ETV Bharat / city

Bhavnagar Marketing Yard માં વરસાદમાં પલળી ગઈ મગફળી : જર્જરિત શેડ રીપેર કર્યાં જ નથી

Bhavnagar Marketing Yardમાં શુક્ર અને શનિ બે દિવસ મગફળી નહીં લાવવા યાર્ડએ હુકમ કર્યો છે. ત્યારે વરસાદથી યાર્ડના શેડમાં રહેલી મગફળી પલળી ગઈ છે. મોન્સૂન કામગીરી ન કરી હોઇ અને કોઈ ફરિયાદ નહીં હોવાથી કેટલીક મગફળી પલળી ગઈ હતી.

વરસાદથી યાર્ડના શેડમાં રહેલી મગફળી પલળી ગઈ છે

author img

By

Published : Jun 18, 2021, 6:43 PM IST

Bhavnagar Marketing Yardમાં વરસાદથી શેડમાં રહેલી મગફળી પલળી ગઈ

મોન્સૂન કામગીરી નહીં કરી હોઇ પલળી ગઇ મગફળી

આગામી દિવસોમાં નિરીક્ષણ કરી સમસ્યા હલ કરીશુંઃ યાર્ડ સત્તાધીશો

ભાવનગરઃ ભાવનગર શહેરમાં ગઈકાલે મેઘરાજાની એન્ટ્રી થતાં Bhavnagar Marketing Yard માં ભરાવો થયેલી કેટલીક મગફળી પલળી ગઈ છે. યાર્ડમાં આજથી શુક્ર શનિ બે દિવસ મગફળી ન લાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતોની ચિંતા યાર્ડના તંત્રને પણ નહીં હોવાનું માલૂમ થઈ રહ્યું છે.

જર્જરિત શેડમાં મગફળી પલળી ગઈભાવનગર શહેરમાં ગઈકાલે આવેલા આશરે પોણા ચાર ઇંચ વરસાદમાં યાર્ડમાં રહેલી મગફળી પલળી ગઈ છે. જો કે Bhavnagar Marketing Yard માં કેટલીક જગ્યાએ પાણી પડવાને કારણે મગફળી પલળી ગઈ હતી. ખેડૂતો અને વેપારીઓનું કહેવું છે કે તૂટેલા જર્જરિત શેડનું રીપેરીંગ નહી થયું હોવાથી પાણી પડવાની સમસ્યા યથાવત છે. યાર્ડના તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂત અને વેપારી બની રહ્યા છે. યાર્ડના સેક્રેટરી દોલુભા રોયલાએ જણાવ્યું હતું કે હાલ કોઈ ફરિયાદ આવી નથી પણ તેનું રિપરિંગ કરવાનું છે અને ટૂંકસમયમાં થઈ જશે. હજુ પ્રથમ વરસાદ આવ્યો છે. આગામી દિવસોમાં નિરીક્ષણ કરી સમસ્યા હલ કરીશું.
જર્જરિત શેડ રીપેર ન થતાં થઈ ગયું નુકસાન
આ પણ વાંચોઃ Bhavnagar Rain Update: સતત બીજા દિવસે આશરે એક ઇંચ વરસાદ સાથે વરસાદી માહોલ યથાવત

યાર્ડમાં ડુંગળી બાદ મગફળીનો ભરાવો થયો

Bhavnagar Marketing Yard માં મગફળી રાખવા માટે બે શેડ છે. એક શેડ નવો છે જ્યારે બીજો શેડ જૂનો છે. જેમાં પાણી પડવાની સમસ્યા સામે આવી છે. કેટલીક ગુણી પલળી ગઈ છે. યાર્ડમાં આજ શુક્ર અને શનિવાર બે દિવસ યાર્ડમાં મગફળી લાવવાની મનાઈ ફરમાવી છે. હાલમાં 5 હજારથી 7 હજાર મગફળીનો ભરાવો યાર્ડમાં છે એટલે ખેડૂતોને બે દિવસ લાવવાની મનાઈ ફરમાવી છે.

આ પણ વાંચોઃ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે હજારો ગુણ ડુંગળી ભીંજાતા વ્યાપક નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.