ETV Bharat / city

લઠ્ઠાકાંડ બન્યો કેમિકલકાંડ : દારૂમાં 99 ટકા કેમિકલ, 36 લોકોના ભોગ

"ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા નીકળ્યા" જેવો રાજ્ય સરકારનો ઘાટ જોવા મળ્યો હતો. બરવાળાના રોજીદ ગામમાં દેશી (Botad Lathakand Case) દારૂ પીધા બાદ થયેલા લઠ્ઠાકાંડમાં (Lattha kand in botad) આંકડો મોડી રાત્રે વધતો ગયો અને પોલીસ બેડામાં ચિંતાનાં વાદળો ઘેરાઈ ગયા હતા. તો હવે લઠ્ઠાકાંડમાં સતાવાર આંકડા મુજબ મૃત્યુઆંક 36એ પહોંચ્યો છે.

lattha kand in botad
lattha kand in botad
author img

By

Published : Jul 26, 2022, 7:48 AM IST

Updated : Jul 26, 2022, 8:11 PM IST

બોટાદ: ગુજરાતમાં અમદાવાદમાં 2009માં થયેલા લઠ્ઠાકાંડ બાદ મોટો લઠ્ઠાકાંડ બોટાદમાં (Lattha kand in botad) થયો છે. લેખિત રજુઆત છતાં પોલીસ તંત્ર આંખ આડા કાન કરતું રહ્યું અને ગ્રામ્યની કાળી મજૂરી કરતી પ્રજાના જીવ સાથે પશુ જેવો વ્યવહાર થતો રહ્યો જેનું પરીણામ મૃત્યુમાં નજર સામે છે. અફસોએ તો એ વાતનો છે દેશી દારૂના રવાડે હવે ગુજરાતની મહિલાઓ પણ ચડી છે જે રાજ્યના લોકો માટે લાલબત્તી સમાન ઘટના છે. જો ઘરની સ્ત્રી અને પુરુષ બંને દેશી દારૂ જેવી સીડીના રવાડે ચડશે તો તેવા પરિવારના બાળકોનું શુ જે ગુજરાતનું ભવિષ્ય કહેવાય છે. તો અત્યારે કુલ 51 દર્દીઓ સારવાર હેઠળ છે.

લઠ્ઠાકાંડના દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા - બોટાદ લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત 12 દર્દીઓને સારવાર (Botad Latthakand Case) માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Latthakand Case Patients in Ahmedabad Civil Hospital) લાવવામાં આવ્યા છે. ત્યારે આ તમામ દર્દીઓ અમદાવાદના જ હોવાનો ખૂલાસો થયો છે. તો આ તરફ હવે દર્દીઓને જરૂરી સારવાર આપવા અને અન્ય મેડિકલ જરૂરિયાત પણ તાત્કાલિક આપવા સૂચના આપવામાં આવી છે. આ અંગે અમદાાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડો. રાકેશ એસ. જોષીએ માહિતી આપી હતી.

ગુજરાતને હચમચાવી દેનાર ઝેરી દારૂની ઘટના

સરકાર બનાવશે કમિટી - લઠ્ઠાકાંડ મામલે (Botad Latthakand Case) હવે રાજ્ય સરકાર કમિટી બનાવશે, જેમાં 4થી વધુ સનદી અધિકારીઓનો સમાવેશ કરાશે. આ કમિટીમાં નશાબંધી કમિશનર, FSL ડિરેક્ટરનો સમાવેશ કરાશે. સાથે જ ADGP સ્તરના પોલીસ અધિકારીઓ પણ આ કમિટીમાં રહેશે. બરવાળાની આ ઘટનાના તલસ્પર્શી તપાસ કરવા ગૃહ રાજ્યપ્રધાન કમિટીની રચના કરશે.

સ્ટેટ મોનિટરીગ સેલના નિર્લિપ્ત રાય બરવાળા પહોંચ્યા : પોઈઝન રિમૂવ કરવા માટે અમદાવાદથી હેમો ડાયાલીસીસ મશીન મોકલવામાં આવ્યા છે. જેમાં કિડની હોસ્પિટલમાંથી 7 મશીન આવ્યા છે. તેમજ સાત કર્મચારીઓે પણ અમદાવાદથી મોકલાયા આવ્યા છે. કેજરીવાલની મુલાકાત પહેલા તૈયારીઓ ચાલું છે. સ્ટેટ મોનિટરીગ સેલના નિર્લિપ્ત રાય બરવાળા પોલીસ પહોંચ્યા છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

ત્રણેય જિલ્લામાં કુલ 18 મોત

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખૂલાસો - બોટાદ લઠ્ઠાકાંડ મામલે (Botad Lathakand Case) નવો ઘટસ્ફોટ થયો છે. મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ મિથાઈલ આલ્કોહોલ હોવાનું કન્ટેન્ટ હોવાનું સામે આવ્યું છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથે ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં DGP આશિષ ભાટિયા, ADGP નરસિમ્હા કોમાર, નિરજા ગોટરૂ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્ય પ્રધાનો આવ્યા એક્શનમાં - રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi Visit Civil Hospital) અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ આજે બપોરે 1 વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. જ્યારે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. અહીં તેઓ અસરગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોને મળશે.

