ભાવનગર : આજથી શરૂ થતી આસો માસની નવરાત્રીના પગલે સવાર સાંજના મુહૂર્ત વિશે આપને જાણીએ કે, ગરબો ક્યારે મૂકી શકાય અને મુહૂર્ત કેટલા વાગ્યાનું છે? આસો સુદ એકમ એટલે નવલા નોરતાનો પ્રારંભ અને માઁ અંબાની આરાધના અને ભક્તિ કરવાનો સમય. ગરબો મૂકવાના શુભ મુહૂર્ત બાબતે જ્યોતિષાચાર્ય દીપક મજમુદાર સાથે ETV BHARATએ ખાસ વાતચીત કરી હતી.
જ્યોતિષાચાર્ય દીપક મજમુદારે જણાવ્યું હતું કે, આસો સુદ એકમ સવારમાં 8 કલાકથી 9.15 કલાક શુભ ચોઘડિયામાં મુહૂર્ત શુભ માનવામાં આવ્યું છે. ઘટ સ્થાપન હોય કે ગરબો પધારવાનો કે પછી અનુષ્ટાન કરવાનું હોય તેના માટે સવારનો શુભ સમય છે. માતાજીની આરાધના માટે સાંજનો સમય પણ શુભ માનવામાં આવે છે.
સાંજના સમયે પણ ગરબો પધરાવવા અને ઘટ સ્થાપન સહિતના મુહૂર્ત સાંજમાં લાભ ચોઘડિયામાં 5.45થી 7.15 કલાક સુધીનું શુભ માનવામાં આવ્યું છે.