- ભાવનગરના બોરતળાવમાં ઓવરફ્લો બાદનું કોઈ આયોજન નહીં
- સપાટી પાણીની છાલક સપાટીથી સાત ફૂટ દૂર
- 24 વર્ષના શાસનમાં ભાજપના સત્તાધીશો શોધી શક્યા નથી
ભાવનગર : શહેરનું ગૌરીશંકર તળાવ એટલે બોરતળાવ, જેમાં હાલમાં સપાટી પાણીની છાલક સપાટીથી સાત ફૂટ દૂર છે. ચોમાસુ પૂરું બાકી છે, ત્યારે બોરતળાવમાં આવનારા નવા નીરને દરિયામાં વહેતા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ 24 વર્ષના શાસનમાં ભાજપના સત્તાધીશો શોધી શક્યા નથી. શું થઈ શકે તેના પર વિપક્ષે પણ પોતાની ઇચ્છાશક્તિ દર્શાવી છે. જે સત્તાધીશો 24 વર્ષના શાસનમાં નથી કરી શક્યા.
બોરતળાવની હાલની સ્થિતિ પાણીની અને કામગીરી
ભાવનગરનું બોરતળાવ એટલે ગૌરીશંકર તળાવ ઈશ્વરની કૃપાથી છેલ્લા બે વર્ષથી છલકાઈ રહ્યું છે. મનપા રોજનું 21 MLD પાણી પીવા માટે પણ લે છે, ત્યારે 2021ના ચોમાસાના પ્રારંભ પહેલા બોરતળાવની સપાટી 37.5 ફૂટ છે અને ઓવરફ્લો 43 ફૂટે થાય છે, ત્યારે માત્ર 7 ફૂટ પાણીએ બોરતળાવ ગમે ત્યારે ચોમાસામાં છલકાઈ શકે છે. રજવાડાની દેન બોરતળાવ છલકાઈ જાય પછી કોંગ્રેસના રાજ્યમાં કે 24 વરસથી શાસન કરતી ભાજપના રાજમાં વધારાના પાણીને દરિયામાં વહેતુ કરવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. હાલ મહાનગરપાલિકા બોરતળાવના દરવાજાનું રીપેરીંગ કેવું અને તેમાંથી કચરો કાઢવા સિવાય કશું કરતી નથી.
આ પણ વાંચો : ભાવનગરમાં 30 કરોડના ખર્ચે મંજૂર થયેલા સિક્સલેન રોડનું કાર્ય અટક્યું
બોરતળાવમાં વધારાના પાણીનું શું ક્યાં જાય છે પાણી ?
ભાવનગર બોરતળાવમાં વરસાદનું પાણી ભીકડા કેનાલમાંથી આવે છે. એક નદીના બે વહેણના થતા ફાંટા એટલે ભીકડા કેનાલના દરવાજા, જેને માત્ર સાફ કેઈને ઓઇલ પુરી યથાવત કરવામાં આવ્યા છે. બોરતળાવ ઓવરફ્લો થશે. એટલે ભીકડાના દરવાજા બંધ કરીને પાણીના વહેણને બદલીને માલેશ્રી નદીમાં વહેતુ કરી દેવામાં આવશે અને બધું પાણી દરિયામાં વહી જશે, ત્યારે "એક પાની કી બુંદ જિંદગી કી" સરકારના નેતાઓ સત્તામાં વાતું કરી જાણે છે પણ એક બુંદને બચાવવા ભાવનગરમા કોઈ પ્રયાસ કોંગ્રેસના સમયમાં કે હાલમાં 24 વર્ષથી વિકાસની વાતું કરતી ભાજપના સમયમાં થયા નથી. ઊલટું સૌની યોજના આવી ગઈ છે. કહીને સત્તામાં બેઠેલા નેતાઓને કશું પડી ન હોય તેમ જણાવે છે.
આ પણ વાંચો : તાલાલાથી ગલીયાવડનાં રોડનું અધુરૂં કામ બે મહિનાથી બંધ, અઢી કિ.મી.નાં માર્ગ પર ચાલવું પણ કઠીન
બોરતળાવના વધારાના પાણી માટે જવાબદારોના જવાબ શું ?
