- ફિલ્મ જગતના ખ્યાતનામ દિલીપ કુમારનું નિધન
- આજે બુધવારે નિધન થતા ઘણાબધા લોકોએ આપી શ્રદ્ધાંજલિ
- ગુજરાતના ખ્યાતનામ કથાકાર મોરારી બાપુએ પણ આપી શ્રદ્ધાંજલિ
ભાવનગર : બૉલીવુડના દિગ્ગજ અને સુપર સ્ટાર અભિનેતા દિલીપકુમાર સાહેબ નું 98 વર્ષે હિન્દુજા હોસ્પિટલ નિધન થતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટ્રેજેડી કિંગ અને રાજ્યસભાના સભ્ય તરીકેનું પદ શોભાવનાર એવા દિલીપ સાહેબના નિધનથી શોકની લાગણી પ્રસરી છે. એમાં અધ્યતમ જગતના અને જાણીતા રામકથાકાર મોરારીબાપુએ પણ શ્રદ્ધાંજલી પાઠવી હતી.
તેમની ખોટ હંમેશા વર્તાશે
મોરારી બાપુએ જણાવ્યું હતું કે, તેમના અંગત પરમ સ્નેહી એવા દિલીપકુમારને હનુમંત એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા અને તેઓ પોતે પણ તેમના ખબર અંતર પૂછવા જતા હતા.તેમની વિદાયથી ચલચિત્ર જગતમાં મહાનાયકની ખોટ હંમેશા વર્તાશે. આ સાથે તેમના પત્ની સાયરાજી કે જેઓએ પણ તેમની સેવા કરી તેમને પણ વંદન કર્યા હતા.