ETV Bharat / city

Bhavnagar Food Poisoning : સિહોરમાં લગ્ન માણવા આવેલા લોકો બન્યા હોસ્પિટલના મહેમાન - Bhavnagar Hospital

ભાવનગરના સિહોરમાં એક લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગ (Bhavnagar Food Poisoning) સામે આવતા ફફડાટ મચી ગયો હતો. આ ઘટનામાં 200થી વધુ લોકોની તબિયત લથડતા સીધા હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા. દર્દીઓ વધતા જતા હોસ્પિટલમાં (Sihor Wedding Food Poisoning) ખાટલા ખૂટી પડ્યા હતા.

Bhavnagar Food Poisoning : સિહોરમાં લગ્ન માણવા આવેલા લોકો બન્યા હોસ્પિટલના મહેમાન

author img

By

Published : May 17, 2022, 9:34 AM IST

ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોરમાં ત્રણ અલગ અલગ જગ્યાએ લગ્ન (Bhavnagar Food Poisoning) પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગને ઘટના સામે આવી છે. આ ઘટનામાં 200થી વધુ લોકો ફૂડ પોઇઝનિંગનો શિકાર બન્યાનું સામે આવતા ચકચાર મચી છે. લગ્નમાં આવેલા મહેમાનો તબિયત લથડતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમા લોકોને ઉલટી અને (Sihor Wedding Food Poisoning) ઝાડા જેવી સમસ્યાઓ ઉભી થઈ હતી. મળતી માહિતી મુજબ 200 થી વધારે લોકોને ભોજન બાદ અસર થઈ હોવાનું જણાવ્યું હતું. લોકો હોસ્પિટલ પહોંચતા હોસ્પિટલના ખાટલા ખૂટી પડ્યા હતા.

તબિયત લથડતા સીધા હોસ્પિટલ ભેગા
તબિયત લથડતા સીધા હોસ્પિટલ ભેગા

આ પણ વાંચો : આવા તે કેવા લગ્ન: રાજકોટમાં આજ મેરે યાર કી શાદી હૈ ગાઈને નાચતાં નાચતાં વરરાજાને પીવડાવ્યો દારૂ

સિહોરમાં લગ્ન પ્રસંગમા ફૂડ પોઇઝનિંગની ઘટના - ભાવનગર જિલ્લાના સિહોરમાં હાલ ચાલી રહેલા લગ્ન પ્રસંગ નિમિત્તે ભોજન દરમિયાન ઠંડા પીણાં અને શરીરને ઠંડક કરવાની ચિઝો પીરસાતી હોય છે, ત્યારે સિહોરમાં પણ અલગ અલગ ત્રણ પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઇઝનિંગની (Food Poisoning Case) ઘટના બની હતી. રાત્રી દરમિયાન દર્દીઓ વધતા જતા આશરે 200 કરતા વધુ લોકોને સારવાર લેવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા. ડોક્ટરો અને નર્સ ખડે પગે સારવારમાં રહ્યા હતા.

તબિયત લથડતા સીધા હોસ્પિટલ ભેગા
તબિયત લથડતા સીધા હોસ્પિટલ ભેગા

આ પણ વાંચો : બિહારમાં આજે પણ થાય છે બાળ લગ્ન: બંજરે સમુદાય, ધુમંતુ જાતિનો વીડિયો વાયરલ

છાશના કારણે બની ઘટના સૂત્રોના મતે - સિહોરમાં ઉભરાયેલા દર્દીઓ અને તેમના સગા વહાલાઓ પૈકી જાણવા મળ્યું હતું કે, છાશ પીધા બાદ એક પછી એક લોકોને અસર થઈ હતી. રાત્રી થતાની સાથે બધાની તબિયત (Bhavnagar Food Poisoning Wedding) લથડવા લાગી હતી. સિહોરના એક વેપારીને ત્યાંથી છાશ લાવવામાં આવી હતી. જોકે, તંત્ર દ્વારા આ બાબતે કારણ જણાવ્યું નથી. પરંતુ ફૂડ પોઇઝનિંગ દર્દીઓને જરૂર થવા પામ્યું હતું. ખાટલા ખૂટી જતા હોસ્પિટલ (Bhavnagar Hospital) સ્ટાફ મુશ્કેલીમાં મુક્યો હતો. જોકે, બાદમાં ધીરે ધીરે રાહત થતા સમસ્યા આપોઆપ હલ થઈ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.