- ભાવનગરમાં મહિલાઓએ કર્યો મોંઘવારીનો વિરોધ
- લાકડા અને ચૂલો લઈને મહિલાઓ પહોંચી કલેક્ટર કચેરી
- ગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાનો મહિલાઓએ કર્યો વિરોધ
ભાવનગરઃ ભાવનગર સીપીઆઈ અને ક્રાન્તિ સેના દ્વારા સંયુક્ત કાર્યક્રમ મોંઘવારીના મુદ્દે યોજવામાં આવ્યો હતો. ભાવનગર કલેકટર કચેરી ખાતે બંને સંસ્થાઓના પ્રમુખની હાજરીમાં તેમના સહયોગીઓ વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ હાલ વધી ગયેલી મોંઘવારીના મુદ્દે કરવામાં આવ્યો હતો. વિરોધ પણ મહિલાઓએ જબરજસ્ત વ્યક્ત કર્યો હતો.
ભાવનગરમાં સીપીઆઈ સાથે જોડાયેલી ક્રાન્તિ સેનાની મહિલાઓ દ્વારા ગેસના સિલિન્ડરના વધેલા ભાવને પગલે વિરોધ વ્યક્ત કરાયો હતો. કલેકટર કચેરીએ યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં મહિલાઓ ચૂલો અને લાકડા લઈને જોડાઈ હતી. ગેસ સિલિન્ડરની સબસીડી પણ બંધ કરી દેવામાં આવી છે ત્યારે અસહ્ય મોંઘવારી સામે કેન્દ્ર સરકાર એક નજર કરે તેવી માગ કરાઈ છે.
ગેસ સિલિન્ડરની સબસિડી પણ બંધ કરી દેતા સામાન્ય વ્યક્તિને ફટકો પડ્યો
મહિલાઓનો આક્ષેપ છે કે, એક તરફ બેરોકટોક ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી રહી છે તો બીજી તરફ સિલિન્ડરની સબસિડી પણ બંધ કરી દેવામાં આવી છે, જે તદ્દન અયોગ્ય છે. આવા સમયે સામાન્ય વ્યક્તિ આટલી મોંઘવારી સહન કરી શકે તે હાલતમાં નથી. એટલે સરકારે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.