હપ્તાખાઉ ASIની ટ્રાન્સફર
હપ્તાખાઉ ASIની ટ્રાન્સફર

હપ્તાખાઉ ASIની ટ્રાન્સફર - બોટાદમાં બરવાળા પોલીસ સ્ટેશનનાં ASI (Transfer of ASI of Barwala Police Station) યાસ્મીનબાનુ હપ્તા લેતાં હોવાનું સામે આવતા તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે. દારૂના ખૂલ્લેઆમ વેચાણમાં હપ્તા લેતા હોવાના મામલે ASIનો ઓડિયો વાઈરલ થતાં તેમને તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર મૂકવામાં આવ્યાં છે.

લઠ્ઠાકાંડ મામલે સૌથી મોટો ખુલાસો : બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવતા જ ATS સક્રિય થઈ હતી. ગુજરાત ATSની અલગ અલગ ટિમો દ્વારા એક મોટો ખુલાસો કર્યો છે. મળતી માહિતી પ્રમાણે 40,000 રૂપિયામાં મોતનો કાળો સમાન વેચાયો હતો. હાલ, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વધુ 5 લોકોની કરી અટકાયત કરી છે. ATS ની તપાસ દરમિયાન રાજુ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જણાવવામાં આવી રહ્યું છે કે, રાજુએ નભોઈના સંજય નામના શખ્સને 3 દિવસ પહેલા કેમિકલ આપ્યું હતું.

હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો
હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો

દારૂને બદલે કેમિકલની આશંકા : બોટાદ લઠ્ઠાકાંડની તપાસમાં (Botad Latthakand Case) હવે ગુજરાત ATS જોડાઈ છે. ત્યારે હવે અમદાવાદની એક ખાનગી કંપનીમાંથી લઠ્ઠા માટે કેમિકલ સપ્લાય થયું (Mixture of toxic chemicals in Lattha) હોવાનું સામે આવ્યું છે. તેમ જ આ કેમિકલ બરવાળાના ચોકડી (Supply of toxic chemicals from Ahmedabad) ગામના પિન્ટુ નામના શખ્સે લીધું હોવાનું જાણવા મળ્યું છે. તો આ લઠ્ઠાકાંડ કેસમાં અન્ય કયા ખૂલાસા થયા જોઈએ આ અહેવાલમાં.

  • बहुत ही दुःख की बात है कि, गुजरात में जहरीली शराब के कारण 23 से अधिक लोगो की मौत हुई है ओर 40 से ज्यादा लोग अस्पताल में है।

    सभी मृतकों को मैं श्रद्धांजलि अर्पित करता हूँ और इस दु:ख की घड़ी में पीड़ितों को मेरी संवेदना व्यक्त करने आज भावनगर अस्पताल जा रहा हूं।

    — Arvind Kejriwal (@ArvindKejriwal) July 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સારવાર દરમિયાન દર્દીઓના મોત - આ કથિત લઠ્ઠાકાંડમાં (Botad Lathakand Case) ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 51 લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણ દર્દીના મૃત્યુ થયા હતા. દેવગાણા ગામના હરદેવસિંહ ચુડાસમા અને કનુભાઈ ચિખલીયા તેમ જ રાણપરી ગામની સીતાબેન દેવસિંગ ચૌહાણનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં (Bhavnagar Civil Hospital) કુલ 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા.

હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો : ધંધુકા,ભાવનગર અને બોટાદ ત્રણ જિલ્લાના હોસ્પિટલમાં દર્દીઓનો રાફડો ફાટ્યો તો મૃત્યુનો આંક પણ વધતો ગયો હતો. દારૂના ચાલતા ધંધામાં ચોકડી ગામનું નામ ભોગ બનેલા અને આસપાસના ગામડાઓમાં ગુંજી રહ્યું છે. ATS પણ તપાસમાં છે તેવામાં હવે આગળ શું ? આ સવાલ ઉભોને ઉભો છે. બોટાદના રોજીદમાં થયો લઠ્ઠાકાંડ (Botad Lathakand Case) ધીરે ધીરે આવ્યા નશાખોર સામે બોટાદ જિલ્લાના રોજીદ ગામે 25 જુલાઈએ બપોરના સમયે લઠ્ઠાકાંડ થયું હોવાનું જાણવા મળ્યું અને ધીરે ધીરે સાંજ થતા બોટાદમાં દર્દીઓ વધતા ગયા અને અંતે મોડી રાતે ભાવનગર દર્દીઓને લાવવાનો પ્રારંભ થયો હતો. આઈજી અશોક યાદવ બોટાદ દોડી ગયા અને SIT ની રચના કરીને તપાસના આદેશ કર્યા હતા.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ સોમનાથમાં મહાદેવની પૂજા અને ધ્વજા ચઢાવશે

