- ભાવનગરની સર.ટી.હોસ્પિટલ વધુ એક વખથ વિવાદમાં
- ડાયાલીસીસના થયા ધાંધિયા
- દર્દીઓને પડી રહી છે મુશ્કેલી
ભાવનગરઃ શહેરની સર.ટી.હોસ્પિટલની બેદરકારીના કારણે ડાયાલીસીસના દર્દીઓ ઘણા સમયથી હાલાકી અને નુકસાન ભોગવી રહ્યા છે. ગરીબ દર્દીઓ ગામડામાંથી આવતા હોવા છતાં સ્થાનિક તંત્રની બેદરકારીથી દર્દીઓ પરેસાન છે, પરંતુ તંત્ર નથી ઉકેલ પણ નથી લાવતું અને દર્દીઓને સંતોષકારક જવાબ પણ નથી આપતું.
ડાયાલીસીસ સેન્ટરના ધાંધીયાથી લોકો પરેશાન
ભાવનગર સર.ટી.હોસ્પિટલમાં આવેલા ડાયાલીસીસ સેન્ટરમાં દર્દીઓને અઠવાડિયામાં ત્રણ વખત આવવું પડે છે, ત્યારે સર.ટી.હોસ્પિટલમાં રોજના આશરે 30 દર્દીઓ આવી રહ્યા છે. દર્દીઓનો આક્ષેપ છે કે, ઈન્ટરનેટ હોતું નથી અથવા સોફ્ટવેર નથી અને ક્યાં તો કોમ્પ્યુટર બગડ્યું છે તેવા જવાબો આપીને દર્દીઓને પરેશાન કરવામાં આવે છે. આ અંગે રજૂઆત કરવા છતાં તંત્ર કશું કરતું નથી.
દર્દીઓની હાલાકી નુકસાન
ડાયાલીસીસ સેન્ટરમાં આવતા દર્દીઓને મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ બાદ હવે આયુષમાન ભારત કાર્ડ નીચે એક વખત હોસ્પિટલ આવે એટલે 2300 જેવી કિંમત સરકાર આપે છે. જેમાં 300 રૂપિયા દર્દીને ભાડાના હોઈ છે, પરંતુ અહીંયા આવતા ઈન્ટરનેટ હોઈ નહીં અથવા કોમ્પ્યુટર બંધ હોઈ જેથી પૈસા મળતા નથી અને દર્દીઓને કલાકો સુધી બેસીને પરત થવું પડે છે. એટલે સરવાળે નુકસાન દર્દીઓને ભાડાનું થઈ રહ્યું છે.
તંત્રએ કર્યો લૂલો બચાવ
સર.ટી.હોસ્પિટલમાં હાલ સુપરિટેન્ડન્ટ રજા પર હોવાથી ઇન્ચાર્જમાં ડૉ પરીખ છે. જેમણે ડાયાલીસીસ મુદ્દે જણાવ્યું હતુ કે, હું તો આજનો દિવસ છું. સોમવારથી સુપરિટેન્ડન્ટ આવી જશે અને આવી કોઈ ફરિયાદ મળી નથી હશે તો પ્રશ્ન હલ કરશું.