ETV Bharat / city

Coal Theft in Bhavnagar : ભેળસેળ કોલસાનો થયો પર્દાફાશ, કેવી રીતે પોલીસે પકડી ગેંગને જૂઓ - Crime case in Bhavnagar

ભાવનગરમાં કોલસાની ચોરી કરી ભેળસેળ કરી (Coal Theft in Bhavnagar) બારોબાર વેચી નાખતા ત્રણ શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી લાખોનો (Crime case in Bhavnagar) મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ત્યારે શું હતો સમગ્ર મામલો જૂઓ વિગતવાર..

Coal Theft in Bhavnagar : ભેળસેળ કોલસાનો થયો પર્દાફાશ, કેવી રીતે પોલીસે પકડી ગેંગને જૂઓ

author img

By

Published : Jul 29, 2022, 3:56 PM IST

ભાવનગર : ભાવનગરમાં દિવસેને દિવસે ચોરીના બનાવો ખુબ સામે આવતા (Coal Theft in Bhavnagar) જાય છે. ત્યારે ભાવનગરમાં હવે કોલસો ચોરીનો બનાવ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહિ આ કોલસો ચોરી કરી કોલસામાં અન્ય વસ્તુ નાખી ભેળસેળ પણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસને જાણ થતાં તાત્કાલિક તપાસમાં લાગતા ત્રણ શખ્સો સહિત લાખોનો માલ (Crime case in Bhavnagar) કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Coal Theft in Bhavnagar : ચોરી કરીને ભેળસેળ બનાવીને કોલસો વહેંચતી ગેંગને પોલીસે પકડી પાડી

શું હતો સમગ્ર મામલો - મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફ ભાવનગર સીટી વિસ્તારમાં મિલ્કતસંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં હતાં. તે દરમિયાન ભાવનગર, જુના બંદર રોડ ખાતે આવતા બાતમી રાહે હકીકત હતી કે, ભાવનગર, જુના બંદર, આલ્કોક એશડાઉન તરફ જતા રસ્તામાં શ્રીજી સોલ્ટ કેમીકલની બાજુમાં ખુલ્લી જગ્યામાં અશ્વિન લક્ષ્મણ મકવાણા તેમજ ધર્મેન્દ્ર ઉર્ફે કાળુ પ્રવિણ પરમાર ફેકટરીઓમાં ઉપયોગમાં લેવાતો કોલસો ટ્રક માંથી ખાલી કરી ઢગલાઓ કરી તેમાં બીજો કોલસો મીકસ કરી લોડરથી ભરીને ભેળસેળ કરી (Adulterated Coal in Bhavnagar) વેચાણ કરતી હતી.

મુદ્દામાલ કબ્જે
મુદ્દામાલ કબ્જે

આ પણ વાંચો : 'ડબ્બા પર ડબ્બા' : કોલસા ભરેલી માલગાડી બની ગાંડીતૂર, ભારે થયું નુકસાન

ઢગલાઓ કરેલો કોલસા - આ કોલસો ક્યાંથી ચોરી કરી લાવેલ હોવાની શંકાના આધારે તપાસ કરતા એક સફેદ કલરનાં અશોક લેલન્ડ આઇવા ટ્રકમાં લીલા કલરના લોડરમાં ઢગલાઓ કરેલો હતો. તે કોલસા ભરતા લોડર ડ્રાયવર (Bhavnagar Police Coal) અશ્વિન મકવાણા અને ધર્મેન્દ્ર ઉર્ફે કાળું પ્રવિણ પરમાર ભાંગનાં કારખાના પાસે, રાણીકા, ભાવનગર તથા અશોક લેલેન્ડ ટ્રક ડ્રાઇવર પ્રતાપ નાગર ઇંદરીયા મળી આવેલો હતો. તેઓ ત્રણેયને આ જગ્યાએ કોલસાના કરેલા ઢગલાઓ અને અશોક લેલન્ડ આઇવા ટ્રકમાં ભરેલા કોલસા બાબતે પુંછતાં કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હતો.

આ પણ વાંચો : દહેજ સ્ટીમ કોલસામાં ભૂકી ઉમેરી કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી

પોલીસે માલ કર્યો કબ્જે - પોલીસ સામે ત્રણેય આરોપીઓ અલગ-અલગ અને ફર્યું-ફર્યું બોલતા હતા. આ ઢગલાઓ કરેલા કોલસો તેઓએ કયાંકથી ચોરી છળકપટથી મેળવેલ જણાવતા. ત્રણેયને ધરપકડ કરી કોલસો કુલ-97.5 ટન, ટ્રક, ટ્રેક્ટર લોડર, મોબાઇલ મળી કુલ 12,50,250નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની (Crime case in Bhavnagar) કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.