ETV Bharat / city

દ્વારકાના જીતેલા ઉમેદવાર અને પ્રમુખ માટે ભાવનગરમાં સરઘસ સાથે સન્માન - ધરમશી ધાપા

ભાવનગર શહેરમાં વર્ષોથી ત્રીજો વિકલ્પ બનીને સત્તામાં આવવા કોશિશ કરતા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને ભાવનગર નહી પણ દ્વારકા નગરપાલિકામાં જીત મળી છે, ત્યારે જીતેલા ઉમેદવાર રાષ્ટ્રીય પ્રમુખ ધરમશી ધાપાનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરઘસ કાઢવામાં આવ્યું હતું.

જીતેલા ઉમેદવારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું

author img

By

Published : Mar 8, 2021, 10:03 PM IST

  • વ્યવસ્થા પરિવર્તન પાર્ટીને દ્વારકા નગરપાલિકામાં મળી જીત
  • જીતેલા ઉમેદવારનું કરાયું સન્માન
  • જીતેલા ઉમેદવારનું સરઘસ કાઢવામાં આવ્યું હતું

ભાવનગર: જિલ્લાની સ્થાનિક વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ ભાવનગરમાં એક પણ બેઠક મળી નથી, પણ ગુજરાતના દ્વારકામાં નગરપાલિકામાં સત્તા હાંસલ કરનાર ઉમેદવારોનું સન્માન ભાવનગરમાં કરવામાં આવ્યું હતું. વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના પ્રમુખની હાજરીમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: જામનગરમાં સાંસદ પૂનમ માડમે કાઢ્યું ભવ્ય વિજય સરઘસ

સ્થાનિક પાર્ટીનો અન્ય જિલ્લામાં પરચમ

ભાવનગરમાં ધારાસભ્ય, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં હંમેશા પોતાના ઉમેદવારો ઉભા રાખે છે, ત્યારે પાંચ વર્ષ કરતા વધુ સમયની પાર્ટીએ ભાવનગર નહી પણ દ્વારકા નગરપાલિકામાં પોતાની જીત મેળવી છે. 24 બેઠકની નગરપાલિકામાં 12 બેઠકો વ્યવસ્થા પરિવર્તન પાર્ટીએ જીત મેળવી છે. જ્યારે ભાજપ કોંગ્રેસના ફાળે 6 અને 7 જેવી બેઠક ગઈ છે. એવામાં કોંગ્રેસે ટેકો આપતા વ્યવસ્થા પરિવર્તન પાર્ટી નગરપાલિકામાં પોતાની સત્તા ભોગવશે તેમ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ધરમશીભાઈ ધાપાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભાજપના ગઢમાં અરવિંદ કેજરીવાલનું શક્તિ પ્રદર્શન

પાર્ટીની જીતની ખુશી ભાવનગરમાં સરઘસથી કેમ...?

ભાવનગરમાં ત્રીજો પક્ષ બનીને આવેલી આમ આદમી પાર્ટી પહેલાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી અગાઉથી હતી, ત્યારે હાલમાં 2021ની દ્વારકા નગરપાલિકામાં 24 બેઠક પર 12 બેઠક પર જીત મેળવનાર ઉમેદવારો ભાવનગર આવ્યા હતા અને તેનું એક સરઘસ શહેરની વૈશાલી ટોકીઝથી કરચલિયા પરા વિસ્તારમાં થઈ અન્ય વિસ્તારમાં કાઢવામાં આવ્યું હતું. પાર્ટીના આ સરઘસ પાછળનું એનાલિસિસ કરવામાં આવે તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ભાવેણાવાસીઓમાં પોતાની કક્ષા સમજાવાની કોશિશ છે. જેથી આગામી ચૂંટણીમાં તેનું ફળ ચાખી શકાય. જો કે જોવા જઈએ તો, હાલની ચૂંટણીમાં પણ 2200થી વધુ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવારોને મત મળેલા છે, જ્યારે ઓછામાં ઓછા 500થી 700 જેટલા મત મેળવ્યા છે. જો લોકોનો સાથ મળે તો આ પાર્ટી ત્રીજા પક્ષ તરીકે આગામી દિવસોમાં ભાગ ભજવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.