ETV Bharat / city

ભાવનગરમાં ઘરમાં ગાંજો રાખનારા શખ્સને SOGએ ઝડપ્યો - NDPS Act

ભાવનગરમાં SOG પોલીસે બાતમીના આધારે દેસાઈનગર વિસ્તારમાં આવેલા મેપાનગરની પટેલ સોસાયટીમાંથી એક શખ્સને ગાંજા સાથે ઝડપ્યો હતો. ભરત ખસિયા નામના વ્યક્તિના ઘરમાં 20 હજારથી વધુની કિંમતનો ગાંજો ઝડપીને પોલીસે શખ્સની અટકાયત કરી હતી.

SOG
ભાવનગરમાં ઘરમાં ગાંજો રાખનાર શખ્સને SOGએ ઝડપ્યો
author img

By

Published : Jul 21, 2020, 10:26 PM IST

ભાવનગરઃ જિલ્લામાં SOG પોલીસે બાતમીના આધારે દેસાઈનગર વિસ્તારમાં આવેલા મેપાનગરની પટેલ સોસાયટીમાંથી એક શખ્સને ગાંજા સાથે ઝડપ્યો હતો. ભરત ખસિયા નામના વ્યક્તિના ઘરમાં 20 હજારથી વધુની કિંમતનો ગાંજો ઝડપીને પોલીસે શખ્સની અટકાયત કરી હતી.

SOG
ભાવનગરમાં ઘરમાં ગાંજો રાખનાર શખ્સને SOGએ ઝડપ્યો

રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, ત્યારે એ.ટી.એસના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા તેમજ ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભાવનગરમાં પણ નશીલો પદાર્થ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે.

SOG શાખાએ જિલ્લામાં થતા નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

SOGએ બાતમીને આધારે ભરત ખસીયાના ઘરે નાર્કોટીક્સ અંગે રેઇડ કરતા તેમના ઘરેથી સુકો ગાંજો વજન 2.060 કિલો ગ્રામ, જેની કિંમત રૂપિયા 20,600 મળી આવતા NDPS એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરી છે. SOGના હેડ કોન્સ્ટેબલ બાવકુદાન ગઢવીએ ફરિયાદ આપી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. આ રેઇડ દરમિયાન ભાવનગર FSLના અધિકારી આર.સી.પંડયાએ સ્થળ તપાસ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.