- ભગવામાં લગ્ન વગર જીવન ગુજારતા ઇંદાબેન ભટ્ટ
- ઈંદાબેન ભટ્ટ મહિલાઓ માટે છે પ્રેરણારૂપ
- આજીવન અપનાવી ખાડી
ભાવનગર: "કંટાળો" આ શબ્દને જીવનમાંથી ડીલીટ મારો તો તમે જીવનના સફરમાં હંમેશા પ્રગતિ કરી શકો છો. ત્યારે એક એવું વ્યક્તિત્વ જેણે ડીલીટ શબ્દનું ઉચ્ચારણ પણ સમાજમાં નહિવત હતું તેવા સમયથી પોતાના જીવનમાંથી "કંટાળો" દૂર કરી દીધો અને લગ્નજીવનથી દૂર રહીને જીવનમાં ભગવો એટલે કેસરીયો પણ જીવનમાં વણી લીધો. આ વ્યક્તિત્વ પાસેથી આજની મહિલાઓએ ઘણું શીખવા જેવું છે. તે મહિલા છે ભાવનગરના લોકસેવક માનભાઈ ભટ્ટના દીકરી ઈન્દિરાબેન ભટ્ટ.
1938માં માનભાઈ ભટ્ટના ઘરે દિકરીનો જન્મ થયો. બાળકોને ગલીમાં રમવા રહેવાસીઓના ગુસ્સાનો ભોગ બનવું પડતું હતું તે જોઈને 1938માં માનભાઈ ભટ્ટએ શિશુવિહાર સંસ્થાનો પ્રારંભ કર્યો ત્યારે તેમની ઇન્દિરાબેન એક વર્ષના હતા. ત્યારથી પોતાના પિતાને જોતા જોતા મોટા થયેલા ઇન્દિરાબેન હુલામણા નામ ઈંદાબેન તરીકે ઓળખાવા લાગ્યા. ઈંદાબેનએ નાનપણથી પિતાની કાર્યપ્રણાલી અને માતાના સંસ્કારને નિહાળ્યા હતા. અંતે તેમને જીવન શું છે તેની શીખ માતાપિતામાંથી લીધી અને નક્કી કર્યું કે બીજાને આનંદ અને ખુશી આપવી એ જ સાચું જીવન છે .
પિતા પાસેથી મળી પ્રેરણા
માનભાઈ ભટ્ટ જેવા પિતા અને તેમનું શિશુવિહારમાં યોગદાન જોઈને ઇન્દિરાબેને પિતાના માર્ગે ચાલવાનું નક્કી કર્યું હતું. ઈન્દિરાબેન એ સમયમાં બીએડ કરી ચુક્યા હતા અને પ્રણવ બક્ષી શાળામાં આચાર્ય તરીકે પણ 10 વર્ષ રહ્યા પણ પછી પિતાના શબ્દોને તેઓ વળગી રહ્યા કે ઓટલો અને રોટલો મળશે તો બધું મળી રહેશે. તેથી શાળામાં નોકરી છોડી સંપૂર્ણ સમય શિશુવિહાર પાછળ આપવા લાગ્યા. ઈન્દિરાબેનના ગુરુ તેમના માતાપિતા,ચિદાનંદ સ્વામી અને ડૉ અધ્વર્યું રહ્યા છે ડો અધ્વર્યુંએ તેમને ભેટ આપેલી કેસરી સાડી બાદ તેમણે પોતાનો માર્ગ સાદગી તરફ ચાલવાનું નક્કી કર્યું અને સંપૂર્ણ પોતાનું જીવન માત્ર ખાદીની કેસરિયા સાડીમાં વ્યતીત કરી રહ્યા છે.
