- પૂર્વ પ્રદેશ પ્રમુખની શહેરના વિસ્તારમાં લટાર
- પૂર્વ પ્રદેશ પ્રમુખ વાઘાણીએ ગરીબ લોકો સાથે કરી મુલાકાત
- ચૂંટણી ટાણું છે અને પ્રજા યાદ ના આવે એવું કેમ બને
ભાવનગર: શહેરના મોતીબાગ ટાઉનહોલમાં કાર્યક્રમ પતાવીને ભાજપના નેતાઓ અને આગેવાનો કારમાં બેસીને જવાની બદલે અચાનક એવું કર્યું કે સૌ કોઈ અચંબિત થઇ ગયા હતા. શહેરના મોતીબાગ ટાઉનહોલમાં કાર્યક્રમ પૂર્ણ કરીને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી રસ્તા પર ચાલવા લાગ્યા હતા, જે બાદ જિલ્લા પંચાયત તરફ અહેર માર્ગ પર ઉભેલી લારીઓ અને નાના ગરીબ માણસોની મુલાકાત લીધી હતી. જીતુભાઈ પગપાળા ચાલતા ભાજપ પ્રમુખ સહીત મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દરેક ચાલીને જીતુભાઈ સાથે બહાર આવ્યા હતા. જિલ્લા પંચાયતની દીવાલે નાના વ્યવસાય કરતા ગરીબોની જીતુભાઇએ મુલાકાત લીધી હતી.
પૂર્વ પ્રદેશ પ્રમુખે શું જોયું અને ખરીદ્યું?
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખે કાર્યક્રમ બાદ સામાન્ય વ્યક્તિની જેમ લટાર મારતા જિલ્લા પંચાયતની દીવાલે ઉભેલા નાના ગરીબ લોકોના રોજગારીને નિહાળી હતી, જેમાં પીતળની ચીઝો અને એન્ટીક ચીઝો વેહેચતા એક લારીવાળા પાસે ઉભા રહીને જુનું ટેપ એટલે કે ચાવી આપીને જુના જમાનામાં થયેલી પહેલી શોધનું ટેપ ખરીદ્યુ હતું. સાથે જીતુભાઈ પુસ્તક વહેચતા વ્યક્તિ સાથે પણ ગપશપ કરી અને ભાવનગરના પ્રખ્યાત કહેવાતા જિલ્લા પંચાયતના ચા વાળા બાપાલાલની દુકાને ઉભા રહીને ચા પણ પીધી હતી, બાપાલાલની ચા એટલે પત્રકારોનો ઓટલો કે જ્યાં નાના મોટા સૌ કોઈ પત્રકાર અને રાજકારણીઓ તમને અચૂક મળી રહે છે. બસ અહિયા ચા પીને પ્રદેશ પ્રમુખ રહેલા જીતુભાઈ પોતાની કારમાં બેસીને જતા રહ્યા અને અન્ય નેતાઓ પણ ચાલ્યા ગયા હતા.
પૂર્વ પ્રદેશ પ્રમુખની લટારની લોકોમાં શું થઈ ચર્ચા?
આમ તો પૂર્વ પ્રદેશ પ્રમુખ કે સંગઠનનો વ્યક્તિને ચાલીને ગરીબ માણસોની ખબર અંતર પૂછાતો હોઈ તેવો બનાવ ચૂંટણી ટાણે જોવા મળે છે, પણ અહિયા ચૂંટણીને ઘણો સમય બાકી છે, ત્યારે સુરક્ષાનું પદ મજબૂત કરવાનો પ્રયાસ હોઈ તેવી ચર્ચા લોકોમાં થઇ રહી હતી. નેતાઓ હંમેશા ચૂંટણી આવે અને બહાર જાહેરમાં દેખાય એટલે લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉઠે કે જો સાહેબ આવી ગયા છે અને હજુ તે પાર્ટીમાં છે તે સાબિત કરે છે. જો કે આ ઘટનાને દરેક લોકોએ પોતાની રીતે આંકલન કરી છે અને અમે પણ ક્યાક લોકોમાં સંભળાતા શબ્દોને તમારી સમક્ષ મુકવાનો પ્રયત્ન કર્યો છે.