- હું ભાવનગર મહાનગરપાલિકાનો વોર્ડ નં.- 10 કાળિયાબીડ
- મારા વોર્ડમાં છે પાણી, ગટર અને રસ્તાની સમસ્યા
- મતદારોનો મિજાજ છે ભાજપ તરફીભાવનગર
ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982મા થઈ અને મારૂ સર્જન થયું કાળિયાબીડ વોર્ડ તરીકે. હા, હું 1982થી ભાવનગર શહેરનો ભાગ છું. મારો વોર્ડ ક્રમાંક હાલમાં 10 છે. બે વખત સીમાંકન થતા મારો ક્રમાંક હવે 10 જ રહ્યો છે. મારા વિસ્તારમાં પ્રવેશવા રાજકોટ રોડથી આરટીઓ સર્કલ થઈને જવેલ્સ સર્કલ મારફતે કાળિયાબીડની ટાંકીથી પ્રવેશ કરી શકાય છે.

હું કાળિયાબીડ વોર્ડ અને મારા મતદારો કેટલા તેમજ કેવો મિજાજ એમનો
ભાવનગરમાં હું કાળિયાબીડ વોર્ડમાં 21,441 પુરુષો છે અને સ્ત્રીઓ 20,068 છે. આમ, કુલ મળીને 41,509 જેટલા મતદારો મારા વોર્ડમાં આવેલા છે. મારા વોર્ડમાં મતદારોનો મિજાજ ભાજપની વિચારધારાવાળો છે. મારા વિસ્તારમાં મધ્યમવર્ગીય લોકો હોવા છતાં મારા મતદારોએ મોદી મેજીક વચ્ચે 4માંથી 4 બેઠક ભાજપને 2015માં આપી ભગવો લહેરાવી દીધો હતો. અલગ અલગ પ્રકારના વ્યવસાય કરતા બુદ્ધિજીવી લોકો મારા વિસ્તારમાં વસવાટ કરે છે.

મારા વોર્ડમાં ક્યાં વિસ્તાર જાણીતા છે?
- પાણીની ટાંકીનું સર્કલ
- વિરાણી સર્કલ
- લીલા સર્કલ
- લખુભા હોલ
- સરદાર પટેલ શાળા
- હિલપાર્ક
- ટોપથ્રિની પશ્ચિમ દિશા

