ETV Bharat / city

ભાવનગરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ બન્યો પ્રજાની સમસ્યા - Traffic problems

ભાવનગરની જનતા બનતા ફ્લાઈઓવરને કારણે ત્રાસી ગઈ છે. ફ્લાઈઓવર સાઈટ પર વ્યવસ્થિત ડાયવર્ઝન ન હોવાના કારણે અનેક વાર ટ્રાફિકની દ્રશ્યો સર્જાય છે. ડાઈવર્ઝન માટે પાલિકા દ્વારા સાઈટની બાજુમાં આવેલી રેલવેની જમીન માટે અનેક વાર રજૂઆત કરવા છતા પણ રેલવે પાલિકાને ગોળગોળ ફેરવી રહી છે અને તેમા પ્રજા પીસાઈ રહી છે.

xx
ભાવનગરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ બન્યો પ્રજાની સમસ્યા
author img

By

Published : Jun 25, 2021, 12:05 PM IST

  • ભાવનગરમાં ફ્લાઈઓવરથી પ્રજા ત્રસ્ત
  • ફ્લાઈઓવરનુ ડાઈવર્ઝન ન હોવાને કારણે ટ્રાફિક
  • ડાઈવર્ઝન ન હોવાને કારણે પ્રજા ભોગવી રહી છે હાલાકી

ભાવનગર: શહેરમાં પ્રજાની સુવિધા માટે ફ્લાઈઓવર બનાવવામાં આવી રહ્યો છે પણ આ ફ્લાઈઓવર પ્રજાની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. ફ્લાઈઓવર સાઈટ પર કોઈ ડાયવર્ઝન ન હોવાને કારણે પ્રજાને મુશ્કેલીઓ પડી રહી છે. સાઈટની બાજુમાં જ રેલવેની પડતર જમીન આવેલી છે જેને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવા માટે પાલિકા દ્વારા અનેકવાર બેઠકો કરવામાં આવી છે. ચાર મહિનાથી રેલવે તંત્ર મહાનગરપાલિકાને ગોળ ગોળ ફેરવી રહી છે.ભાજપના સાંસદથી લઈને નગરસેવક સુધીના પદ હોવા છતાં રેલવે ગાઠતું નથી. હજુ ક્યારે થશે તેની ખબર નથી અને ડાયવર્જન નહિ મળવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

બેરીકેટના લીધી રસ્તો સાંકળો બન્યો

દેસાઈનગરમાં ફલાયઓવર બનાવવાનો પ્રારંભ એક વર્ષથી થયો છે. ફલાયઓવર સાઈટ પર બેરીકેટ નાખવાથી રસ્તો સાંકડો બની ગયો છે. સાઈટની બાજૂ માંજ રેલવેની જમીન આવેલી છે પણ અનેક વાર માંગણી કરતા જમીન પાલિકાને મળી નથી જેના કારણે રોડ સાંકળો બની ગયો છે અને અવાર- નવાર ટ્રાફિકના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

આ પણ વાંચો : રાજુલાના રેલવેના પ્રશ્નોને લઈ પોરબંદર કોંગ્રેસનું સમર્થન, રેલ રોકો આંદોલન કરવા જતા 11ની ધરપકડ

4 મહિના પહેલા કરી હતી અરજી

મહાનગરપાલિકાએ ડાયવર્જન માટે માત્ર જમીન ફ્લાઈઓવર બને ત્યા સુધી જ માગી છે. આ બાબતે મહાનગરપાલિકા છેલ્લા બે વર્ષથી મુલાકાતો કરી રહી છે પણ કોઈ નિરાકરણ ન આવતા છેલ્લે સાંસદ વચ્ચે આવ્યા હતા. રેલવેએ જમીન મેળવવા માટે મહાનગરપાલિકાને પ્રક્રિયા કરવાનું જણાવ્યું હતું. પાલિકાએ આ અંગે 4 મહિના પહેલા પ્રક્રિયા અને 2000 અરજીની ફિ ભરી દીધી હતી પણ આજ દિન સુધી અરજીનો કોઈ નિકાલ આવ્યો નથી.

ભાવનગરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ બન્યો પ્રજાની સમસ્યા

આ પણ વાંચો : ભાવનગરમાં 30 કરોડના ખર્ચે મંજૂર થયેલા સિક્સલેન રોડનું કાર્ય અટક્યું

કેન્દ્રના હસ્તક રેલ્વે

રોડ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રેલવે દ્વારા પહેલા ફલાયઓવરની ડિઝાઇન માંગવામાં આવી બાદમાં ઓનલાઇન ફોર્મ ભરવા જણાવ્યું હતું રેલવે ફોર્મ ભરાવ્યાં અને 2000 અરજીની ફિ ભર્યાને 4 મહિના થઈ ગયા છે પણ અરજી પર કન્ફર્મેશન નથી આવ્યું એટલે પ્રક્રિયા આગળ વધી નથી. રેલવે ડીઆરએમએ કહ્યું હતું કે રેલવે કેન્દ્રની સંસ્થા છે એમ જમીન અપાય નહિ પણ પ્રક્રિયા પૂર્ણ થયે આપી દેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.