ETV Bharat / city

ભાવનગર શહેરની આ સરકારી શાળા સોલાર અને એસીથી સજ્જ બનશે : સરકારના એક પણ રૂપિયાના ખર્ચ વગર - ભાવનગરની શાળામાં એસી અને સોલારની સગવડ

ભાવનગર શહેરમાં એસીમાં અભ્યાસ કરતા બાળકો લાખોપતિ કે કરોડપતિના બાળકો હોય છે. હવે વિચારો કે ખાનગી શાળા જેવું ભૌતિક સુખ મફતમાં સરકારી શાળાના બાળકોને મળે તો ? હા શહેરની શાળા નંબર 13 સોલાર પેનલ અને બાદમાં એસીથી સજ્જ થવાની છે. શાળાએ હાલમાં તો નવીનીકરણ માટે ટાઇલ્સ,કલર ફર્નિચર વગેરે કરાવવાની શરૂઆત કરી છે અને આગામી દિવસોમાં સોલારનો આવેલો સામાન ફિટ થતા વીજ બિલ બચશે અને બાદમાં એસી પણ ફિટ થતાં ગરીબ બાળકો એસી શાળામાં અભ્યાસ કરશે. સોલાર માટે શાળાના આચાર્યએ દાતાશ્રીનો લાભ લીધો છે.

ભાવનગર શહેરની આ સરકારી શાળા સોલાર અને એસીથી સજ્જ બનશે : સરકારના એક પણ રૂપિયાના ખર્ચ વગર

author img

By

Published : Aug 25, 2021, 7:56 PM IST

  • ભાવનગરની સરકારી નગર પ્રાથમિક શાળા શહેરની પ્રથમ સરકારી સોલાર અને એસી શાળા બનશે
  • પ્રભુદાસ તળાવની એલ કે અડવાણી શાળા નંબર 13ના આચાર્યનો પ્રયાસ
  • સોલાર, એસી, ટાઇલ્સ, કલર અને ફર્નિચર એ વન કંપનીના નાખવામાં આવ્યાં
  • મફતમાં શાળામાં ભૌતિક સુખ વધારવા સોલાર અને એસી માટે દાતાના સહયોગથી વિકાસ

ભાવનગરઃ શહેરમાં મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 55 શાળાના 47 જેટલા બિલ્ડીંગો આવેલા છે. સરકાર શિક્ષકની ખામી શોધવામાં લાગી છે અને સજ્જતા સર્વેક્ષણ જેવી કસોટીઓ યોજી રહી છે. ત્યારે એવા પણ શિક્ષકો છે જેઓ સરકારની બચત કરવામાં અને ગરીબ બાળકોની સુખાકારી ભૌતિક વધારવા પણ કામ કરી રહ્યા છે. ભાવનગરની એક શાળા સોલાર શાળા પ્રથમ બનવા જઇ રહી છે અને તેથી એસીની પણ મંજૂરી મળી ગઈ છે.

ભાવનગરની શાળાઓમાં હાલની સુવિધા અને કેટલા બિલ્ડીંગ

શાળાના ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 55 શાળાઓ છે જેમાં 8 બિલ્ડીંગ એવા છે જેમાં બે પાળીમાં શાળાઓ ચાલે છે એટલે એક બિલ્ડિંગમાં બે ભાગમાં શાળા ચાલે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભૌતિક સુવિધામાં કલાસ રૂમમાં પંખા, બેન્ચ અને વધુમાં હાલમાં સરકારના સ્માર્ટ કલાસ એક કે બે જોવા મળે છે. કેટલીક બિલ્ડિંગમાં શાળાના બિલ્ડીંગ જૂના અને ખખડધજ છે. આચાર્યોની મહેનતે કેટલીક શાળાઓ સ્વચ્છ અને સુવિધાસભર હોય છે પણ સૌથી શ્રેષ્ઠ શાળા કઇ તેવો પણ સવાલ આવે ત્યારે એક શાળાએ પ્રયત્ન કર્યો છે.

