- ભાવનગર જિલ્લામાં ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો
- શહેરમાં એક ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક
- ભાવનગર સહિત જિલ્લામાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો
ભાવનગર : શહેર અને જિલ્લામાં ગત મોડી રાત્રે ઉકળાટ વચ્ચે મેઘરાજાની સવારી નીકળી હતી. ભાવનગર શહેર અને આસપાસના તાલુકાઓમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા મેઘો થયો મહેરબાન
ભાવનગર સહિતના 6 તાલુકામાં વરસાદ નોંધાયો
ભાવનગરમાં અષાઢી બીજની પૂર્વ રાત્રે મેઘરાજાની પધરામણી થઈ હતી. ભાવનગર શહેર અને 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભાવનગર શહેરમાં ગરમી અને ઉકળાટ વચ્ચે છેલ્લા એક માસથી લોકો ત્રાહિમામ છે, ત્યારે ગત રાત્રે આવેલા 12 MM વરસાદથી થોડી ગરમીમાં રાહત થઈ હતી. વરસાદી માહોલ અને શહેરમાં એક ઇંચ જેટલા વરસાદથી ઠંડક પ્રસરી ગઈ હતી.
ખેડૂતોના પાકનો બચાવ થયો
ભાવનગર શહેર સહિત આસપાસના 6 તાલુકામાં 9 MMથી 12 MM વરસાદ નોંધાયો હતો. ખેડૂતોના ખેતરમાં પાક બળવાની કગાર પર હતા, તેને જીવતદાન મળી ગયું છે. આગામી દિવસોમાં વરસાદ વરસે તે જરૂરી ખેડૂતો માની રહ્યા છે, ત્યારે એક નજર 12 તારીખ સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકનો વરસાદ અને સિઝનનો તાલુકા પ્રમાણે વરસાદ નીચે મુજબ છે.
આ પણ વાંચો: વરસાદની આગાહી અને રોટલો પદ્ધતિ, જાણો વરસાદ જાણવાની અનોખી પરંપરા....
24 કલાકમાં 6 તાલુકામાં નોંધાયેલો વરસાદ
તાલુકો | વરસાદ | ||||
જરૂરિયાત | કુલ વરસેલો | 24 કલાકમાં | ટકાવારી | ||
ભાવનગર | 689mm | 228mm | 12mm | 33.07 | |
ઉમરાળા | 546mm | 190mm | 12mm | 34.78 | |
વલભીપુર | 589mm | 172mm | 12mm | 29.18 | |
પાલીતાણા | 587mm | 204mm | 11mm | 34.74 | |
ઘોઘા | 613mm | 167mm | 09mm | 27.24 | |
સિહોર | 622mm | 117mm | 09mm | 18.82 |