CM કેજરીવાલ ભાવનગર જશે : ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન, રાજ્યમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ મામલે તેઓ ભાવનગર દર્દિ તેમજ મૃતકોના પરિવારોને મળવા જશે. આ બાબતે તેમણે ટ્વિટ કરતા કહ્યું કે, "અત્યંત દુઃખની વાત છે કે, ગુજરાતમાં નકલી દારૂના કારણે 23 થી વધુ લોકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો હોસ્પિટલમાં છે. હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુઃખની આ ઘડીમાં પીડિતો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા આજે ભાવનગર હોસ્પિટલ જઈ રહ્યો છું."

ત્રણેય જિલ્લામાં કુલ 22 મોત : ભાવનગર સર ટી હોસ્પિટલમાં 40 દર્દીઓ લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન, 4 ના મોત નિપજ્યા હતા. આમ ત્રણેય જિલ્લામાં કુલ 22 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જો કે સરકારમાંથી હજુ કોઈએ સત્તાવાર મૃત્યુનો આંક કે ભોગ બનેલાઓની સંખ્યા જાહેર કરવામાં આવી નથી. છતાં મોડી રાત્રે વધુ દર્દીઓ આવતા હોવાના સમાચારો મળતા રહ્યા અને એમ્બ્યુલન્સ દોડતી રહી હતી.

પોલીસની ભૂમિકા સામે સવાલો : લઠ્ઠાકાંડમાં (Botad Lathakand Case) બુટલેગર (Bootleggers terror in Botad), પોલીસની ભૂમિકા સામે સવાલો લઠ્ઠાકાંડ પહેલા દારૂની વધતી બદી સામે રોજીદ ગામના સરપંચે લેખિત ફરિયાદ બરવાળા PSIને 4/3/2022 ના રોજ કરી હતી. ફરિયાદમાં ગામમાં દારૂના બુટલેગરોનો ત્રાસ (Bootleggers terror in Botad) અને છેડતીના કિસ્સા હોવાનું પોલીસ તંત્રને જણાવવામાં આવ્યું હતું અને મોટી ઘટના ઘટવાની શંકા પણ વ્યક્ત કરાઇ છે. પોલીસે છતાં કોઈ પગલાં ભર્યા નહિ અને લઠ્ઠાકાંડ બાદ હવે પોલીસની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે. સૌરભ પટેલ ધારાસભ્ય છે ત્યારે રાજકીય નેતાઓ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે.

પોલીસ હપ્તામાં મશગૂલ હોવાનો આક્ષેપ - બરવાળા ગામના રહેવાસી લક્ધીરસિંહ ઝાલાએ બરવાળા ASI આસમીનબાનું ઝડકીલા હપ્તા લેતા હોય તેની લેખિતમાં જાણ અમદાવાદ ACB ને 7/4/2022 ના રોજ કરવામાં આવી હતી. આ સિવાય આસમીન બાનું વચેટિયા સાથે ફોનમાં હપ્તાની ચર્ચા કરતી હોવાનો ઓડિયો કલીપ પણ સામે આવી છે, પરંતુ સ્થાનિક કે રાજ્ય કક્ષાએ પગલાં ભરવામાં આવ્યા નોહતા. જેનું પરિણામ લઠ્ઠાકાંડ થયો છે.

આ પણ વાંચો: આવનાર 24 કલાક ગુજરાત માટે ભારી, હવામાન વિભાગે કરી આગાહી

મુત્યુ પામેલા લોકોની યાદી : રોજિદ ગામમાં દેશી દારૂ પીવાને કારણે 1. વશરામભાઈ પરમાર (રોજીદ ગામ), 2. ઘનશ્યામભાઈ પરમાર (રોજીદ ગામ), 3. બળદેવભાઈ મકવાણા (અણીયાળી ગામ), 4. હેમંતભાઈ વડદરિયા (અણીયાળી ગામ),5. રમેશભાઈ વડદરિયા (અણીયાળી ગામ), 6. કિશનભાઈ ચાવડા (આકરુ ગામ), 7. ભાવેશભાઈ ચાવડા (આકરુ ગામ), 8. પ્રવિણભાઈ કુંવારિયા (આકરુ ગામ), 9. અરવિંદભાઈ સીતાપરા (ચંદરવા ગામ), 10. ઇર્શાદભાઈ કુરેશી (ચંદરવા ગામ), 11. જયંતીભાઈ ચેખલિયા (ઉંચડી), 12. ગગનભાઈ ચેખલિયા (ઉંચડી), 13. ભૂપતજી વિરગામા (રોજીદ ગામ), 14. ધુડાભાઈ પગી (રોજીદ ગામ), 15. શાંતિભાઈ પરમાર (રોજીદ ગામ) 15 લોકોના મુત્યુ છે.

Last Updated : Jul 26, 2022, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.