ભાવનગરના બોરતળાવ માટે મનપાના પાણી વિભાગના અધિકારી દેવમુરારી કહે છે કે, વધારાના પાણી માટે માલેશ્રીમાં જવા દઈએ. જેથી ચેકડેમો ભરાય જાય છે બીજું વધુમાં કાંઈ નથી. તો મેયર કીર્તિબેન કહે છે કે, ચોમાસાની પ્રિ-મોન્સૂન કામગીરી થઈ ગઈ છે. આગળ પાણીના બચાવ માટે કોઈ આયોજન નથી. હવે વિચારો કોઈ ઇચ્છશક્તિ ન હોય તો કોઈ વિકાસના કામ થવાના છે. જ્યારે વિપક્ષના નેતા જયદીપ ગોહિલે કહ્યું કે, વાતો કરનારા બેઠા છે, વિકાસ 24 વર્ષમાં શું થયો બોરતળાવને લઈને અને જે થાય છે તે પુરા નથી થતા. ઘણું થઈ શકે પાણી બચાવવા માટે જો ઇચ્છશક્તિ હોય તો.
બોરતળાવ માટે વિપક્ષે સૂચન કર્યું કે શું કરવું જોઈએ
ભાવનગરનું બોરતળાવ તો રજવાડાએ પ્રજાના પીવાના પાણીની સમસ્યા હલ કરવા બનાવ્યું હતું પણ ત્યારબાદના રાજકીય નેતાઓ સત્તા ભોગવી પાણી સંગ્રહ માટે કશુ કર્યું નહિ. વિપક્ષના નેતા મહાનગરપાલિકાના હંમેશા બોરતળાવ માટે લડત આપતા આવ્યા છે. તેમને વધારાના પાણીને દરિયામાં જતું રોકવા કાંઈક આવા સૂચન કર્યા હતા.
- ભીકડા કેંનાલમાં આધુનિક પદ્ધતિથી ચેકડેમ બનવવા જોઈએ. જેથી 7 કિલોમીટરની ભીકડા કેનાલ આસપાસના તળ ઊંચા આવે અને ખેડૂતને ફાયદો થાય
- ભીકડા કેનાલમાં ચેકડેમ દરવાજાવાળા બનાવવા જોઈએ. જેથી બોરતળાવ ખાલી હોય ત્યારે તેને ભરી શકાય
- ભીકડા કેનાલમાં ચેકડેમથી શામપરા, સોડવદરા, સીદસર અને ભીકડા ગામના ખેડૂતોને ફાયદો મળે
- માલેશ્રી નદીમાં તબક્કા મુજબ ત્રણ ચાર મોટા આધુનિકતા પ્રમાણે ચેકડેમ બનાવવા જોઈએ, જેથી પાણી સંગ્રહ થાય
- માલેશ્રીમાં ચેકડેમ થવાથી વરતેજ, કરદેજ અને કમળેજ જેવા ગામના તળ ખારા થયા છે તે મીઠા થઈ શકે અને ખેતીમાં પાણી મળી શકે
- બોરતળાવનું ઓવરફ્લોનું પાણી જે ગઢેચી નદીમાં જાય છે, તેમાં ચેકડેમ બનાવી રિવરફ્રન્ટ બનાવી શકાય છે
આ સૂચનો વિપક્ષે કર્યા છે. જેમાં ઇચ્છાશક્તિ હોય તો શક્ય બને તેમ પણ તેમને ઉમેર્યું છે પણ વિકાના બદલે બોરતળાવનું ઓવરફ્લો પછીનું વધારાનું પાણી વર્ષોથી દરિયામાં જાય છે અને ગઢેચી નદીમાં પણ નહીં છોડવાથી તેમાં ગંદકી વહી રહી છે. આ છે બોરતળાવની હકીકત કે જેમાં વિકાસના નામે રમવાના બાળકોના સાધનો મૂક્યાં અને લોકોને બેસવાના બાંકડા પણ ભવિષ્યમાં વધતી શહેરની સંખ્યાને ધ્યાનમાં કોઈ લેતું નથી અને પીવાના પાણી માટે કોઈ વિચારતું નથી. બસ પ્રજાને કેહવાના બે શબ્દો છે "પાની કી એક બુંદ જિંદગી".