- ભાવનગરમાં કોરોનાનો હાહાકાર
- એક દિવસમાં સૌથી વધુ 128 કેસો નોંધાયા
- વધતા કેસોને લઈને તંત્ર ચિંતામાં
ભાવનગર: શહેર સહિત જિલ્લામાં કોરોના કેસો મોટી પ્રમાણમાં સામે આવી રહ્યા છે. 13 એપ્રિલના આવેલા કુલ કેસ 128 છે, જેમાં 81 કેસ શહેરના અને જિલ્લામાં 47 કેસ સામે આવ્યા છે. શહેર જિલ્લામાં કોરોના કેસમાં વધારો જોતા તંત્ર ચિંતામાં મૂકાયું છે. રાત્રી કરફ્યૂ છતાં પરિણામ જોઈએ તેવું સામે આવી રહ્યું નથી.
આ પણ વાંચો : કોરોનાનો હાહાકાર, જામનગર કોવિડ હોસ્પિટલમાં 48 કલાકમાં 100ના મોત
હોમ આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી
ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન હાલમાં જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે મહાનગરપાલિકા અને જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ ઝોનના બદલે હોમ આઇસોલેશન અને ક્વોરોંટાઇલ જેવી વ્યવસ્થાઓ ઉભી કરાયેલી છે. શહેરમાં હોમ ક્વોરેન્ટાઇન હાલ 1980 જેટલા દર્દીઓ છે તો જિલ્લામાં હોમ ક્વોરેન્ટાઇન 1380 અને હોમ આઇસોલેશન 100 જેટલા દર્દીઓ છે ત્યારે શહેરમાં સર ટી હોસ્પિટલમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ છે.
આ પણ વાંચો : જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના અભાવે પાન મસાલાની 12 દુકાનો સીલ