ભાવનગર: હોલીકાદહનમાં (Holika Dahan 2022) માત્ર નવદંપતીને પ્રદક્ષિણાથી લાભ નથી થતો, પરંતુ જ્યોતિષ પ્રમાણે 12 રાશિઓ માટે અલગ-અલગ ફાયદાઓ છે. હોલીકાદહન સમયે કેટલાક મંત્રો બોલવાથી (holi tantra mantra)અને ઉપાયો કરવાથી આર્થિક લાભ સહિતના લાભ થાય છે.
હોલિકાદહન વખતે કયો મંત્ર બોલવો-વર્ષ 2022 અને ગુજરાતી વર્ષ (Holi in Gujarati year)એટલે સવંત 2078 પ્રમાણે ફાગણ સુદ પૂર્ણિમા અને 17 માર્ચના રોજ ગુરુવારના હોળીનો તહેવાર છે. હોલીકાદહન સમયે ૐ હોલીકાયે નમઃ બોલવાથી ઘણો ફાયદો થાય છે.
આ પણ વાંચો: હોળિકા પૂજનમાં આ 10 વાતોનું રાખો ધ્યાન
હોલીકાદહનમાં 12 રાશીના જાતકોએ શું કરવું જેથી તેમને ફાયદો થાય?
સિંહ રાશિ - સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. હોલીકાદહન સમયે હોળીમાં ઘઉં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે.
કર્ક રાશિ - કર્ક રાશિના સ્વામી ચંદ્ર છે. હોલીકાદહન (holi zodiac sign) સમયે હોળીમાં ચોખા હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે.
મેષ/વૃશ્ચિક રાશિ - મેષ/વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ છે. ઘઉં અને જવથી હોળી (holi celebration in bhavnagar)માં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. દરિદ્રતા દૂર થાય અને ઉત્તમ ફળ મળે છે.
આ પણ વાંચો: હરિયાણાના એક ગામમાં 160 વર્ષથી નથી ઉજવાતી હોળી
મિથુન/કન્યા રાશિ - મિથુન/કન્યા રાશિના સ્વામી બુધ છે. લીલા મગના દાણા હોલીકાદહન (holi in gujarat) સમયે હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. સરકારી ક્ષેત્રે પણ વિજય મેળે છે.
મીન/ધન રાશિ - મીન/ધન રાશિના સ્વામી ગુરુ છે. ચણાદાળ અથવા ચણા હોલીકાદહન સમયે હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે અને આખું વર્ષ સુખાકારી મળે છે.
વૃષભ/તુલા રાશિ - વૃષભ/તુલા રાશિના સ્વામી શુક્ર છે. ચોખા અને દાળિયાની દાળ હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે.
મકર/કુંભ રાશિ - મકર/કુંભ રાશિના સ્વામી શનિ છે. કાળા તલ અને અડદ હોળીમાં હોમવાથી અને પ્રદક્ષિણા કરવાથી લાભ થાય છે. મકર/કુંભ રાશિએ રાહુ માટે - સુકુ નારિયેળ હોમી પ્રદક્ષિણા કરતા દરિદ્રતા અને દુઃખ દૂર થાય છે.