- ભાવનગરમાં કરવામાં આવી કૃષિ કાયદાઓની હોળી
- ગામ-જિલ્લામાં જોવા મળ્યો વિરોધ પ્રદર્શન
- કૃષિ કાયદાના કાગળની હોળી કરી
ભાવનગર: ભાવનગર જિલ્લા સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં મજૂરો અને ખેડૂતોને લગતા ત્રણ કૃષિ કાયદા અને લેબર કોડ કાયદાની હોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ ભાવનગર શહેરમાં ચાર સ્થળો અને જિલ્લામાં અનેક ગામડાઓમાં યોજવામાં આવ્યો હતો. હોળીના દિવસે સાંજે કાર્યક્રમ યોજીને સિટુ અને કિસાન સભા સહિતની સંસ્થાઓએ કેન્દ્ર સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. ભાવનગર જિલ્લા સહિત અન્ય ગુજરાત ત્રણ કૃષિ કાયદા અને લેબર કોડનો વિરોધ કરવામાં આવ્યો હતો. કિસાન મોરચા,સિટુ અને અન્ય સંસ્થાઓએ જોડીને સૂત્રોચ્ચાર પોકારીને કાયદાના કાગળની હોળી કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોએ જાતે કરી કેનાલની સફાઈ
ભાવનગર સહિત ક્યાં કરાયો વિરોધ કાયદાનો
ભાવનગર શહેરમાં આવેલા ગુજરાત યુનિયન ટ્રેડ એટલે સિટુ અને ગુજરાત કિસાન સભા સહિત અન્ય સંસ્થાઓ દ્વારા કેન્દ્ર સરકારના કૃષિ કાયદા અને લેબર કોડને પગલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. સૂત્રોચ્ચાર પોકારીને સરકાર આમે વિરોધ કરીને કૃષિ કાયદા અમે લેબર કોડના કાગળની હોળી કરવામાં આવી આવી હતી. આ પ્રસંગે સીપીએમ અને સિટુના નેતા અરુણ મહેતાની ઉપસ્થિતિમાં હોળી કાગળઓની કરવામાં આવી હતી.
આ પણ વાંચો : કોવિડ-19 રાહત પેકેજ: ભાડુત ખેડુતો ( ભાગીયા) ફરી એકવાર બાકી રહ્યા છે
ભાવનગરમાં ક્યાં કરાઈ હોળી અને શું વિરોધ
ભાવનગર શહેરના કુંભારવાડા, ખેડૂતવાસ,કરચલિયા પરા જેવા પછાત વિસ્તારમાં કૃષિ કાયદાની હોળી કરાઈ હતી તો જિલ્લામાં પણ સિહોર,કોળિયાક અને હાથબ ગામમાં કાગળઓની હોળી અને સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા. આ સિવાય ગુજરાતમાં 10 જિલ્લામાં કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. જેમાં ઉપલેટા,જૂનાગઢ,પાદરા,વડોદરા,વીંછીયા,અરવલ્લી,સાબરકાંઠા,વલસાડ જેવા શહેરોમાં કાર્યક્રમ ગુજરાત કિસાન સભા,ખેડૂત એકતા મંચ અને કિસાન ક્રાંતિ સંગઠન અને સિટુના સહોયોગથી યોજાયો હતો જેમાં મોટી સંખ્યમાં મજૂર અને ખેડૂત વર્ગ હાજર રહ્યો હતો.