ETV Bharat / city

પ્રોજેક્ટ નેત્રમઃ ભાવનગર પોલીસની તીસરી આંખ સમાન શહેરમાં 272 CCTV કેમેરા...

author img

By

Published : Aug 12, 2020, 8:38 PM IST

ભાવનગર પોલીસ બેડામાં તીસરી આંખ એટલે નેત્રમ જેનાથી ગુનેગારોને બચવું આસાન નથી. એ પછી ભલે લાખોની લૂંટ હોય કે સામાન્ય ગુનો, પોલીસના સકંજામાં ગુનેગારો આવી જાય છે. નેત્રમ એટલે પોલીસ તંત્રનો CCTV પ્રોજેકટ કે, જે શહેરના 63 સ્થળો પર 272 કેમેરા લગાવ્યા છે. આ પ્રોજેક્ટના ફેજ-1નું કામ પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં ફેજ-2નું કામ શરૂ થશે. હાલ દુકાનો અને શો રૂમ પર લગાવેલા ખાનગી CCTV કેમેરાને પણ આ પ્રોજેક્ટમાં સાંકળી લેવા માટે વર્તમાન DSP કમરકસી રહ્યા છે.

bhavanagar city news
bhavanagar city news

ભાવનગરઃ સમગ્ર ગુજરાતમાં સાહસ ગુજ હેઠળ બનેલી CCTVની યોજનાનો પ્રારંભ ભાવનગરમાં નેત્ર પ્રોજેકટ હેઠળ કરવામાં આવ્યો હતો. પૂર્વ DSP દીપાંકર ત્રિવેદીના નેજા તળે શરૂઆતની કામગીરી કરવામાં આવી હતી. ભાવનગરમાં ત્યારબાદ ફેઝ-1માં હાલ ભાવનગરમાં 272 કેમેરા લાગેલા છે અને આંગડીયા જેવી લૂંટોનો ભેદ ઉકેલવા માટે CCTVએ તીસરી આંખ સમાન ભૂમિકા ભજવે છે.

bhavanagar city news
હાલ દુકાનો અને શો રૂમ પર લગાવેલા ખાનગી CCTV કેમેરાને પણ આ પ્રોજેક્ટમાં સાંકળી લેવા માટે વર્તમાન DSP કમરકસી રહ્યા છે

શહેરમાં 63 જગ્યા પર CCTV કેમેરા લગાવાયા

ભાવનગરમાં જાહેર રસ્તા પર કુલ 272 કેમેરાઓ રાખશે બાજ નજર

ભાવનગરમાં ક્રાઈમ રેશિયો ઊંચો રહ્યો અને ત્યાર બાદ ભાવનગરના પૂર્વ DSP દીપાંકર ત્રિવેદીના સમયમાં નેત્ર પ્રોજેકટ તળે લોકભાગીદારીથી અને સરકારની ગ્રાન્ટ મેળવીને શહેરના મુખ્ય માર્ગો પર CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ પ્રોજેકટને નેત્ર તરીકે ઓળખવામાં આવ્યો અને શહેરમાં બાદમાં બનતા બનાવોનો ભેદ ખોલવામાં પોલીસને સફળતા મળવા લાગી હતી. આ પ્રોજેકટને વધુ સરકારે મજબૂત બનાવીને હાલ ભાવનગરમાં કુલ 272 કેમેરાઓ જાહેર રસ્તા પર લગાવી દેવામાં આવ્યા છે. અલગ અલગ પ્રકારના કેમેરાને કારણે પોલીસને સતત મદદ મળી રહે છે.

CCTV કેમેરાના બે પ્રકાર

  • ઓટોમેટિક નંબર પ્લેટ અકેન
  • નાઈટ વિઝન કેમેરા

ભાવનગરમાં 272 કેમેરા શહેરની 63 જગ્યા પર લગાવવામાં આવ્યા છે, કે જેના પર પોલીસની સીધી નજર રહે છે. કેમેરા બે પ્રકારના છે જેમાં નાઈટ વિઝન પણ કેમેરા છે, તો વાહન લઈને જતા વાહનોના ઓટોમેટિક નંબર પ્લેટ અકેન કરીને હેલ્મેટ ન પહેર્યું હોઈ અથવા ગતિની ઝડપ હોઈ તો ઓટોમેટિક તેને ઇ-ચલણ મળી જાય છે.

bhavanagar city news
શહેરમાં 63 જગ્યા પર CCTV કેમેરા લગાવાયા

હાલમાં કોરોના મહામારી અને કલેક્ટરના જાહેરનામાનો પગલે કોઈ ભંગ કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં પણ CCTV કેમેરા મહત્વની ભૂમિકા ભજવે છે. ભાવનગરમાં આંગડિયા જેવી લૂંટમાં CCTV કેમેરા તીસરી આંખ સમાન છે આશરે 7થી 8 મહિના પહેલા બનેલી એક લૂંટનો ભેદ CCTVના કારણે 4 કલાકમાં ઉકેલી શકાયો હતો. ખાસ કરીને ઝગડાઓ અને જમીન બાબતની કહેર માર્ગ પરની માથાકૂટ કે મારામારી પર પોલીસની સીધી નજર રહે છે. જેથી જાહેર રસ્તા પર ઝઘડા ઓછા થવા પામ્યા છે.

ભાવનગર પોલીસની તીસરી આંખ સમાન 272 CCTV કેમેરા

ભાવનગરમાં આંગડિયા પેઢીને લૂંટારું વારંવાર નિશાન બનાવતા હતા, ત્યારે નેત્ર પ્રોજેક્ટનો વ્યાપ વધતા હવે તે માત્ર નેત્રમ તરીકે ઓળખાય છે. ભાવનગર શહેર પર નજર રાખવા માટે હાલના પોલીસ વડા ખાનગી વ્યાપારીઓના વ્યવસાય સ્થળ પર લગાવેલા કેમેરાને પણ પોલીસ તંત્ર સાથે જોડાણ કરાવવા ઈચ્છે છે. જેથી દરેક વિસ્તારમાં આવેલી ખાનગી દુકાનો કે શોરૂમ હોય કે પછી ડેલા તેના કેમેરા પોલીસની દેખરેખ હેઠળ આવે તો અગમ્ય ઘટનાઓ રોકી શકાય તેમ છે. જે તરફ વર્તમાન પોલીસ વડા કાર્ય કરી રહ્યા છે. PPP મોડેલ દ્વારા ખાનગી CCTV કેમેરાના માધ્યમથી શહેરનો 70થી 80 ટકા વિસ્તાર સુરક્ષિત બની શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.