ તેમને આત્મસાત જુદી રીતે કર્યો છે અને તેઓ કહે છે કે, હો રાજ મને લાગ્યો ઝવેરચંદ મેઘાણીનો રંગ..."

આ પણ વાંચો : અમેરિકાએ કાબુલ એરપોર્ટ હુમલાનો આપ્યો વળતો જવાબ, ISIS-K વિરુદ્ધ ડ્રોન સ્ટ્રાઈક

જ્યા સુધી જીવીશ ત્યા સુધી મેઘાણીની જન્મજયંતી ઉજવીશ

રણછોડભાઈ કહે છે કે, "છેલ્લાં 40 વર્ષથી મેઘાણીજીની જન્મ જયંતી હું હૃદયથી ઉજવી રહ્યો છું. મેઘાણી ભવનમાં છેલ્લા 20 વર્ષથી જાઉં છું. મારે મન રોજ મેઘાણી જન્મ જયંતી હોય છે. લોકો 125 મી જન્મ જયંતી ઊજવી રહ્યાં છે પરંતુ હું જીવું ત્યાં સુધી દરરોજ જન્મ જયંતી ઊજવીશ તેવો દ્રઢ વિશ્વાસ છે". મેઘાણીની મૃત્યુતિથિ 9મી માર્ચના રોજ છે પણ હું માનતો નથી. કેમ કે મેઘાણીજી અવસાન પામ્યાં જ નથી. મેઘાણી બાપુ હર હંમેશ સૌના હૃદયમાં છે. આવનારા અનેક વર્ષો સુધી લોકોના જીવનમાં રહેશે.

આ પણ વાંચો : આઝાદીની ચળવળને લઈને બનાવાયેલી 75 ફિલ્મોના પોસ્ટર્સનું પ્રદર્શન, કેન્દ્રીય પ્રધાને કર્યું અનાવરણ

ઘરમાં જ બનાવ્યું મેઘાણીનું મંદિર

રણછોડભાઈને દૂરથી કોઈ જૂએ તો તેમણે ઝવેરચંદ મેઘાણી સમજી થાપ ખાઈ બેસે કેટલી ચોકસાઈથી તેઓ તેમને અનુસરે છે. ઝવેરચંદ મેઘાણી પ્રત્યે રણછોડભાઈ મારૂને એટલી હદે આદર છે કે, તેમના પોતાના ઘરમાં જ મેઘાણીજીનું મંદિર બનાવ્યું છે અને નિત્ય તેઓ ઈશ્વરની જેમ જ ઝવેરચંદ મેઘાણીના માનમાં પૂજાપાઠ કરે છે. તેમને સવાર-સાંજ નિયમિત નમન કરે છે. તેમનું સમગ્ર ઘર અને તેમનું સમગ્ર જીવન મેઘાણીમય છે. ઝવેરચંદભાઈ જે -જે સ્થળોએ ફરીને તેના વિશે લખતાં હતાં તે તમામ સ્થળો તેમજ સોરઠ પંથકમાં બોટાદની તેમની કર્મભૂમિ હોય ત્યાં બધે રણછોડભાઇએ ફરીને પવિત્ર ભૂમિને નમન કર્યા છે.

Last Updated : Aug 28, 2021, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.