ETV Bharat / city

Hashish seized in Bhavnagar : ભાવનગર SOG પોલીસ દ્વારા 42 કિલો ગાંજા સાથે 2ની કરી ધરપકડ - ભાવનગર SOG પોલીસ

ભાવનગર શહેર જિલ્લામાં ગાંજા (Hashish seized in Bhavnagar) સાથે ગેરકાયદેસર ધંધો કરનાર ઝડપાતા રહ્યા છે, ત્યારે ભાવનગર SOG પોલીસને મળેલી બાતમીના વોચ ગોઠવતા બે શખ્સો ગાંજા સાથે ઝડપાયા હતા.

Hashish seized in Bhavnagar : ભાવનગર SOG પોલીસે 42 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ

author img

By

Published : Feb 3, 2022, 9:26 AM IST

ભાવનગર: ભાવનગર SOG પોલીસે નારી ચોકડી ઉપર બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં બે શખ્સો ગાંજા (Hashish seized in Bhavnagar) સાથે ઝડપાયા હતા. પોલીસને મળેલી સફળતાને લઈને ગાંજાના ધંધો કરનારના શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: વાંકાનેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

SOG પોલીસને મળી બાતમી

ભાવનગર SOG પોલીસને બાતમી મળી હતી કે રતનપર ગામે રહેતા મનસુખ પરમાર અને પાંચા પરમાર બંન્ને જણા ગાંજાનો મોટો જથ્થો લઈને નારી ચોકડી આવવાના છે, જે બાતમીના આધારે ઓપરેશન ગોઠવી નારી ચોકડી ખાતે વોચ રાખવામાં આવી હતી. વોચ દરમિયાન બે શખ્સો ઝડપાઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન ઉપરથી 202 કિલો ગાંજો ઝડપાયો

કુલ રૂપિયા 4,37,400 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

SOG પોલીસે વોચ દરમિયાન આરોપી મનસુખ પરમાર અને પાંચા પરમાર કુલ ગાંજો 42 કિલો 510 ગ્રામ કિલો રૂપિયા 4,25,100 અને મોબાઇલ ફોન ૨ કિલો રૂપિયા 1000 તથા રોકડ રૂપિયા 11,300 વગેરે મળી કુલ રૂપિયા 4,37,400 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. બંને આરોપીઓ સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ મહાવિરસિંહ દિલીપસિંહ ગોહિલે ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો. આગળની તપાસ વરતેજ પોલીસ ચલાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.