ETV Bharat / city

પોલીસ હપ્તા લેતી હોવાની ફરીયાદ : લઠ્ઠાકાંડમાં મોતનો તાંડવ વધતા પોલીસ પર સવાલો - સરપંચનો પોલીસને પત્ર

કથિત લઠ્ઠાકાંડમાં ભાવનગર શહેરની સિવિલ (Botad Lathakand Case) હોસ્પિટલમાં કુલ 49 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. લઠ્ઠાકાંડમાં ભાવનગરમાં સારવાર દરમિયાન વધુ 3 દર્દી તેમજ રાણપરી (Death Toll in Lattakanda) ગામની એક મહિલાનું પણ મૃત્યુ નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક સામે (Lattha kand in botad) આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે.

પોલીસ હપ્તા લેતી હોવાની ફરીયાદ : લઠ્ઠાકાંડમાં મોતનો તાંડવ વધતા પોલીસ પર સવાલો

author img

By

Published : Jul 26, 2022, 11:05 AM IST

ભાવનગર : બોટાદના રોજીદમાં એક પછી એક દેશી દારૂ પીધા પછી (Botad Lathakand Case) સારવારમાં જતા લઠ્ઠાકાંડ ખુલ્યો હતો. ધંધુકા, ભાવનગર અને બોટાદ ત્રણ જિલ્લાના હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો હતો. ભાવનગરમાં બીજા દિવસે સવારે સુધીમાં 49 લોકોને અલગ અલગ ગામડામાંથી લાવવામાં આવ્યા હતા. સવાર સુધીમાં કુલ 8ના મૃત્યુ ભાવનગર સર ટી હોસ્પિટલમાં થયા છે. જ્યારે અન્ય બોટાદ અને ધંધુકા સહિત ગણતરી કરવામાં આવે તો આધારભૂત સુત્રોમાંથી 22ના મૃત્યુની પુષ્ટિ સામે આવી રહી છે.

સારવાર અર્થે
સારવાર અર્થે

કેમિકલ ભેળવવામાં આવ્યું - લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર અને પોલીસ એક્શનમાં આવીને દારૂના ચાલતા ધંધામાં સંડોવાયેલા બુટલેગરોની ધરપકડો શરૂ કરી છે. IG અશોક યાદવ બોટાદ અને રોજીદ ગામની મુલાકાત લઈ SITની રચના કરી દીધી છે. જોકે (Bhavnagar Civil Hospital) લઠ્ઠાકાંડમાં દારૂનું પીઠું ચોકડી ગામ હોવાનું સામે આવી રહ્યું છે. રોજીદ નજીકના ચોકડી ગામ ATSના નિશાના પર આવી ગયું છે અને બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ATS એ શંકા વ્યક્ત કરી છે કે મિથેનોલ નામનું કેમિકલ ભેળવવામાં આવ્યું અને લઠ્ઠાકાંડ સર્જાયો છે.

સારવાર અર્થે
સારવાર અર્થે

આખી રાત એમ્બ્યુલન્સના સાયરો ગૂંજ્યા - ભાવનગર સહિત ત્રણેય જિલ્લાની હોસ્પિટલોમાં આખી રાત એમ્બ્યુલન્સના સાયરનો ગુંજતા રહ્યા હતા. રોજીદ સહિત આસપાસના ગામડાઓમાં 108ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 49 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. જ્યારે આજ સવાર સુધીમાં 8ના મૃત્યુ નિપજયા હતા. ત્રણેય જિલ્લામાં કુલ 22 મૃત્યુ થયાનું આધારભૂત સુત્રોમાંથી સામે આવી રહ્યું છે. ઘટનાને પગલે સરકારમાંથી હજુ કોઈએ સત્તાવાર મૃત્યુનો આંકડો કે ભોગ બનેલાઓની યાદી જાહેર કરવામાં આવી નથી. ભાવનગર સર ટી હોસ્પિટલમાં મોડી રાત્રી સુધી દર્દીઓ એમ્બ્યુલન્સમાં આવતા રહ્યા હતા અને એમ્બ્યુલન્સ દોડતી રહી હતી.

ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ
ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો : રાજ્યમાં 13 વર્ષ પછી સૌથી મોટો લઠ્ઠાકાંડ, 22ના મોતની આશંકા, પોલીસ હપ્તા ખાવામાં મશગુલ

પોલીસ પર સવાલો - બોટાદના લઠ્ઠાકાંડમાં દારૂના બુટલેગરો બેફામ હોવાથી સ્થાનિક બરવાળા ગ્રામ્ય વિસ્તારમાંથી પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા કર્યા છે. લઠ્ઠાકાંડ પહેલા દારૂની વધતી બદી સામે રોજીદ ગામના સરપંચે લેખિત ફરિયાદ બરવાળા PSIને માર્ચ (Alcohol sell in Rojid Village) 2021ના રોજ કરી હતી. સરપંચે ફરિયાદમાં ગામમાં દારૂના ધંધાર્થીઓનો અને અસામાજિક તત્વોનો ત્રાસ અને છેડતીના કિસ્સા બનતા હોવાનું પોલીસ તંત્રને જણાવ્યું હતું. સરપંચે મોટી ઘટના ઘટવાની શંકા પણ વ્યક્ત કરી હતી.

સારવાર અર્થે
સારવાર અર્થે

આ પણ વાંચો : સરપંચે તો 3 મહિના પહેલાં જ ચેતવ્યા છતાં પોલીસે દાખવી બેદરકારી ને થયો લઠ્ઠાકાંડ

લઠ્ઠાકાંડ પાછળનું રહસ્ય - પોલીસ તંત્રએ કોઈ પગલાં ભર્યા નહિ અને લઠ્ઠાકાંડ બાદ હવે (Illegal activities in Rojid village) પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા થાય છે અને આંગળીઓ ચીંધવામાં આવી રહી છે. બરવાળા ગામના રહેવાસી લગ્ધીરસિંહ ઝાલાએ બરવાળા ISI આસમીનબાનું ઝડકીલા હપ્તા લેતા હોય તેની લેખિતમાં જાણ અમદાવાદ ACBને એપ્રિલ 2022 ના રોજ કરેલી હતી તેવી વિગતો સામે આવી છે. આ સિવાય આસમીન બાનું વચેટિયા સાથે ફોનમાં હપ્તાની ચર્ચા (Sarpanch Letter to Police) કરતી હોવાનો ઓડિયો કલીપ પણ સામે આવ્યો છે, પરંતુ સ્થાનિક કે રાજ્ય કક્ષાએ પગલાં ભરવામાં આવ્યા નહિ અને સર્જાઈ ગયો મોટો લઠ્ઠાકાંડ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.