ETV Bharat / city

અલંગમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો નહીં મળતા કામગીરી ઠપ્પ

રાજ્યભરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. હોસ્પિટલમાં પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થતાં હોસ્પિટલોમાં પણ દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂરિયાત ઉભી થતી હોય છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે વધારે પ્રમાણમાં ઉત્પાદન કરતી કંપનીઓને સરકારે હોસ્પિટલમાં દર્દીની જરૂરિયાત માટે 70 ટકા ગેસ અનામત રાખવાનો આદેશ કર્યો છે. જેના કારણે ઇન્ડસ્ટ્રીને મળતો ઓક્સિજન પૂરતો નહીં મળતાં અલંગ ઉદ્યોગમાં શિપ કટિંગની કામગીરી ઠપ્પ થવા લાગી છે. ગેસ પર જ નભતા અલંગ ઉદ્યોગના શિપ બ્રેકર્સે પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચે તેને પ્રાથમિકતા આપી સહકાર આપ્યો છે.

અલંગમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો નહિ મળતા કામગીરી ઠપ્પ

author img

By

Published : Apr 18, 2021, 9:11 PM IST

  • ભાવનગરમાં દિન-પ્રતિદિન કોરોનાના વધતા કેસ
  • હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધારો થતાં ઓક્સિજનની માગમાં વધારો
  • હોસ્પિટલોમાં ઓક્સિજનની માગને લઈને અલંગ એસોસિએશન આવ્યું વ્હાર
  • અલંગમાં ઓક્સિજન બાટલા વગર ચાલશે, પરંતું માનવ જીવનને બચાવો એ આપણી નૈતિક ફરજ
  • ઓક્સિજનનો પૂરતો જથ્થો ન મળવાના કારણે અલંગમાં શિપ બ્રેકિંગની કામગીરી લગભગ ઠપ્પ

ભાવનગર : કોરોનાની બીજી લહેર શહેરીજનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. ભાવનગર જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધતા 150 આંકને પાર કરી રહી છે, તો બીજી તરફ હોમ આઇસોલેશનની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં લોકોને લાચાર કરી દીધા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. અલ્પનિય રીતે વધી રહેલા કોરોનાના દર્દીઓને કારણે ઓક્સિજન પુરવઠાની માગમાં ધરખમ વધારો થયો છે. તેના કારણે ઔદ્યોગિક એકમોને મળતા ઓક્સિજનના જથ્થામાં કાપ મૂકી, આ પુરવઠો હોસ્પિટલ તરફ મોકલવામાં આવ્યો છે. જેની સીધી અસર અલંગ ઉદ્યોગ પર વર્તાવા માંડી છે. છેલ્લા કેટલાક દિવસથી ઓક્સિજનનો પૂરતો જથ્થો ન મળવાના કારણે અલંગમાં શિપ બ્રેકિંગની કામગીરી લગભગ ઠપ્પ થઈ રહી છે.

અલંગમાં ઓક્સિજનનો જથ્થો પૂરતો નહિ મળતા કામગીરી ઠપ્પ

આ પણ વાંચોઃ પોરબંદર સિંચાઇ વિભાગમાં અપૂરતો સ્ટાફ, બરડા સાગર ડેમની કામગીરી ઠપ્પ

શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો જોઇન્ટ સેક્રેટરી હરેશ પરમારે ઓક્સિજન ઘટ બાબતે આપી જાણકારી

અલંગ શિપ યાર્ડમાં વપરાશ થતા ઓક્સિજનના ઘટ બાબતે શિપ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશન(ઇન્ડિયા)ના જોઇન્ટ સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું હતું કે, જહાજ બ્રેકિંગ માટે ઓક્સિજન અનિવાર્ય છે, પરંતુ કોરોનાની મહામારીએ એવા સંજોગો ઊભા કર્યા છે કે, ઉદ્યોગો પહેલા માનવ જિંદગી બચાવવા માટે ઓક્સિજનની વધુ જરૂરિયાત છે. જેથી આ કપરા કાળમાં શિપ બ્રેકર્સે ઓક્સિજનનો જથ્થો પ્રથમ હોસ્પિટલને જ પહોંચે તેને પ્રોત્સાહન આપી સહકાર આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વધુ ઓક્સિજનની જરૂરિયાત માટે અન્ય રાજકોટ, મોરબી, જામનગરમાં પણ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થતાં ત્યાં પણ ઓક્સિજનના નાના બોટલ મળી રહે તે માટે પણ શિપ એસોસિએશન પ્રયાસ કરી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.