- નારી ચોકડી આગળ પુલ તૂટ્યા બાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી
- અમદાવાદ જતા મોટા વાહનોને ફરજિયાત શહેરમાંથી નીકળવું પડતું હોવાથી સમસ્યા
- નારો ચોકડીથી RTO સર્કલ શહેરમાં પસાર કરવો માથાનો દુખાવો
- એક તરફ ફ્લાયઓવરનું કામ અને સાંકડા ડાયવર્ઝન અને બીજું ટ્રાફિક વધતા હાલાકી
ભાવનગર : શહેરમાં નારી ચોકડી આગળ અમદાવાદ હાઇવેનો પુલ તૂટ્યા બાદ ટ્રાફિક સમસ્યાએ (Traffic problem) માથું ઊંચક્યું છે. મેયરના વૉર્ડમાંથી શહેરમાં પ્રવેશ હોવાથી અમદાવાદ જતા લોકોને શહેરમાં RTO સર્કલ સુધી પહોચીંને કુંભારવાડા તરફ જવું પડે છે. પરિવાહનના મોટા વાહનોના પગલે હજુ સમસ્યા એક અઠવાડિયું રહેશે તેવું મેયર તરફથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ડીસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો Elevated bridge શરૂ : વર્ષોની ટ્રાફિક સમસ્યા થશે દૂર
તૂટેલા પુલથી શહેરમાં ટ્રાફિક સમસ્યા વધી
ભાવનગર- અમદાવાદ શોર્ટ રૂટ એટલે નારી ચોકડીથી પ્રારંભ થાય છે. નારી ચોકડીથી આગળ થોડે ચાલતા રેલવેના બ્રીજ પર ગાબડું (Gap on the railway bridge) પડવાથી છેલ્લા ત્રણ દિવસથી અમરેલી, પાલીતાણા અને રાજકોટ તરફથી આવતા વાહનો અમદાવાદ અને વડોદરા, સુરત તરફ જતા હોય છે. જે નારી ચોકડીથી પુલ તૂટવાને કારણે (Due to bridge collapse) નાછૂટકે શહેરમાં પ્રવેશ કરે છે અને RTO સર્કલ સુધી પહોચીંને ત્યાંથી કુંભારવાડા વિસ્તારમાં થઈ પુનઃ હાઇવે પર જાય છે. 10 કિલોમીટર ફરતા વાહનો શહેરમાં આવતા ટ્રાફિક સમસ્યા (Traffic problem) માથાનો દુખાવો બની છે. આ વૉર્ડ મેયરનો છે જ્યાંથી પ્રવેશ થાય છે અને બાદમાં બોરતળાવ વૉર્ડ આવી જાય છે. આ વિસ્તારમાં લોકો તોબા પોકારી ગયા છે.
ટ્રાફિક જામ થવાના કારણો માટે ફ્લાયઓવરનું કામ પણ કારણભૂત બન્યું
શહેરમાં મેયરના વૉર્ડથી ફ્લાયઓવર (Flyover) નો પ્રારંભ થયો છે અને RTO સર્કલ સુધી ફ્લાયઓવર (Flyover) ની કામગીરી ચાલી રહી છે. જેથી બન્ને બાજુ બેરીકેટ છે અને રેલવેની જગ્યા આવતી હોવાથી રસ્તો સાંકડો છે. તેથી અમદાવાદ તરફ જતું ટ્રાફિક વધવાથી અને ફ્લાયઓવરનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. એટલું નહિ કુંભારવાડા વિસ્તારમાં થઈને અમદાવાદ તરફ જતું ટ્રાફિક થતા ત્યાં પણ ટ્રાફિક સમસ્યાઓ (Traffic problem) ઉભી થઇ છે. મેયર કીર્તિબેને જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે ઓથોરિટી (National Highway Authority) સાથે વાતચીત કરી છે અને આગામી મંગળવાર આસપાસ પુલનું કામ નારી ચોકડી પૂર્ણ થઈ જશે. હાલમાં ટ્રાફિક અમદાવાદનું જ્યાંથી પસાર થાય ત્યાં ટ્રાફિક પોલોસના સહયોગથી ટ્રાફિક કર્મીઓને રાખવામાં આવ્યા છે જેથી ટ્રાફિક જામ થાય નહિ.
આ પણ વાંચો : જામનગરમાં ગાંધીનગર ઓવરબ્રિજ પરથી યુવકે છલાંગ લગવી, ટ્રેન નીચે આવતા બન્ને પગ કપાઈ ગયા
ટ્રાન્સપોર્ટના વાહનો શહેરમાંથી ચાલવાને પગલે સમસ્યા : મેયર
ભાવનગરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસો રેલવે સ્ટેશન નજીક આવેલા ખારગેટ વિસ્તાર તેની બાજુના વૈશાલી ટોકીઝ વિસ્તાર અને VIP નો ડેલો જેમાં આવેલી છે. હવે ટ્રક ચલાવતો ચાલક જ્યારે શહેરમાંથી ભૂલમાં ચાલે એટલે ટ્રાફિક સમસ્યાઓ (Traffic problem) ઉભી થાય છે. સાથે મોટા અનેક વાહનો પણ શહેરમાંથી ચાલી રહ્યા છે અથવા અમદાવાદ જતા ટ્રાન્સપોર્ટના વાહનો શહેરમાંથી ચાલવાને પગલે સમસ્યાનું કારણ બની રહ્યા છે. ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (Transport Association) ના પ્રમુખ કાનાભાઈ પરમારે તેમને કોઈ વધુ સમસ્યા નહિ હોવાનું જણાવ્યું છે પણ વૈશાલી ટોકીઝ પાસે સમસ્યા ટ્રાફિકની જરૂર સર્જાય છે તેમ જણાવ્યું હતું. ખારગેટ પાસે લોખંડના પાઇપ નાખીને મુખ્ય બજારમાંથી મોટા વાહનો પર પ્રતિબંધ મનપાએ મૂક્યો છે. જેથી મોટા વાહનને ફરીને કેબલ સ્ટેઇડ પુલ પરથી જવું પડે છે.