ભાવનગરઃ વર્ષ 2015માં શહેરના નારી ગામ સહિત 5 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં સામેલ થવાના 4 વર્ષે બાદ પણ આ ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેથી લોકોમાં રોષ જોવા ફેલાયો છે.
નારી ગામમાં ગટરની સમસ્યા યથાવત
- 5 વર્ષ અગાઉ મહાનગરપાલિકામાં સામેલ કરાયું હતું
- પ્રાથમિક સુવાધાનો છે અભાવ
- કોંગ્રેસ નગરસેવકે નોંધાવ્યો વિરોધ
- નગરસેવકે આંદોલનની ચીમકી ઉચ્ચારી
ભાવનગર શહેરમાં નવા ભળેલા આ નારી ગામમાં ગટર ફેલાઈ રહી છે. જેથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. નારી ગામની આ સમસ્યા મનપા પણ સાંભળતું નથી. જેથી કોંગ્રેસ નગરસેવકે સ્થળ પર પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો છે. આ સાથે જ ગટરની સમસ્યાનું નિરાકરણ નહીં થવા પર નગરસેવકે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.