ETV Bharat / city

Harsh Sanghvi Visit Palitana: હર્ષ સંઘવી પાલીતાણાની મુલાકાતે, કહ્યું રાજ્યમાં લવ જેહાદ જેવા કિસ્સાની અમને જાણ કરો

ભાવનગરની જૈન નગરી પાલીતાણામાં (Harsh Sanghvi Visit Bhavnagar) એક માસ પૂર્વે બે દીકરીઓને ભગાડી જનારા વિધાર્મીઓના પ્રયાસ બાદ પોલીસ ફરિયાદ અને ધરપકડના દૌર વચ્ચે ભાવનગર આવેલા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ દીકરીઓના પરિવારજનોની મુલાકાત (Harsh Sanghvi Statement On Love Jihad) લીધી હતી. સાથે જ કડક ભાષામાં જણાવ્યું હતું કે, આવા કિસ્સામાં અમને જાણ કરો.

Harsh Sanghvi Visit Palitana
Harsh Sanghvi Visit Palitana
author img

By

Published : Jan 3, 2022, 7:47 AM IST

ભાવનગર: ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) ભાવનગર બાદ પાલીતાણાની મુલાકાત દરમિયાન એક માસ પૂર્વે વિધર્મી યુવાનો દ્વારા હિન્દુ ધર્મની બે દીકરીઓને ભગાડી જવાનો જે બનાવ બન્યો હતો તે સંદર્ભમાં બન્ને દીકરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી.

હર્ષ સંઘવીએ પાલીતાણાની મુલાકાતે

ગૃહ રાજ્યપ્રધાને બનાવ મામલે શું કહ્યું ?

આ મુલાકાત બાદ તેમણે મીડિયા સાથેની મુલાકાતમાં હર્ષ સંઘવીએ (Harsh Sanghvi Visit Palitana) જણાવ્યું કે, ફરેબ દ્વારા લગ્નની લાલચ આપીને આવા આવારાં યુવકો દ્વારા રાજ્યની ભોળી દીકરીઓને ફસાવવાના પ્રયત્નોને કોઈપણ કાળે ચલાવી લેવાશે નહીં. બન્ને દીકરીના પરિવારની પરિસ્થિતિ અને ખાસ કરીને બન્નેના પિતાની આંખોમાં જે એક પ્રકારનો ગમ હતો તે ઘણું બધું કહી જાય છે.

પોલીસની કામગીરી વખાણી તો વધુ ધરપકડની શક્યતા

આ બન્ને દીકરીઓને ભોળપણમાં ફસાવી ષડયંત્ર દ્વારા લગ્નની લાલચ આપીને (Harsh Sanghvi Statement On Love Jihad) તેમની સાથે જે ઘટના ઘટી છે તે સંદર્ભમાં તેઓના પરિવાર સાથે ચર્ચા કરી છે. બન્નેના પરિવારજનોએ ભાવનગર પોલીસે કરેલી કામગીરી માટે આભારની લાગણી પ્રગટ કરી હતી. પાલીતાણાના અનેક લોકોનો ફોન આવતા હતા અને આ પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવાય તેવી તેઓની ઈચ્છા હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસ દ્વારા બન્ને કેસમાં ઊંડાઈપૂર્વક જઈને તપાસ કરીને FIR દાખલ કરવામાં આવી છે. અનેક લોકોને પકડ્યા છે અને આવનારા દિવસોમાં હજી પણ ઘણાં લોકોની ધરપકડ થશે.

રાજ્યમાં લવજેહાદ કેસમાં થશે કડક કાર્યવાહી- ગૃહ રાજ્યપ્રધાન

રાજ્યમાં આ પ્રકારના કામ કરનાર યુવાનોને આ પ્રકારના ષડયંત્રોમાંથી બહાર રહેવાની ચેતવણી આપતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસના ધ્યાનમાં આવો કોઈપણ કેસ આવશે તો તેમાં કોઇપણ પ્રકારની છૂટછાટ આપ્યાં સિવાય કડક હાથે કામ લેવામાં આવશે. જો કોઈ તત્વો નામ બદલીને ભોળી દીકરીઓને ફસાવવાનો પ્રયત્ન કરતાં હોય તો તે અંગેની જાણકારી જાહેર જનતા અમારા સુધી પહોંચાડે. લવજેહાદના કિસ્સામાં રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક કડાકાઈ સાથે પગલાં લેશે.

આ પણ વાંચો: Surat Murder Case: સુરતના મહુવામાં પ્રેમીએ અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી કરી પ્રેમિકાની હત્યા

આ પણ વાંચો: Helicopter Joy Rides: અમદાવાદમાં શરૂ કરાઈ હેલિકોપ્ટર જોય રાઈડ્સ, રાજ્યપ્રધાન પૂર્ણેશ મોદીએ કરાવ્યો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.