ETV Bharat / city

હું ભાવનગરનો પીરછલ્લા વૉર્ડ આ છે મારી વાત - Bhavnagar Ward No. 6

હું ભાવનગરનો પીરછલ્લા વોર્ડ નંબર 6 અને આ છે મારી વાત, મારા વોર્ડનું ગંગાજળિયા તળાવ નવું બન્યું છે. પાર્કિંગ માટે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવ્યું છે, પણ જૂનું બાંધકામ હોવાને કારણે ટ્રાફિક સમસ્યા યથાવત છે. સાથે મારા વોર્ડમાં મુખ્ય બજાર અને શાકમાર્કેટ હોવાથી કચરો ઉપાડવાને પગલે દુકાનદારો રોષ વ્યકત કરતા રહ્યા છે. મારા વૉર્ડમાં પાણી, ગટર જેવી નાની મોટી સમસ્યાઓ છે.

પીરછલ્લા વૉર્ડ
પીરછલ્લા વૉર્ડ
author img

By

Published : Feb 3, 2021, 6:47 PM IST

  • વર્ષ 1982થી વૉર્ડ નંબર 6 ભાવનગર શહેરનો હિસ્સો
  • આ વૉર્ડમાં કુલ 44,024 જેટલા મતદારો
  • નવા સીમાંકન બાદ આ વૉર્ડમાં મહિલા કોલેજ સર્કલનો સમાવેશ થયો

ભાવનગરઃ મહાનગરપાલિકાની સ્થાપના 1982મા થઈ અને મારૂ સર્જન પીરછલ્લા વોર્ડ તરીકે થયું. હું 1982થી ભાવનગર શહેરનો હિસ્સો છું, મારો વૉર્ડ ક્રમાંક હાલમાં 6 છે, જ્યારે 2015 માં સીમાંકન સમયે મારો ક્રમાંક 5 હતો, પણ હવે ફરી સીમાંકન થતા મારો ક્રમાંક હવે 6 થઈ ગયો છે. મારા વિસ્તારમાં પ્રવેશ માટે લાકડીયા પુલ થઈને સીધું મારી બજાર એટલે શહેરની મુખ્ય બજારમાં આવી શકાય છે.

પીરછલ્લા વૉર્ડ
પીરછલ્લા વૉર્ડ

ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 માંથી 4 બેઠકો ભાજપના ફાળે

મારા વોર્ડમાં 22,121 પુરુષો અને 21,803 મહિલા મતદારો મળી કુલ 44,024 જેટલા મતદારો આવેલા છે. મારા વૉર્ડમાં નવા સીમાંકન બાદ મહિલા કોલેજ સર્કલનો સમાવેશ થયો છે. મારા વૉર્ડમાં મતદારોનો મિજાજ ભાજપ વિચારધારા વાળો હોય એવુ લાગી રહ્યું છે. મારા વિસ્તારમાં લઘુમતી સમાજનો મોટો હિસ્સો હોવા છતાં કોંગ્રેસને એક બેઠક મળી નથી. મારા વૉર્ડમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4 માંથી 4 બેઠકો ભાજપના ફાળે ગઈ હતી. 2015ની ચૂંટણીમાં પણ મોદી મેજીક વચ્ચે મારા મતદારોએ ચારમાંથી ભાજપને તમામ બેઠક આપી હતી. મારા વિસ્તારમાં પછાત અને મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે. મારા વોર્ડમાં જુના રહેણાંકી મકાનો અને શહેરની મુખ્ય બજાર આવેલી છે.

પીરછલ્લા વૉર્ડ
પીરછલ્લા વૉર્ડ

મારા વૉર્ડમાં ક્યાં વિસ્તાર જાણીતા

  • ઘોઘાગેટ ચોક
  • નવાપરા સર્કલ
  • હલુરિયા ચોક
  • મહિલા કોલેજ સર્કલ
  • ગંગાજળિયા તળાવ
  • બાર્ટન લાઈબ્રેરી
    પીરછલ્લા વૉર્ડ
    પીરછલ્લા વૉર્ડ

મારા વૉર્ડમાં અનેક પ્રાથમિક સમસ્યાઓ

હું પીરછલ્લા વૉર્ડ અને મારા વોર્ડમાં વસે છે રોજનું કમાઈને રોજનું પેટ ભરનારા ગરીબ વર્ગના લોકો અને નોકરી તેમજ વ્યવસાય કરતા લોકો. મારા વોર્ડમાં પ્રાથમિક સમસ્યાઓ પાણી, ગટરની તેમજ કચરાની છે. કારણ છે જૂની લાઈનો હોવાને કારણે સમસ્યાઓ ઉભી થાય છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે અને પાણી માટે ટેન્કર પર મંગાવવા પડે છે. મારા વિસ્તારમાં મુખ્ય બજાર હોવાથી ટ્રાફિક સમસ્યા રહે છે જોકે, પાર્કિંગ બનાવવામાં આવ્યું છે.

ગંગાજળિયા તળાવ
ગંગાજળિયા તળાવ

ગંગાજળિયા તળાવનો 10 કરોડના ખર્ચે વિકાસ અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું

ભાજપ અને કોંગ્રેસના બંને નગરસેવકો હોવા છતાં પ્રાથમિક સમસ્યા સામે આવી રહી છે. નગરસેવકોએ બ્લોક, રસ્તા વગેરે નખાવ્યા છે, ત્યારે મારા વૉર્ડમાં તમામ નગસેવક ભાજપના છે, રસ્તાઓ સરસ છે. નાના વિસ્તારોમાં નગરસેવકો બ્લોક, રસ્તામાં પોતાની ગ્રાન્ટ વાપરી ચુક્યા છે, એવામાં પ્રાથમિક ધોરણે કામો થયા છે. સૌથી મોટા કામ ગંગાજળિયા તળાવનો 10 કરોડના ખર્ચે વિકાસ અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. મેયર છેલ્લા અઢી વર્ષની ટર્મમાં મારા વોર્ડના હતા, જેને પણ અંગત રસ લઈને કામ કર્યા છે જે નજરે ઉડીને વળગે છે.

હું ભાવનગરનો પીરછલ્લા વૉર્ડ આ છે મારી વાત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.