- વડનગરના ધારાસભ્ય દ્વારા મૃતકના પરિવારને સાથે રાખીને કરી રજૂઆત
- રજૂઆત દરમિયાન કલેક્ટર સાથે સર્જાઈ હતી બોલાચાલી
- રાજ્ય સરકાર પર વિવિધ મુદ્દાઓને લઈને સાધ્યા નિશાન
ભાવનગર: જિલ્લા પંચાયતની મત ગણતરીના દિવસે સાણોદર ગામે નિકળેલા વિજય સરઘસમાં અમરાભાઈ બોરીચાની હત્યા થઈ હતી. આ હત્યા પાછળ પોલીસ કર્મીનો વાંક હોવાના આક્ષેપો થયા બાદ હોબાળા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ન ભરાતા વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને દલિત સમાજના હોદ્દેદારોએ ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો: દલિત અત્યાચાર મુદ્દે સરકારે માત્ર આરોપીઓને છાવરવાનું કામ કર્યું :પરેશ ધાનાણી
PSIની ધરપકડ કરીને પગલાં લેવાની માગ
અમરાભાઈ બોરીચા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં તેમનું મોત નિપજ્યું હતું. પોલીસ દ્વારા આ ઘટનામાં આરોપીઓ ઝડપાઇ ગયા બાદ હવે દલિત સમાજ PSIની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યું છે. આ સાથે અમરાભાઈના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવાની માગ કરી છે.
આ પણ વાંચો: લીંબ ગામમાં દલિત સમાજની દીકરીની જાન પર પથ્થરમારાની ઘટનામાં 9 લોકોની ધરપકડ
જો કલેક્ટરને તેમની કામગીરીનો ખ્યાલ ન હોય, તો તેમનેસસ્પેન્ડ કરવા જોઈએ
જીગ્નેશ મેવાણીએ તંત્ર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કલેક્ટરને શું કામગીરી કરવી તેની ખબર નથી. કલેક્ટરે સ્પોટ પર જઈને તપાસ કરીને રિપોર્ટ આપવો પડે અને મુખ્યપ્રધાન સુધી રિપોર્ટ જમા કરાવવો પડે છે, પરંતુ આ મહાનુભાવને કંઈ ખબર જ નથી. જો કલેક્ટર એટ્રોસિટીના કાયદા જાણતા ન હોય અને તેમને પગલાં ન ભરવા હોય તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે.