ભાવનગર : ભાવનગર શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ઠેર ઠેર તૈયારીઓ (Janmashtami 2022) કરવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શહેરમાં જાહેર માર્ગો પર મટકીફોડની તૈયારીઓ જોવા મળી છે. સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે તો મંદિરોઓમાં ભવ્ય શણગાર પણ જોવા મળી રહ્યા છે. શહેરમાં જન્માષ્ટમીની (Krishna Janmashtami importance) ઉજવણી કરવા માટે આગળના દીવસે એટલે કે સાતમના દિવસે મંદિરોમાં સાંજથી મટકીફોડની તૈયારી થશે. જોકે જન્માષ્ટમીના કેટલાક પ્લોટ જેવા વગેરે અલગ અલગ સ્થળો પર તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો બે વર્ષ બાદ ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ખરીદી માટે વડોદરાના બજારમાં લાગી ભીડ
જન્માષ્ટમીની તૈયારીઓ ભાવનગર શહેરમાં શિવાલયો, મંદિરો અને કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી પગલે તૈયારીઓ સાતમના દિવસે શરૂ કરી દેવામાં આવી છે. હવેલી હોય કે શિવાલય સૌ કોઈ કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે મહેનત કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાનના દેવાલયો શણગારવા અને મટકીફોડ માટે તૈયારીઓ સાંજ બાદ શરૂ કરવામાં આવનાર છે. દરેક ચીજ વસ્તુઓ લાવવવાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ સંસ્કૃતિની અંદર કૃષ્ણ જન્મોત્સવનું ખુબ મહત્વ હોય છે. લોકો મેળામાં ફરવા જતા હોય છે. આ ઉપરાંત ગામડાંઓમાં તો મંદિરોનો ભવ્ય શણગાર કરીને સાંજના સમય ભજન સંતવાણી જેવા ડાયરો પણ રાખવામાં આવે છે.
આ પણ વાંચો Janmashtami 2022 દ્વારકામાં ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો દર્શનના સમય જાણો
લોકો કેવા ઉત્સાહમાં ભાવનગર શહેરમાં અલગ અલગ સ્થળો પર મટકી ફોડ કાર્યક્રમ થશે. ફુલસર, ગીતાચોક, મહિલા કોલેજ સહિત અનેક વિસ્તારોમાં તૈયારીઓને આખરી ઓપ દેખાઈ રહ્યો છે. કૃષ્ણ ભગવાનના સ્લોટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. કૃષ્ણ જન્મ દર્શાવતા સ્લોટ પણ તૈયાર કરાયા છે. મટકીફોડ માટેના કાર્યક્રમ નિમિત્તે સ્ટેજ તૈયાર કરાયા છે. અલગ અલગ ટીમો વચ્ચે મટકીફોડ જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. Janmashtami 2022 Bhavnagar Janmashtami 2022 Krishna Janmashtami Gifts and Puja Items Krishna Janmotsav In Bhavnagar happy janmashtami