ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થઈ (Shetrunji dam overflowing) ગયો હતો. સારા એવા વરસાદના પગલે પહેલા અડધા દરવાજા અને સવાર થતા બધા દરવાજા ડેમના ખોલવામાં આવ્યા હતા. ડેમ નીચે આવતા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો અમરેલી, જૂનાગઢ ઉપરવાસના વિસ્તારોમાં પાણીની આવકને પગલે નવા નીર આવ્યા હતા. ત્યારે ભાવનગરવાસીઓ માટે સવારમાં ઉઠતા આનંદની હેલી વહેતી થઈ હતી. (rain in Bhavnagar)
ડેમની સ્થિતિ અને દરવાજા કેટલા ખુલ્યા સતત પડી રહેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફ્લો મોડી રાત્રે 2 કલાકે થયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં સતત ત્રણ દિવસથી પાણીની આવક શરૂ રહેતા ડેમ પૂર્ણ સપાટીએ 34 ફૂટ ભરાયો હતો અને બાદમાં ઓવરફલો થયો હતો. અડધી રાત્રે 2 કલાકે 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા. 1 ફૂટ ઉપર દરવાજા ખોલાયા હતા.(Water level in Shetrunji Dam)
સવારમાં 59 દરવાજા ખોલવામાં આવ્યા મળતી માહિતી મુજબ ભાવનગરના શેત્રુંજી ડેમ પૂર્ણ સપાટીએ ભરાવાની સાથે રાત્રે 2 કલાકે દરવાજા ઉપરથી 1 ફૂટ 7 ઇંચ પાણી વહેતું હતું. જ્યારે વહેલી સવારમાં ડેમના તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા હતા. સવારે 7 કલાકે ડેમમાં 9440 ક્યુસેક પાણીની આવક થતા 9440 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું.પરંતુ 8 કલાક બાદ આવક 15 હજાર ક્યુસેક ઉપર પહોંચી હતી. જો કે ગત રાત્રે પાણીની આવક 18 હજાર ક્યુસેક હોવાના પગલે ઓવરફ્લો થઈ ગયો હતો. વહેલી સવાર બાદ ફરી આવકમાં વધારો થયો હતો. (Shetrunji Dam Water revenue)
ગામડાઓ મોડી રાત્રે એલર્ટ કરાયા પાલીતાણા શેત્રુંજી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં નાની રાજસ્થળી, લાખાવાડ માયધાર, મેઢા,ભેગાળી, દાંત્રડ, પિંગળી,સેવાલિયા, રોયલ ,મખાણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, સરતાનપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 15440 ક્યુસેક પાણી સવારે 8 કલાક બાદ દરિયામાં વહેતુ કરવામાં આવી રહ્યું છે જ્યારે આવક 15 હજાર ક્યુસેક રહેવા પામી હતી જેથી 2 ફૂટ દરવાજા ખોલતા નીચાણવાળા ડેમના ગામડાના લોકોને નદી કાંઠેથી દૂર રહેવા અને માલઢોર દૂર રાખવા તંત્રએ સૂચના આપી હતી. Bhavnagar Shetrunji dam overflowing gates