ETV Bharat / city

મરણના દાખલા આપ્યા, પણ કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નહીં, વિપક્ષે કહ્યું- સરકારે પ્રજાને છેતરી

શહેરમાં 2020માં 9,293 મરણના દાખલા બીજી લહેરની પીક દરમિયાન નીકળ્યા છે. જો કે મહાનગરપાલિકાએ મરણના દાખલામાં ક્યાંય એવું નોંધ્યું નથી કે મોત કોરોનાના કારણે થયું છે. ત્યારે સરકારને કોર્ટે સહાય માટે જણાવ્યું છે. આને લઇને ભાવનગર મનપાએ કહ્યું છે કે, સરકાર આદેશ કરશે તેમ કરશું. બીજી તરફ વિપક્ષે પ્રહાર કર્યો છે કે સરકારે પ્રજાને છેતરી છે.

મરણના દાખલા આપ્યા, પણ કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નહીં

author img

By

Published : Sep 30, 2021, 7:59 PM IST

  • ભાવનગરમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો ઓછો, મરણના દાખલા વધારે
  • મરણના દાખલમાં કોરોનાથી કે કોમોર્બિડીટીઝથી મોતનો ઉલ્લેખ નહીં
  • કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને આ સ્થિતિમાં કેવી રીતે મળશે સહાય?
  • સહાય ન આપવી પડે માટે સરકારે પ્રજાને છેતરી હોવાનો વિપક્ષનો આક્ષેપ

ભાવનગર: શહેર અને જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો સરકારી ચોપડે ખૂબ જ ઓછો છે, કારણ કે કોરોના સાથે અન્ય રોગ હોય તો પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હોય તેવું ગણવામાં આવ્યું નથી. દરેકને મરણનો દાખલો તો આપવામાં આવે છે, પરંતુ હોસ્પિટલ કે મહાનગરપાલિકા દ્વારા મોત કોરોનાના કારણે થયું હોય તેવો ઉલ્લેખ કાગળ પર કરવામાં આવ્યો નથી. ત્યારે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો હવે સરકાર કોરોનાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને સહાય આપશે તો તે કયા આધારે આપશે?

ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં સૌથી વધુ મરણના દાખલા નીકળ્યા

ભાવનગર શહેરમાં કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ઘણી જ ખરાબ હતી. લોકોને ઓક્સિજનના સિલિન્ડર તેમજ હોસ્પિટલમાં બેડ મેળવવાના ફાંફા પડ્યા હતા. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ મૃત્યુના દાખલા તો કાઢી આપ્યા, પણ ક્યાંય નોંધ કરવામાં આવી નથી કે મૃત્યુ કોરોનાના કારણે કે કોમોર્બિડિટીના કારણે થયું છે. ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ મરણના દાખલા નીકળ્યા છે જ્યારે બીજી લહેર પીક પર હતી.

મરણના દાખલા આપ્યા, પણ કોરોનાથી મોત થયું હોવાનો ઉલ્લેખ નહીં

ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જન્મ મરણ વિભાગમાં એક નહીં, 3 બારીઓ મૂકીને મરણના દાખલા કાઢ્યા હતા. જેથી મરણના દાખલા માટે કોઈએ હેરાન થવું પડે નહીં, પરંતુ દાખલામાં ક્યાંય કોરોનાથી કે કોમોર્બિડિટીઝથી મૃત્યુ એવી નોંધ કરવામાં આવી નથી. હવે મામલો કોર્ટમાં છે અને સરકારે સહાય આપવાની થાય તો સરકાર શાના આધારે સહાય આપશે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. મહાનગરપાલિકાના મેયર કીર્તિબેન દાણીધરીયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, "મહાનગરપાલિકામાં કોઈ દાખલામાં નોંધ કરવામાં આવતી નથી. સહાય આપવામાં આવશે તો પહેલા સરકારની ગાઈડલાઈન શું છે અને સરકારનો સહાય માટે પરિપત્ર મળશે બાદમાં નિર્ણય કરીશું."

મરણના દાખલા આપ્યા, પણ કોરોનાથી મોત થયાનો ઉલ્લેખ નહીં, વિપક્ષે કહ્યું

વિપક્ષે કહ્યું- સહાય આપવી ન પડે એટલે પ્રજાને છેતરી

ભાવનગર શહેરમાં કોરોનામાં મૃત્યુ થયા ત્યારે આંકડાની માયાજાળ બિછાવવામાં આવી હતી. જેને લઇને લોકોએ પણ રોષ વ્યક્ત કર્યો અને વિપક્ષે સરકાર પર પ્રહાર કર્યા હતા. હવે ભાવનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભરતભાઇ બુધેલીયાએ આક્ષેપ કર્યો છે કે, "સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે જ પણ સરકારે સહાય આપવી પડે નહીં એટલે પ્રજાને છેતરી છે, અને મરણના દાખલામાં ક્યાંય નોંધ નથી કરી."

કોરોના કાળ-2020માં મરણના દાખલા કેટલા નીકળ્યા અને સરકારી ચોપડે મોત કેટલા

ભાવનગર શહેરમાં કોરોના કાળમાં મૃત્યુના બનાવો જોઈએ તો શહેરમાં સરકારી ચોપડે માત્ર 160 લોકોના મૃત્યુ નોંધાયા છે, જ્યારે જિલ્લામાં માત્ર 138 મૃત્યુ નોંધાયા છે. આમ શહેર-જિલ્લામાં મૃત્યુ આંક કોરોનાકાળનો 2 વર્ષનો માત્ર 298 છે. જ્યારે 2020ના મહિના પ્રમાણે નીકળેલા મરણના દાખલા જોઈએ તો અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે.

માસ મહિલા પુરુષ કુલ
જાન્યુઆરી501357 885
ફેબ્રુઆરી439339778
માર્ચ357213 570
એપ્રિલ348229577
મે396270666
જૂન446260 706
જુલાઈ491253 744
ઓગસ્ટ688 403 1091
સેપ્ટમ્બર706407 1113
ઓક્ટોમ્બર456 302 758
નવેમ્બર417221638
ડિસેમ્બર586 307 893
કુલ 5831 3561 9392

કોરોનાથી જેમના ખરેખર મોત થયા છે તેમને સહાય મળી શકશે ખરી?

ઉપર દર્શાવેલ મરણના દાખલાઓ છે જેના પરથી અનુમાન કરી શકાય છે કે કોમોર્બિડીટી કે કોરોનાના કારણે મૃત્યુ કેટલા હશે. આ સમયમાં ભાવનગરમા બીજી લહેરમાં રોજના કેસનો આંકડો 50 ઉપર જ રહ્યો હતો. કોરોનામાં મૃત્યુ પામેલાને દાખલા તો મળી ગયા પણ કોરોનાનો ઉલ્લેખ ક્યાંય જોવા મળતો નથી. હવે સરકાર સહાય આપશે તો કઈ રીતે આપશે? શું આવી સ્થિતિમાં ખરેખર કોરોનાને કારણે મૃત્યુ પામેલાને સહાય મળશે?

આ પણ વાંચો: ભાવનગર: કોરોનાકાળમાં મૃતકોની ચીજોની ચોરી મામલે સામે આવી ચોંકાવનારી માહિતી

આ પણ વાંચો: કોરોના બાદ રાજ્યમાં સિઝનલ ફ્લૂનો કાળો કહેર, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કો-ઇન્ફેક્શન આવ્યું સામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.