- ભાવનગર શહેરમાં આવેલી ગંગાદેરી છે પ્રેમનું પ્રતીક
- 1893માં ગંગાદેરીનું થયું હતું નિર્માણ
- 1948માં ગંગાદેરીને સરકાર હસ્તક સોંપાઈ
- સરકારે ગંગાદેરીનો રક્ષિત સ્મારકમાં કર્યો સમાવેશ
ભાવનગરઃ શહેરમાં ગંગાદેરીનું નિર્માણ મહારાજા તખ્તસિંહજીએ રાણી સાહેબાના સ્મરણમાં કરાવ્યું હતું. પરંતુ રજવાડા બાદ આવેલી સરકારમાં માત્ર ઉપેક્ષા સિવાય કશું થયું નથી. ત્યારે હવે ગંગાદેરીની કાળજી લેવા માટે કોને સોંપવામાં આવી છે કમાન ? શુ જેને સોંપાઈ જવાબદારી તે નિભાવશે ખરા ? ભાવનગરની ગંગાદેરીને શહેરની ઓળખાણ કહી શકાય, ગંગાદેરીના ઇતિહાસમાં પ્રેમ છુપાયેલો છે. ત્યારે તાજમહલની પ્રતિકૃતિના દર્શન કરાવતી ગંગાદેરીની આખરે ઉપેક્ષા કેમ ? શુ છે ગંગા દેરી ? તેની જાળવણીમાં ઉપેક્ષાનું કારણ શું ?
ભાવનગરમાં પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ ? ભાવનગર શહેરમાં આવેલી ગંગાદેરીનો ઇતિહાસમાં પ્રેમ 1875માં મહારાજા તખ્તસિંહજીના રાણી સાહેબે રાજવી પરિવારને વારસારૂપે દીકરાને જન્મ આપ્યો હતો. જે ભાવસિંહજીના જન્મ બાદ રાણી સાહેબા દેવલોક પામ્યા હતા. ત્યારે બાદ મહારાજા તખ્તસિંહજીએ રાણી સાહેબાની યાદમાં 1893માં ગંગાદેરીનું નિર્માણ કર્યું હતું. મહારાજા સાહેબનો રાણી સાહેબ પ્રત્યેના પ્રેમનું પ્રતીક ગંગાદેરી બની હતી. જે તળાવની વચ્ચે હતી અને ભાવનગરની ઓળખાણ બની ગઈ હતી.ભાવનગરમાં પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ ? ગંગાદેરીની વિશિષ્ટતા શુ હતી ? સરકારે શેમાં કર્યો સમાવેશ ?ગંગાદેરીનું નિર્માણ 1893માં થયું ત્યાર બાદ 1948માં સરકાર હસ્તક સોંપાઈ ગયું હતું. ગંગાદેરીમાં કોતરાયેલી આરસ પહાણમાં આકૃતિ તાજમહાલની આકૃતિને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી હતી. વર્ષો બાદ પણ ગંગાદેરી ભાવનગરની શાન છે, ગંગાદેરીમાં ગંગા માતાજીની મૂર્તિ પણ છે. સરકારે આરસ પહાણની બનેલી ગંગાદેરીનો રક્ષિત સ્મારકમાં સમાવેશ કર્યો છે. ભાવનગરમાં પ્રેમનું પ્રતીક અને શહેરની શાન છે ગંગાદેરી, છતાં વારંવાર ઉપેક્ષા કેમ ? ગંગાદેરીની ઉપેક્ષા કેમ ? શહેરની શાનની હવે કોને જવાબદારી ?ભાવનગરની ગંગાદેરી શહેરની શાન તો છે, પણ સરકાર હસ્તક થયા બાદ તેની ઉપેક્ષા થતી આવી છે. નગરપાલિકાની રચના અને કલેકટર કચેરી બન્યા બાદ ગંગાદેરી તળાવ વચ્ચે હતી. તળાવના કાંઠે આવી ગઈ એટલે સ્પષ્ટ છે રાજકરણમાં તળાવ ટૂંકું બની ગયું ચાલો તે પણ માન્યું પણ બાદમાં પણ આજે વિકાસની વાત કરતી ભાજપ સરકારમાં પણ તેનો રક્ષિત સ્મારકમાં સમાવેશ થતા ઉપેક્ષા થઈ રહી છે. ગંગાદેરીની બાજુની ફેનસિંગમાં દબાણ રોડ પર છે. ત્યારે એકબાજુ તળાવ અને બીજી બાજુ બસ સ્ટેન્ડ છે. ગંગાદેરીમાં દર વર્ષે વૃક્ષો ઊગી નીકળે છે, આથી ગંગાદેરીના આરસપહાણ નીકળી જાય છે. આમ છતાં જવાબદાર પુરાતત્વ ખાતાના આલા અધિકારી એક મુલાકાત પણ લેતા નથી. ત્યારે હવે પુરાતત્વ ખાતાએ મહનગરપાલિકાને જાળવણી અને સફાઈ માટેની જવાબદારી સોંપી છે.