ઈન્દિરાબેનની મુખ્ય પ્રવૃતિઓ
ઈન્દિરાબેન આજે 83 વર્ષના છે તેઓ શિશુવિહારમાં મંત્રી તરીકે કાર્યરત છે. બાકીનો વહીવટ ઉંમરના પગલે માનભાઈ ભટ્ટના નાના ભાઈ નાનકભાઈને સોંપી દીધો છે. ઈન્દિરાબેને આજે પણ ઘરમાં રંગોળીની પ્રથાને ચાલુ રાખી છે. સવારમાં ઉઠીને ઈશ્વરનું ધ્યાન ધર્યા બાદ ઘરના આંગણે રંગોળી બનાવે છે. આ રંગોળી કોઈ કલરની નથી પરંતુ આ રંગોળી ઘરમાં ફૂલછોડના, પાંદડાઓની બનાવવામાં આવે છે. રંગોળી બાદ ઘરમાં તેઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવ્યા કરે છે સાથે શિયાળો આવતા જાતે શુદ્ધ ચ્યવનપ્રાશ પણ બનાવે છે જેની વહેંચણી કરીને બીજાને પણ શીખવે છે.
ઘર બાદ શિશુવિહારમાં પોતાનો ફાળો આપે છે
નાનપણથી પિતા પાસેથી શીખેલા ઈન્દિરાબેન ભટ્ટ આજે પણ અન્યને સેવા આપવા કટિબદ્ધ છે. ઘરે તેઓ મોબાઈલની બેગ તેમજ ગૃહસુશોભનની ચીજવસ્તુઓ બનાવે છે. તેઓ શિશુવિહારમાં ચાલતા સીવણના કેન્દ્રો અને બાલમંદિરમાં બાળકોને પોતાની સૂઝબૂઝ અને આવડતનું જ્ઞાન પીરસવા જાય છે. એટલુ નહિ વર્ષોથી ચાલતી એક માત્ર બુધસભા કે જ્યાંથી કવિઓનું સર્જન થાય છે તેમાં પણ પોતાનો ફાળો આપે છે અને શબ્દોથી કવિઓને પ્રોત્સાહન આપે છે.
ઈંદાબેન ભટ્ટ કોના માટે પ્રોત્સાહનરૂપ બન્યા
શિશુવિહારમાં કામ કરતા કર્મચારીઓએ ઇટીવી ભારત સાથે વાતચીતમાં ઈંદાબેનને તેમના પ્રેરણારૂપી માન્યા છે. શિશુવિહારમાં આશરે 25 વર્ષ કરતા વધુ સમયથી જોડાયેલા બીનાબેન મકવાણાએ કહ્યું હતું કે તેમને ઈંદાબેન પાસેથી એ શીખ મેળવી કે જીવનમાં "કંટાળો આવે છે" આ વાક્યને હટાવવાની શીખ પ્રાપ્ત કરી છે બીનાબેન ઘર હોય કે બહાર સમય બગાડતા નથી અને કાર્યો પૂર્ણ કરી લે છે તો બીજા 15 વર્ષથી સંપર્કમાં રહેલા યુવાન એવા કૃપાબેન ઓઝાએ પણ ઈંદાબેન પાસેથી એ જ શીખ્યું કે કંટાળો શબ્દ જીવનમાં હોવો ના જોઈએ અને દરેક કાર્ય કરતા રહો. ઈંદાબેન 83 વર્ષે પણ ચાલીને જઇ શકે છે અને સ્વસ્થ હોવાથી ઘરના કામ કરે છે .
ઈંદાબેન ભટ્ટ મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ
ભારતીય નારીની ઓળખ સાડી છે જેને ઈંદાબેન દ્વારા ક્યારેય મુકવામાં આવી નથી એટલું નહિ દેશ પ્રત્યેનો પ્રેમ પણ તેમનો એ જોવા મળ્યો છે કે તેમને ખાદી સિવાય કપડાં પહેર્યા નથી ત્યારે મહિલાઓએ નહિ દેશના 50 ટકા લોકો પણ ખાદી પહેરવા લાગે તો દેશ આત્મનિર્ભર જરૂર બનશે અને દેશની બનાવટ દેશ વિદેશ સુધી પોહચશે ત્યારે દેશ પ્રત્યેનો પ્રેમ અને સમાજમાં સ્ત્રીની મહ્ત્વતા શુ છે તે આજના આધુનિક યુગમાં મહિલાઓએ જરૂર ઈંદાબેન પાસેથી સમજવી પડશે નહિતર વિકાસ અને અધુનિકતામાં આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહર ખાદી કાગળ પૂરતી ઇતિહાસ બની જશે.