- જૂની અદાવતને કારણે કર્યો હતો હુમલો
- સારવાર દરમિયા થયું હતું મૃત્યું
- કોર્ટે આરોપીને આપી આજીવન કેદની સજા
ભાવનગર: ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં ખારા પટ પાસે કાળકામાના મંદિર નજીક 11 એપ્રિલ 2017ની રાત્રે રાજુ ટેભાણી નામના શખ્સ પર સાળા-બનેવીએ તલવાર હુમલો વડે કર્યો હતો જેમાં રાજુ ટેભાણીનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. આ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. સારવાર દરમ્યાન રાજુ ટેભાણી દ્રારા કરવામાં આવેલી ફરિયાદના આધારે ચાલી રહેલા કેસમાં કોર્ટે સાળા-બનેવીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે
જુની અદાવતને કારણે કર્યો હુમલો
ભાવનગરમાં ચાર વર્ષ પૂર્વે 11 એપ્રિલ 2017માં કરચલિયા પરામાં રહેતા રાજુ ટેભાણી સાથે જુની અદાવત રાખીને બે સાળા-બનેવીએ તેના પર તલવાર દ્વારા હુમલો કર્યો હતો જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજુ ટેભાણીને ગંભીર હાલતે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનુ મૃત્યું થયું હતું અને બનાવ હત્યામાં ફેરવાયો હતો. આ અંગેની ફરિયાદ ઈજાગ્રસ્ત રાજુ ટેભાણીએ નોંધાવી હતી જેને ધ્યાનમાં રાખીને પોલીસે બંન્ને શખ્સો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્જ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી રહ્યો હતો. સરકારી વકિલની દલીલો પુરાવાને ધ્યાનમાં રાખી બંન્ને શખ્સોને કસુરવાર ઠેરવ્યા હતા અને બન્ને આજીવન કેદની સજા અને રોકડા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો : આણંદ જિલ્લાના માથાભારે શખ્સની સુરતમાં હત્યા
સારવાર દરમિયાન થયું મૃત્યું
ભાવનગર શહેરના રહેવાસી રાજુભાઈ મનુભાઈ ટેભાણી કોળી તથા તેનો મિત્ર હિરેન ઉર્ફે વાઘો બંન્ને જણા ગત તા.11/4/2017 ના રોજ રાતના 8:30 વાગ્યાના સુમારે જયેશ કાળુભાઈ રાઠોડ કોળીના ઘરે જયેશના પિતા સાથે ઝગડો કર્યો હતો તેની અદાવત રાખીને રાજુ ટેભાણી તથા સાહેદને રાતના 9:30 વાગે ખારમાં પાટા પાસે, કાળકામાંના મંદિર પાસે જતા તે વેળાએ જયેશ રાઠોડ અને કિશોર ઉર્ફે બાબુ વાલજીભાઈ મકવાણા બંન્ને આરોપીઓએ તલવાર વડે રાજુભાઈ ટેભાણી પર હુમલો કર્યો હતો અને શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તથા મુંઢ માર મારી બંન્ને આરોપીઓ નાસી છુટયા હતા. ગંભીર રીતે ઘવાયેલ રાજુ ટેભાણીને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડેવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન ગત તા.12/11/17 ના રોજ રાજુ ટેભાણીનું મૃત્યું થયું હતું.
આ પણ વાંચો : મોરબીની ત્રાજપર ચોકડીએ નજીવી બાબતે યુવાનની હત્યા
કોર્ટે આપી આજીવન કેસની સજા
આ બનાવ અંગે ઈજાગ્રસ્ત રાજુ મનુભાઈ ટેભાણીએ તે સમયે ગંગાજળીયા પોલીસ મથકમાં સાળા-બનેવી જયેશ કાળુભાઈ રાઠોડ અને કિશોર ઉર્ફે બાબુલાલ વાલજીભાઈ મકવાણાની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્ને આરોપીઓ સામે ઈપીકો કલમ 302, 326, 325, 323, 504, 114, તથા જી.પી. એકટ 135નો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં કેસ ચાલી રહ્યો હતો. અદાલતે જિલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ અદાલતે બંન્ને આરોપીઓ જયેશ રાઠોડ અને કિશોર મકવાણાને કસુરવાન ઠેરવ્યા હતા. અને બન્ને શખ્સોને આજીવન કેદની સજા તથા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.