- સરકારે વાંચન નહિ હોવાનું 2.0 ગુણોત્સવના તારણ પરથી શિક્ષકો પર થોપ્યો નિયમ
- શિક્ષકોનું 64 ટકા વાંચન નથી એટલે 8 કલાક ફરજીયાત નોકરી
- "ચૂંટણી અને વસ્તી ગણતરી સિવાયના બીજા સ્ટેન્ડના કામ શિક્ષક નહિ કરે"
ભાવનાગર: સરકાર દ્વારા ગુણોત્સવના તારણ પરથી વાંચન નહિ હોવાનું તારણ કાઢ્યું છે, ત્યારે શિક્ષકોને 8 કાલાક નોકરીનો નિયમ થોપતા શિક્ષકોએ ચિમકી ઉચારી છે કે, 8 કલાકની ગણતરી સરકાર કરતી હોય તો પછી શિક્ષકો આગામી દિવસોમાં ચૂંટણી અને વસ્તી ગણતરી સિવાયના સ્ટેન્ડના કામ નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે. ETV BHARAT એ સમગ્ર મામલે આચાર્ય, શિક્ષણ સમિતિ અને શિક્ષક સંઘના મતો જાણ્યા હતા. જાણો કોણ શુ કહે છે શિક્ષકનું વાંચન નથી એ બાબતે પર...
શિક્ષકોએ 8 કલાક નોકરી કરવા બાબતે ચીમકી ઉચ્ચારી
"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર " ગુરુ એટલે દરેકના શિક્ષક શિક્ષકની ક્ષમતા પાંચ વર્ષે ચૂંટાઈને આવેલા નેતાઓ ક્યાંક માપવા બેઠા હોય તેવો ઘાટ ઘડાયો છે. ગુણોત્સવ 2.0 હેઠળ શિક્ષકો ગુજરાતમાં 64 ટકા પુસ્તકાલયમાં જતા અને વાંચન ઓછું હોવાથી 8 કલાક કામગીરી કરવામાં આવી છે, ત્યારે મહાનગરપાલિકા શિક્ષક સંઘે ચોખ્ખા શબ્દોમાં સરકારને ક્ષમતા બાબતે અને 8 કલાક બાબતે ચીમકી ઉચ્ચારી છે.
વાંચન બાબતે શુ કહેવું ?
5 સેપ્ટમ્બર શિક્ષક દિવસ છે એવામાં સરકારે શિક્ષક એટલે ગુરુ જેની ક્ષમતા સામે સવાલ ઉભો કરીને 8 કલાકની કામગીરી ફરજીયાત કરી છે ત્યારે ETV BHARAT એ સમગ્ર વિવાદમાં આવેલા મામલે સત્યતાને આંકવાનો અને શિક્ષકોનો મત અને કામગીરી જાણવાનો પ્રયત્ન કર્યો છે. ETV BHARAT એવી સ્કૂલ શાળા નં 25 માં પહોંચી હતી. શાળાના આચાર્ય હેતલબેન ઠાઠાગરને મળીને શાળામાં વાંચન વિશે માહિતી મેળવી હતી.
હેતલબેને જણાવ્યું હતું કે...
હેતલબેને જણાવ્યું હતું કે શાળામાં શિક્ષણ સમિતિએ પુરા પાડેલા સાહિત્ય, વ્યાકરણ સહિતના દરેક પુસ્તકો છે. 8 કલાકમાં શિક્ષકો પાસે માત્ર 30 મિનિટની બચત થતી જેમાં શિક્ષકો વાંચન કરે છે વાંચન છે એટલે તો હાલનું પાઠ્યક્રમ શિક્ષકો કન્ટેન્ટ સાથે અભ્યાસ કરી રહ્યા છે એટલે કોઈ એમ કહે કે, શિક્ષકનું વાંચન નથી તો એ વાત સ્વીકાર્ય બનતી નથી.
શિક્ષકોની ક્ષમતા પર સવાલ
ભાવનગર મહનગરપાલિકાની શિક્ષણ સમિતિની 55 શાળામાં 657 જેટલા શિક્ષકો છે. શિક્ષક બનતા પહેલા B,ED અને H - TAT જેવી પરીક્ષાઓ આપીને ઉત્તીર્ણ થયા બાદ સરકાર શાળાઓમાં સ્થાન આપે છે એટલે આવી પરીક્ષાઓ માટે વાંચન જરૂરી હોય છે. તેમજ હાલના નવા અભ્યાસક્રમ કન્ટેન્ટ મુજબ અભ્યાસ શિક્ષકો કરવી રહ્યા છે તે સાબિત કરે છે કે વાંચન છે. મહાનગરપાલિકા શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે શિક્ષકોની ક્ષમતા માઓવાની જરૂરી નથી કારણ કે ક્ષમતા અને વાંચન છે તે બાળકોને પૂછવામાં આવે તો સમજાઈ જશે.