- મહુવાથી અવરજવર કરતા પ્રવાસીઓની સંખ્યા 15 હજાર જેટલી છે
- દોઢ બે વર્ષ પહેલાં નવું બસ સ્ટેશન બનાવવાની આપી હતી મંજૂરી
- દોઢેક વર્ષથી લોકો ભોગવી રહ્યાં છે મુશ્કેલી
- હજી કામ ન કોઈ ઠેકાણાં નથી
મહુવાઃ જોકે મહુવામાં નવા ST બસ સ્ટેશનની ( Mahuva ST Bus Station ) રાહ જોતાં પ્રવાસીઓ હવે નિરાશ છે. કેમકે છેલ્લા દોઢેક વર્ષથી આ બસ સ્ટેશનને ગ્રહણ લાગ્યું હોય તેમ 4.25 કરોડના ખર્ચે નવું બનાવવાનું આયોજન થયું, ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી અને કામ એ એ બમભણીયા સુરતવાળાનું ટેન્ડર પાસ થયું. પરંતુ જૂનું બસ સ્ટેશન બંધ કરી દેવાયું અને નવાં બસ સ્ટેશનની કામગીરી પણ શરૂ કરવામાં આવી નથી.એટલે પ્રજાને તો બાવાના બેય બગડ્યાં. અન્ય ડેપોની બસો પણ જે અહીંથી પસાર થાય તે મળી લગભગ 15 હજાર જેટલા પ્રવાસીની અવરજવર થાય છે.
4.25 કરોડોના ખર્ચે નવું બસ સ્ટેશન પણ ક્યારે?
સીએમ રુપાણીએ ( Mahuva ST Bus Station ) ખાતમુહૂર્ત કર્યા બાદ પણ કામના ઠેકાણાં નથી. બાદમાં 13 મહિનામાં નવું બસ સ્ટેશન કાર્યરત થવાની ખાતરી પણ આપી હતી. આ સમારોહમાં ધારાસભ્ય, સંસદ સભ્ય, gsrtc ના વડાઓ પણ ઉપસ્થિત હતાં. પણ હવે સવાલ એ ઉભો થાય છે કે દોઢ વર્ષમાં માત્ર ખાતમુહૂર્ત થયું તો હજી અહીં કામગીરી જોવા મળતી નથી, તો શું 13 મહિનામાં લોકોને નવું બસ સ્ટેશન મળશે કે હજી પ્રવાસીઓને રઝળપાટ કરવી પડશે?