ETV Bharat / city

Greenhouse Farming: કોઈપણ સીઝનમાં અનુકૂળ તાપમાન મેળવી પાક લઇ શકાય તેવા ગ્રીનહાઉસનું નિર્માણ કરતા વિદ્યાર્થી - Greenhouse Farming

આપણાં દેશમાં ખેડૂતને સમૃદ્ધ બનાવવા તરફનું સંશોધન કે કાર્ય ખૂબ ઓછી માત્રામાં થાય છે. ભાવનગરના જ્ઞાનમંજરી કોલેજના વિદ્યાર્થીઓએ છ માસ પહેલાં ગામડાની મુલાકાત લીધી અને ખેડૂતોને પાકમાં ફરતા વાતાવરણ અને તાપમાનની સમસ્યા જાણવા મળી ત્યારે ખેડૂતની સમસ્યા હલ કરવા વિદ્યાર્થીઓએ એક સ્માર્ટ ગ્રીનહાઉસ (Greenhouse Farming) નિર્માણ કર્યું છે.

Greenhouse Farming: કોઈપણ સીઝનમાં અનુકૂળ તાપમાન મેળવી પાક લઇ શકાય તેવા ગ્રીનહાઉસનું નિર્માણ કરતા વિદ્યાર્થી

author img

By

Published : Oct 16, 2021, 8:42 PM IST

  • જ્ઞાનમંજરી કોલેજના ઇલેક્ટ્રિક વિભાગના વિદ્યાર્થીનું ખેતી માટે ગ્રીનહાઉસનું સંશોધન
  • પંખા,ફુવારા,લાઇટિંગ,આલાર્મ સહિતની ઓટોમેટિક સિસ્ટમવાળું ગ્રીનહાઉસ વિકસાવ્યું
  • પાકને અનુરૂપ ગ્રીનહાઉસ બનાવવામાં આવ્યું જે પાકને અનુકૂળ વાતાવરણ યથાવત રાખશે

ભાવનગરઃ ખેતી ભારતની મૂળ આજીવિકા છે ત્યારે ખેતી પ્રત્યે થતા સંશોધન કેટલા સફળ અને કેટલા સંશોધન થતા હોય છે. આ દિશામાં લગભગ ખૂબ ઓછા સંશોધન થયા હશે. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના નવયુવાનોને ગામડાની મુલાકાત દરમ્યાન ખેડૂતોની ખેતીની સમસ્યા સામે આવતા એક ગ્રીનહાઉસનું (Greenhouse Farming) નિર્માણ કર્યું છે.

કોલેજના ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓને દરેક સીઝનની ખેતી માટે વિચાર આવ્યો

ભારત ખેતીપ્રધાન દેશ હોઈ અને અલગ અલગ રાજ્યોના અલગ અલગ વિસ્તારમાં વાતાવરણ આધારિત ધાન્ય અને અન્ય પાકોનું વાવેતર કરીને ઉત્પાદન મેળવવામાં આવતું હોય છે. ભાવનગરની જ્ઞાનમંજરી કોલેજના ઇલેક્ટ્રિકલ વિભાગના વિદ્યાર્થીઓ ગામડાની છ મહિના પહેલાં મુલાકાતે ગયાં હતાં. ગામડામાં ખેડૂતોને વધુ પડતા તાપમાન અને નીચે ઉતરી જતા તાપમાનના પગલે પાક મેળવવામાં પડતી હાલાકીથી વાકેફ થયા હતાં. ઇલેક્ટ્રિકલ વિભાગના ચારથી પાંચ વિદ્યાર્થીઓએ બાદમાં એક ગ્રીનહાઉસ બનાવવાનો વિચાર કર્યો અને તેના પર કામ કરીને સફળતા મેળવી છે. જો કે હાલમાં બનાવેલા ગ્રીનહાઉસને (Greenhouse Farming) નાના મોડલ સ્વરૂપે બનાવાયું છે.

વિદ્યાર્થીઓએ છ માસ પહેલાં ગામડાની મુલાકાત લીધી અને સમસ્યા જાણી હતી

વિદ્યાર્થીઓએ બનાવેલા ગ્રીનહાઉસ કઈ રીતે કામ કરશે

વિદ્યાર્થીઓએ Greenhouse Farmingનો એક ડેમો બનાવ્યો છે. ખેતીમાં પાકને અનુકૂળ ગરમીની જરૂરિયાત હોય છે. ગરમી કાબૂ કરવા માટે પંખા મુકવામાં આવ્યાં છે અને ઓટોમેટિક બારીઓ મુકવામાં આવી છે સાથે ફુવારા પણ મુકવામાં આવ્યાં છે. તાપમાન ઘટી જાય અને ભેજનું પ્રમાણ વધે તો લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તાપમાન જાળવી શકાય છે. આ સિવાય ગ્રીનહાઉસમાં આગ લાગે તો ઓટોમેટિક ફુવારા રક્ષણ આપે છે અને અજાણ્યું કોઈ પ્રવેશ કરે તો એલાર્મ રાખવામાં આવ્યું છે. આ ગ્રીન હાઉસ દરેક સીઝનમાં પાક ફેલ થવા દેતું નથી અને સફળ બનાવે છે.

વાસ્તવિક ખર્ચમાં ફાયદો

ખેતીમાં વિદ્યાર્થીએ બનાવેલા ગ્રીનહાઉસને (Greenhouse Farming) જમીન પર ઉતારવામાં આવે તો હાલમાં જે ગ્રીનહાઉસ બનાવવામાં આવે છે એટલા જ ક્ષેત્રમાં આ ગ્રીનહાઉસ બને છે. વિદ્યાર્થીના મતે આશરે 20,000ર જેવી કિંમતમાં તૈયાર થઈ જાય છે. સવાલ એ કે વીજળી કેટલી ઉપયોગમાં આવે તો કદાચ પીજીવીસીએલની વીજળી પ્રમાણે એક એલઇડી ટીવીમાં વીજળીનું પ્રમાણ જોઈએ તેટલું રોજ ગ્રીનહાઉસને જરૂર પડે છે. પરંતુ વાતાવરણ ઊંચું કે નીચું જાય તો જ ઓટોમેટિક પંખા કે ફુવારા કે લાઇટિંગ થાય છે ત્યાં સુધી નહી. એટલે કે ગ્રીનહાઉસ બન્યા પછી તેવું જરૂરી નથી કે તેનાથી રોજ વીજ વપરાશ થાય અને ગ્રીનહાઉસ ચાલે. જ્યારે ખેતરમાં તો સોલાર હોય તો ખેડૂતને વીજ ખર્ચ નહિવત થઈ જશે.

આ પણ વાંચોઃ ગ્રીન હાઉસ ગેસની વિપરીત અસરો તાપમાનમાં કરી રહી છે વધારો

આ પણ વાંચોઃ Education: ભાવનગરમાં પ્રવૃત્તિ શિક્ષણ આપતાં શિક્ષકોની ક્ષમતા અને ભાવ થકી સરકારી શાળામાં બાળકોમાં ઉત્સાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.