ETV Bharat / city

ભાવનગરમાં છેલ્લા અઠવાડિયામાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું - ઉનાળાના ન્યૂઝ

ભાવનગર શહેરમાં ગરમીનો પારો છેલ્લા અઠવાડિયામાં ઉંચી સપાટી નજીક પહોંચી ગયો છે. 35 આસપાસ કે તેનાથી નીચે રહેતું તાપમાન 39 ડિગ્રીએ પહોંચતા ગરમી, તાપ અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. એક તરફ કોરોના કાળ અને બીજી તરફ વધતી ગરમી આથી કોરોના કાળમાં ઠંડા પીણાંની વધતી માંગથી કોરોનાને વેગ મળતો હોય છે. લોકોને બન્ને તરફથી પીસાવા જેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં વચ્ચેનો રસ્તો શોધવો એટલે કે માપસર રહેવું જરૂરી બની ગયું છે.

ડોક્ટરો આપી રહ્યા છે કાળજીની સલાહ
ડોક્ટરો આપી રહ્યા છે કાળજીની સલાહ
author img

By

Published : Mar 31, 2021, 4:48 PM IST

  • ભાવનગરમાં હીટવેવની આગાહી
  • છેલ્લા અઠવાડિયામાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ
  • ડોક્ટરો આપી રહ્યા છે કાળજીની સલાહ

ભાવનગર: શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ઉનાળાએ દેખા દીધા છે. પાંચ દિવસમાં પારો 35થી લઈને 39સુધી પહોંચતી જતા લોકોને ગરમીને કારણે બફારાનો સામનો કરવો પડી રહ્યો છે, તો બપોરના સમયે બહાર જતા તાપ સહન કરવો પડે છે. ડોક્ટરોએ પણ કાળજી લેવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં કોરોના કહેરની તાપમાનમાં વધારો

ભાવનગરમાં પાંચ દિવસમાં ગરમીનું વધેલું પ્રમાણ

ભાવનગર શહેર અને જિલ્લામાં ગરમીનો પારો 35 ડિગ્રી આસપાસ રહેતો હતો પણ છેલ્લા પાંચ દિવસમાં આપોઆપ ઉછાળો આવ્યો છે. તાપમાનનો પારો 35માંથી 39સુધી પહોંચ્યો છે. એક-એક દિવસ વીતતા ગયા અને ઉનાળો પોતાનો રંગ બતાવવા લાગ્યો છે. એક તરફ હિટવેવની આગાહી છે ત્યારે તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી જતા લોકોને બપોરના સમયે બહાર નીકળવામાં તકલીફ ઊભી થઈ છે.

ભાવનગરમાં હીટવેવની આગાહી

આ પણ વાંચો: ઉનાળો શરુ થતાં જ શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીઓના બજેટ ખોરવાયા

એક તરફ કોરોના અને બીજી તરફ ગરમી વચ્ચે ઠંડા પીણાં-શું ધ્યાન રાખશો..?

ભાવનગરમાં ગરમીના વધેલા પારાથી ગરમી અને બફારાથી બચવા ના છૂટકે લોકો ઠંડી ચીઝો તરફ વળી રહ્યા છે. ઠંડી સોડા, લીંબુ સોડા, શેરડીનો રસ જેવી ચીઝો પીવા લાગ્યા છે. શરીરમાં પાણી ઘટે નહી માટે ડોક્ટરો પાણી પીવાની સલાહ આપે છે તો સાથે કોરોના કાળ હોવાથી ઠંડુ ઓછું પીવા પણ જણાવી રહ્યા છે. ઠંડકથી કોરોના વાયરસને વેગ મળતો હોવાથી ગરમીમાં બચવા અતિ ઠંડુ લેવું ના જોઈએ એટલે કે મધ્યમ ઠંડક વાળી ચીઝો આરોગવી હિતાવહ છે. ખાસ કરીને લીંબુ શરબત, મોસંબીનો રસ વગેરે શરીરમાં પાણીનું સ્તર અને શરીરની શક્તિને જાળવી રાખે છે.

ભાવનગર દરિયા કાંઠો હોવાથી ભેજ વધ્યો અને બફારો પણ વધ્યો

ભાવનગર શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે રાત્રીનું તાપમાન પણ 21 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે, તો ભેજનું પ્રમાણ છેલ્લા 7 દિવસમાં 17માંથી 37 સુધી પહોંચી જવાથી ઘરમાં અને બહાર રહેવામાં લોકોને પરસેવાનો સામનો કરવો પડે છે. ઘરમાં પંખા નીચે હવા લાગતી નથી, તો રાત્રે મોડે સુધી એટલે કે 12 વાગ્યા બાદ ઠંડકનો પ્રારંભ થવાથી લોકોને ઊંઘ પણ આવતી નથી. ભાવનગરમાં આગામી દિવસોમાં હાલ 39એ પહોંચેલો પારો 40ને વટીને 45 વચ્ચે રહી શકે છે અને દરિયા કાંઠો હોવાથી ભેજનું પ્રમાણ અને લૂ લાગવાના પણ બનાવો બની શકે છે. જેથી ચેતીને અને સમજીને રહેવું આગામી બે માસ માટે ખૂબ જરૂરી બન્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.