- અલંગના પ્લોટ નંબર-9 માં વિરાટ જહાજ થયું હતું બ્રીચ
- વિરાટ જહાજને નેતાઓની ઉપસ્થિતિમાં અંતિમ વિદાય અપાઈ હતી
- વાદ-વિવાદોના લાંબા સમય પછી હવે જહાજ નામશેષ થઇ જશે
- INS વિરાટ 11 મહીના બાદ ગણતરીના દિવસોમાં નામશેષ થવા જઈ રહ્યું છે
ભાવનગર: વિશ્વના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ (biggest ship breaking yard In the world) અલંગ ખાતે 28 સપ્ટેમ્બર 2020ના રોજ 30 વર્ષ જેણે ભારતીય નેવી (Indian Navy)માં કાર્યરત રહીને કારગીલ જેવી લડાઈમાં ભાગ લઇ દેશને વિજય અપાવ્યો તેવા વિરાટ જહાજ (INS Viraat)ને ભંગાણ અર્થે મોકલવામાં આવ્યું હતું. 11 મહિના બાદ હવે આ વિરાટ યુદ્ધજહાજ ગણતરીના દિવસોમાં નામશેષ થવા જઈ રહ્યું છે.
INS વિરાટ જહાજે 30 વર્ષ સુધી ફરજ નિભાવી
ભારતની રક્ષામાં નૌસેનાને 1987માં INS વિરાટ સુપરત કરવામાં આવ્યું હતું અને દેશની સેવામાં INSએ સમુદ્રમાં 30 વર્ષ સુધી ફરજ નિભાવી હતી. ત્યારબાદ 2017માં તેની સફર પૂર્ણ થતાં તેને અંતિમ સ્થળ પર વિલીન કરવા માટે મોકલી દેવામાં હતું. તેનો શ્રેય ભાવનગરના અલંગના ફાળે ગયો છે. માન સન્માન સાથે INS વિરાટને બ્રીચિંગ (Breaching of INS Virat) કરીને વિદાય આપવામાં આવી હતી.
શ્રી રામ ઇન્ડસ્ટ્રીના મુકેશે પટેલે 38 કરોડમાં ખરીદ્યું હતું
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના શિપબ્રેકર શ્રી રામ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ પટેલે 38 કરોડમાં INS વિરાટને ખરીદ્યું હતું. INS વિરાટ જહાજની અંતિમ વિદાય પ્રધાનોની ઉપસ્થિતિમાં બ્રીચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભાવનગરના દરિયાકિનારે પહોચેલા વિરાટના બ્રીચિંગ સમયે INS વિરાટને અંતિમ વિદાય આપવા માટે માલિક મુકેશ પટેલે અલંગમાં પોતાના પ્લોટ નંબર-9માં ખાસ કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં કેન્દ્રીય કેબિનેટ પ્રધાન મનસુખ માંડવિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને વિભાવરીબેન દવે સહિત નારણ કાછડીયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નેવીના શ્રેષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવીયા સહિત પ્રધાનોની ઉપસ્થિતિમાં બ્રીચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે દરેકે INS વિરાટ પર જઈને વિદાય આપી હતી.
જહાજને મ્યુઝિયમમાં રાખવાની માંગ સાથે સુપ્રીમ પહોંચ્યો હતો મામલો
અનેક વાદ-વિવાદો તેમજ કોરોના વૈશ્વિક મહામારીના લાંબા સમય પછી જહાજ નામશેષ થઇ જશે. ભારતની આન-બાન અને શાન ગણાતા INS વિરાટ જહાજને અલંગ ખાતે ભંગાણ અર્થે મોકલ્યા બાદ વિરાટ જહાજને મ્યુઝિયમ તરીકે રાખવા માટે સુપ્રીમમાં એક પિટિશન બાદ વિરાટ જહાજ ખરીદનારા માલિક તરફી ચુકાદો આવતા વિરાટ કટિંગની તૈયારીઓ જહાજ ખરીદનારા શ્રી રામ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી.
વિરાટ જહાજ કટિંગમાં અંદાજીત 150 જેટલા લેબરો
પ્લોટ નંબર-9માં જહાજ કટિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અલંગ ખાતે 28 સપ્ટેમ્બર, 2020ના રોજ બ્રીચિંગ થયેલું જહાજ 11 મહીના બાદ ગણતરીના દિવસોમાં નામશેષ થવા જઈ રહ્યું છે. Etv ભારત સાથે ટેલીફોનીક વાતચીતમાં શિપ ખરીદનાર મુકેશ પટેલે માહિતી આપી હતી. શ્રી રામ ગ્રુપના માલિક મુકેશ પટેલ દ્વારા ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, વિરાટ જહાજના કટિંગમાં 150 જેટલા લેબરો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. તેમજ લાંબા સમય બાદ વિવાદો વચ્ચે ઘેરાયેલું વિરાટ જહાજ થોડા દિવસોમાં કટિંગ થઇ નામશેષ થઇ જશે.
આ પણ વાંચો: INS વિરાટના વિધ્વંસ પર પ્રતિબંધ લગાવવાની માગને સુપ્રીમ કોર્ટે ફગાવી
આ પણ વાંચો: અલંગમાં સ્ક્રેપ થશે તરતી ઓઇલ રિફાઇનરી