ETV Bharat / city

કાળીચૌદશનાં દિવસે કાળભૈરવ દાદાની ઉપાસનાં વિશે જાણો... - કાળી ચૌદશનું વિશેષ મહત્વ

કાળી ચૌદશ(kalichaudash) એટલે સુખાકારી અને આરોગ્યને સુખમય બનાવવાનો દિવસ છે આજનાં દિવસે કાળ, ક્રોધ, રોગ અને ક્લેશને નાશ કરવાનો ઉપાસનાનો દિવસ છે. કાળીચૌદશે કાળભૈરવ, મહાકાળી, હનુમાનજી અને ચંડીકાની ખાસ પૂજાનું વિશેષ મહત્વ(Special importance of worship) પણ રહેલું છે.

કાળીચૌદશનાં દિવસે કાળભૈરવ દાદાની ઉપાસનાં વિશે જાણો...

author img

By

Published : Nov 3, 2021, 5:40 PM IST

  • કાળી ચૌદશ એટલે સુખાકારી અને આરોગ્યને સુખમય બનાવવાનો દિવસ
  • આજનાં દિવસે કાળ, ક્રોધ, રોગ અને ક્લેશને નાશ કરવાનો દિવસ
  • કાળભૈરવ, મહાકાળી, હનુમાનજી અને ચંડીકાની પૂજાનું વિશેષ મહત્વ

ભાવનગર: હિન્દુ ધર્મમાં કાળીચૌદશ(kalichaudash)નાં મહત્વ વિશે કાળભૈરવ દાદાનાં મહંત હરનાથ બાપુ એ જણાવ્યું હતું કે, કાળીચૌદશ એટલે ક્રોધ, રોગ અને ક્લેશને દૂર કરવાનો અને કાળભૈરવ દાદાની ઉપાસના કરવાનો દિવસ છે. મનુષ્યમાં ઉધમ શક્તિનો સંચાર ભગવાન કાળભૈરવ દાદા પૂર્ણ કરે છે તેથી કાળીચૌદશે તેની ખાસ ઉપાસના કરવી જોઈએ.

કાળીચૌદશનાં દિવસે કાળભૈરવ દાદાની ઉપાસનાં વિશે જાણો...

28,000 જાપ કરવાથી જીવનને સુખાકારી બનાવી શકાય

દિવાળી એટલે જીવનમાંથી અંધકાર દૂર કરવાનો દિવસ છે. કાળીચૌદશે કાળભૈરવ, મહાકાળી, હનુમાનજી અને ચંડીકાની વિશેષ પૂજાનું મહત્વ છે. લાકડીયા પુલ પાસે આવેલા કાળભૈરવ દાદાનાં મંદિરનાં મહંત હરનાથ બાપુ એ જણાવ્યું હતું કે, સાત્વિક રીતે વૈષ્ણવ રીત રિવાજ પ્રમાણે કાળભૈરવ દાદાની આજે પૂજા થાય છે. કાળભૈરવ દાદાનો વાર એટલે બુધવાર છે અને આજે બુધવારે કાળીચૌદશ હોવાથી કાળભૈરવ દાદાની ઉપાસના કરી શકાય છે. સરસવનાં તેલનો દિવો કરીને દક્ષિણ દિશા તરફ મુખ રાખીને કાળા વસ્ત્રો પહેરી ૐ હ્રીં શ્રીં કલી મહાકાલભૈરવાય નમઃ ના 28,000 જાપ કરવાથી જીવનને સુખાકારી બનાવી શકાય છે. આમ તો કાળભૈરવ દાદાનો વાસ કાશીમાં છે પરંતુ ઘરે પણ પૂજા પાઠ કરી શકાય છે.

આ પણ વાંચો : મહુડી કાળી ચૌદસનું મહત્વ: ચંદન પર સોનાની વરખ સાથેનો ચાંદલો, ભક્તો વર્ષમાં એક જ દિવસ કરી શકે છે મૂર્તિની પૂજા

આ પણ વાંચો : Diwali 2021 : અમદાવાદમાં વોકલ ફોર લોકલને સપોર્ટ કરવા સ્વદેશી ચીજ વસ્તુની ખરીદીમાં જોર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.