- ભાવનગર જિલ્લાના મહુવામાં કમોસમી વરસાદ
- રાજવાદર, ભાદરોડ સહિતના વિસ્તારમાં વરસાદ
- ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતાની લાગણી
ભાવનગરઃ મહુવાના કોંજલી, તરેડ, રાજવાદર, ભાદરોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ શરૂ ગયો હતો. વાતાવરણમાં અચાનક આવતા પલટાના કારણે ખેડૂતોને પાકનું નુકસાન થવાનો ડર લાગી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, તળાજા અને મહુવાના ગ્રામ્ય વિસ્તાર સહિત શહેરી વિસ્તારમાં વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું હતું. સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ 6.30 વાગ્યા સુધી તો શરૂ છે અને અનરાધાર વરસાદ વરસવાનો શરૂ થયો છૅ વાતાવરણ માં પલ્ટો આવતા સાંજ થી જ ઠંડી માં વધારો થયો છૅ અને બજારો સુમસામ થય ગઈ છે