ભાવનગર : વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની(Gujarat Assembly Election 2022) છે, જેને ધ્યાને રાખીને NCP દ્વારા આજે એક સંમેલનનું(NCP convention was held) આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં ભાજપ સરકાર વિરુદ્ધ આગામી વિધાનસભા ચૂંટણીમાં NCP પાર્ટી દ્વારા પોતાના ઉમેદવાર ઉતારવા તેમજ ચૂંટણી જીતવા ઘરે ઘરે મતદારોનો મત મેળવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે. વિધાનસભા તેમજ લોકસભામાં 50 ટકા મહિલા ઉમેદવારો મેદાને ઉતારશે.
NCP કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે
NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણી માટે 50 ટકા મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જે માટેની તૈયારીઓ ચાલું કરવામાં આવી છે, તેમજ NCP કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, સરકારે લોકસભામાં જે પ્રમાણે સતાના જોરે મહિલા અનામત બિલને અટકાવવામાં આવ્યું છે જે ખુબજ નીંદનિય બાબત છે. આગામી વિધાનસભા માટે ચૂંટણી માટેના ઉમેદવાર માટે 50 ટકા મહિલા ઉમેદવારની જાહેરાત તેમજ ચૂંટણી જીતવા અને લોકસભામાં અટકી પડેલ મહિલા અનામત બિલને પાસ કરવવા NCP દ્વારા ઘરે ઘરે જઇ મહિલાઓ સાથે સંપર્ક કરી બિલ પાસ કરાવવા માટેના ઝુંબેશની શરૂઆત કરવામાં આવશે.
ભાજપે ખેડૂતો સાથે અન્યાય કર્યો : NCP નેતા
NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલે જણાવ્યું હતું કે, આગામી વિધાનસભામાં ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભીખા જાજડિયા ચૂંટણી લડશે. ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ભાજપ સરકાર દ્વારા માત્ર ને માત્ર વિકાસની ખોટી વાતો કરી લોકોને ભરમાવામાં આવી રહ્યા છે. ભાજપે બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી તેમજ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે.
આ પણ વાંચો : UP Assembly Election 2022: કોવિડ નિયમોના ઉલ્લંઘન પર ચૂંટણી પંચે 24 કલાકમાં સપા પાસેથી માંગ્યો જવાબ
આ પણ વાંચો : UP Assembly Election 2022: PM મોદી 18 જાન્યુઆરીના વારાણસીથી BJP કાર્યકરો સાથે કરશે સંવાદ