ETV Bharat / city

ચાર માસની બાળકી બની શ્વાનનો ભોગ, કોંગ્રેસનો તંત્ર પર વાર - ભાવનગર મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર

ભાવનગરના મેયરના વિસ્તારમાં શ્વાને ચાર માસની બાળકીને ઉઠાવીને ફાડી ખાધા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે પ્રહાર કર્યા છે કે, મેયરના વોર્ડમાં ગાય, શ્વાનનો ત્રાસ(Dogs Torture in the Mayor Ward) છે. જો તમારા વિસ્તારમાં શ્વાન હોય તો મહાનગરપાલિકા નિયમ(Municipal Rule for Catching Dogs) પ્રમાણે તમે શું કરી શકે ?

ચાર માસની બાળકીને શ્વાને ફાડી ખાધી: શું છે શ્વાન પકડવાના મહાનગરપાલિકા નિયમ અને કોંગ્રેસનો વાર

author img

By

Published : Jul 9, 2022, 4:10 PM IST

ભાવનગર: શહેરના ચિત્રા મસ્તરામ બાપા વિસ્તારમાં(Chitra Mastram Bapa area of Bhavnagar) પાંચ વર્ષ બાદ ફરી કોઈ શ્વાન ચાર માસની બાળકીને ઉઠાવીને ફાડી નાખી હોવાની ઘટના ઘટી છે. એ બાદ બાળકીને હોસ્પિટલ લઈ ગયા બાદ મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવને લઈને વિપક્ષે મેયરનો વોર્ડ હોવાથી પ્રહારો કર્યા છે. શ્વાન માટેનો કાયદો શું જાણો.

આ પણ વાંચો: રખડતાં શ્વાનથી સાવધાન! જૂઓ 4 માસની બાળકીની શું કરી હાલત...

ચાર માસની બાળકીને ઘોડિયામાંથી ઉઠાવતું શ્વાન- ભાવનગર શહેરના ચિત્રા મસ્તરામ બાપા મંદિરથી લઈને સીદસર તરફ જવાના રોડ ઉપર આવેલી મહાલક્ષ્મી-2 સોસાયટીની પાછળ વાડી વિસ્તારમાં રહેતા હિંમત વાલજી ભાલીયાના ઘરે ચાર માસ પહેલા બાળકીનો જન્મ થયો હતો. આજ સવારમાં હિંમત મજૂરી કામ કરતા હોય અને નિત્યક્રમ મુજબ પોતાના કામે જતા રહ્યા હતા. સવારમાં બાળકીની માતા ઘોડિયામાં બાળકીને સુવડાવીને ઘરકામમાં લાગી ગઈ હતી. શ્વાન આવીને બાળકીને ઉઠાવી જઇ ફાડી ખાતા હિમતના ભાભીને ધ્યાને આવતા શ્વાનને ભગાડી તાત્કાલિક હોસ્પિટલ બાળકીને લઈ જવામાં હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોસ્ટમોર્ટમ કરવાની જરૂર નહીં હોવાનો પરિવારનો આક્ષેપ છે. તેમના વિસ્તારમાં શ્વાનનો અતિશય ત્રાસ છે. પાંચ વર્ષ પહેલાં પણ ઘટના ઘટી હોવાનું મૃત બાળકીના કાકાએ જણાવ્યું હતું.

મેયરનો વોર્ડમાં ઘટનાથી વિપક્ષે કર્યો પ્રહાર - ભાવનગરમાં બનેલી ઘટનાને પગલે વિપક્ષે પ્રહાર કર્યા છે. મહાલક્ષ્મીનગર ચિત્રા ફુલસર વોર્ડ(Mahalakshminagar Chitra Fulsar Ward) એટલે કે મેયરનો વોર્ડ હોવાને કારણે બનેલી ઘટનાને પગલે વિપક્ષના નેતા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આક્ષેપ કર્યો હતો કે, ભાવનગર શહેરમાં ઠેક ઠેકાણે શ્વાનનો ત્રાસ છે. ફરિયાદો કરવા છતાં પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી. મેયરના વોર્ડમાં જ બનેલી આ ઘટના શાસકોની નિષ્ક્રિયતા અને અસફળતાને દર્શાવે છે. બાળકીનું પોસ્ટમોર્ટમ નથી કરવામાં આવ્યું એટલે કે, મહાનગરપાલિકાના લોકોનો બચાવ કરી શકાય. ભાજપના આ કુતરાઓ મોંઘવારીને ફાડી ખાય છે, ત્યારે આ ઘટનામાં કોંગ્રેસ વિરોધ નોંધાવશે અને લડશે.

આ પણ વાંચો: સાવધાન ! ઘોડિયામાં સુતેલા માસુમ બાળકને શ્વાને ફેંદી નાખ્યું

શ્વાન પકડવાની કામગીરી અને નિયમો શું છે? - ભાવનગર શહેરમાં અંદાજે 20,000 જેટલા શ્વાન હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસર(Veterinary Officer of Bhavnagar Municipal Corporation) એમ.એમ હિરપરા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે 5000 જેટલા શ્વાનનું પકડીને ખસીકરણ કરવામાં આવ્યું છે. જો કે આ જ બનેલી ઘટનામાં અગાઉ કોઈ ફરિયાદ નહોતી પરંતુ બનાવ બાદ તે વિસ્તારમાં ખસીકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. શ્વાનના કાયદા વિશે વાત કરવામાં આવે તો કાયદા મુજબ શ્વાનને જે વિસ્તારમાંથી પકડવામાં આવ્યું હોય ત્યાંથી તેને પકડીને ખસીકરણ કર્યા બાદ પુન તે જ વિસ્તારમાં છોડવું પડે છે. તેને રાખી શકાતું નથી કે તેનો વિસ્તાર નિયમ મુજબ બદલી શકાતો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.