ETV Bharat / city

ભાવનગરના ખૂટવડા ગામે ખેતરમાં એક ઝાડ પર પડી વીજળી, અન્ય એક જગ્યાએ વિજળી પડતા ભેંસનું મોત

author img

By

Published : Jul 1, 2020, 3:10 AM IST

Updated : Jul 1, 2020, 7:32 AM IST

ચોમાસાની સિઝનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, અને અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે મંગળવારે ભાવનગર જિલ્લામાં મહુવાના નાના ખુંટવડા ગામે ગાજવીજ સાથે શરુ થયેલા ભારે વરસાદ દરમિયાન એક ખેતરમાં જોરદાર વીજળી પડી હતી.

Bhavnagar's Khutwada village
ભાવનગરના ખૂટવડા ગામે ખેતરમાં એક ઝાડ પર પડી વીજળી, અન્ય એક જગ્યાએ વિજળી પડતા ભેંસનું મોત

ભાવનગર પથંકમાં ધોધમાર વરસાદ

  • મહુવા, તળાજા, ઘોઘા, જેસર, પાલીતાણા પંથકમાં વરસાદ
  • જિલ્લામાં અનેક જગ્યાએ વિજળી પડી
  • ખૂટવાડા ગામે ખેતરમાં ઝાડ પર વિજળી પડી, અન્ય એક જગ્યાએ વિજળી પડતા એક ભેંસનું મોત

ભાવનગરઃ ચોમાસાની સિઝનમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે, અને અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે મંગળવારે ભાવનગર જિલ્લામાં મહુવાના નાના ખુંટવડા ગામે ગાજવીજ સાથે શરુ થયેલા ભારે વરસાદ દરમિયાન એક ખેતરમાં જોરદાર વીજળી પડી હતી.

જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ વિજળી પડવાની ઘટનાઓ બની હતી. મહુવાના નાના ખુંટવડા ગામમાં ધોધમાર વરસાદ દરમિયાન ખેતરમાં એક ઝાડ પર વીજળી પડી હતી, જેથી ઝાડ સળગી ઉઠ્યું હતું. તેમજ નીચે રહેલું ઘાસ પણ સળગી ઉઠતા ખેડૂતોમાં ભય ફેલાયો હતો. આ વિસ્તારમાંજ અન્ય એક જગ્યા પર પણ વીજળી પડતા એક ભેંસનું મોત પણ નીપજ્યું હતું.

જિલ્લાના તમામ તાલુકા મથકો પર મંગળવારે વરસાદ પડ્યો હતો, જેમાં મહુવા, તળાજા, ઘોઘા, જેસર, પાલીતાણા પંથકમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ પડતા મહુવાની બગડ નદીમાં પુર આવ્યું હતું. તેમજ જેસરના તાતણીયાની નદીમાં પણ પુર આવ્યાં હતા. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. જિલ્લામાં ચોમાસાની સિઝનનો કુલ 25% વરસાદ પડી ચુક્યો છે. જેમાં મંગળવારે ઘોઘા, જેસરમાં દોઢ ઇંચ, ભાવનગરમાં એક ઇંચ, મહુવા તળાજા અને ગારીયાધારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

Last Updated : Jul 1, 2020, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.