ભાવનગરની એક શાળા સોલાર શાળા પ્રથમ બનવા જઇ રહી છે અને તેથી એસીની પણ મંજૂરી મળી ગઈ છે

ભાવનગરની આ શાળા બનશે શ્રેષ્ઠ અને શહેરની પ્રથમ સોલાર શાળા અને સરકારી એસી શાળા

ભાવનગર શહેરના સૌથી પછાત કહેવાતા પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નમ્બર 13 શહેરની શ્રેષ્ઠ અને ભૌતિક સુખમાં વધારો કરી શહેરની પ્રથમ શ્રેષ્ઠ શાળા બનવા જઇ રહી છે. શાળાના આચાર્ય ભાવિનભાઈ મકવાણાએ દાતાશ્રીના આધારે સરકારને આર્થિક બચત કરાવી વિદ્યાર્થીના ભૌતિક સુખમાં વધારો કરવા પગલું ભર્યું છે. શાળા નમ્બર 13 આગામી બે માસમાં સોલાર શાળા બનશે અને ત્યાર બાદ એસી પણ શાળામાં આવશે એટલે 55 શાળામાંની એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ શાળા બનવાની છે.

શાળામાં દાતા કોણ અને શું આચાર્યએ કર્યું

ભાવનગર શહેરની સરકારી શાળાઓ ખાનગી શાળાઓ સામે કશું નથી. કારણ કે શહેરની ખાનગી શાળાઓમાં લાખોમાં ફી લઈને એસી રૂમ અને ભૌતિક સુવિધા આપવામાં આવે છે. ત્યારે સરકારી શાળામાં કોઈ પણ ફી વગર ગરીબ બાળકોને લાખો ફી વસૂલતી ખાનગી શાળા જેવી વ્યવસ્થા પ્રાપ્ત થાય તો ? પ્રભુદાસ તળાવમાં આવેલી શિક્ષણ સમિતિની એલ કે અડવાણી શાળા નમ્બર 13 પ્રયાણ કરી ચુકી છે આશરે 3 લાખના ખર્ચે સોલાર પેનલ દાતાના સહયોગથી નાખવામાં આવશે. આ શાળાને ગ્રીનસ્કૂલ બનાવવાનો પ્રયાસ છે. દરેક ક્લાસમાં 4 ફૂટ ટાઇલ્સ નાખવામાં આવી છે. દરેક કબાટ ગોદરેજ કંપનીના નાખવામાં આવ્યા છે. કલર પણ એશિયન પેઇન્ટનો દરેક ક્લાસમાં કરાવવામાં આવ્યો છે. સોલાર શરૂ થયા બાદ એસી ઉપયોગ કરવા મનપાની મંજૂરી મળી ગઈ છે. એસી અને સોલર તૈયાર છે બસ ફિટિંગ થાય અને ટાઇલ્સ નંખાઈ જાય એટલે શાળામાં ક્લાસમાં એસી રૂમ હશે. સોલાર પેનલ હોવાથી મનપાને લાઈટ બિલ પણ ભોગવવું નહીં પડે અને બાળકોને એસીની ભૌતિક સુવિધા મળશે. શાળાની લાઇબ્રેરીમાં કન્યાઓ માટે માસિક પેડ માટેનું પણ મશીન મુકવામાં આવ્યું છે જેમાં એક રૂપિયામાં પેડ પણ મળી રહેશે.

આ પણ વાંચોઃ ભાવનગર શહેરમાં 45 વર્ષથી અભ્યાસના જૂના પુસ્તકોની બજાર ગરીબો માટે આશીર્વાદરૂપ, પુસ્તકો મળે છે અડધા ભાવે

આ પણ વાંચોઃ ભાવનગરમાં શિક્ષકોને વિદ્યાર્થી બનાવીને સજ્જતાના નામે સર્વેક્ષણ કરવાના સરકારના કાર્યક્રમનો ફિયાસ્કો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.