ભાવનગર-વનરક્ષક ભરતીમાં પેપર ફૂટ્યા (Forest guard Recruitment Paper Scam) હોવા બાબતે આક્ષેપો બાદ ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદના પગલે પાલીતાણા એકેડેમીના સંચાલક સહિત કુલ ત્રણ લોકોને ઝડપીને પોલીસે પૂછપરછ(Complaint of forest guard paper scandal in Palitana) આદરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને આ કોપી કેસ હોવાનું જાણવા મળ્યું છે.
344 ખાલી જગ્યાઓ માટેની ભરતીની પરીક્ષા હતી -ગુજરાત વન સંરક્ષક વિભાગ દ્વારા ફોરેસ્ટ ગાર્ડ વર્ગ-૩ (વન રક્ષક)ની 344 ખાલી જગ્યાઓ માટેની ભરતીનું (Vanrakshak Recruitment Exams 2022 ) ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા ગુજરાત રાજયમાં 27 માર્ચે પેપર લેવા માટેનું આયોજન કરવામાં આવેલું હતું. આ પરીક્ષામાં ગુજરાત રાજયનાં ઘણાં બધાં પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો.
પેપર ફૂટ્યું હોવાની વાતની તપાસમાં ખુલ્યો કોપી કેસ - ભાવનગરએલ.સી.બી. તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટાફના માણસોએ પાલીતાણામાં યુવા એકેડેમીનાં સંચાલક મહેશભાઇ રવજીભાઇ ચૂડાસમાની પૂછપરછ કરતાં તેને તેના મિત્ર અને સામાજિક કાર્યકર નીલેશભાઇ મકવાણાના મોબાઈલ ઉપરથી વન રક્ષકના પરીક્ષાના (Forest guard Recruitment Paper Scam) પ્રશ્નપત્રના ફોટા આવેલ હોવાનું અને તેણે અમુક જવાબ તૈયાર કરી મોકલી આપેલાં. આ સાથે તેણે આ ફોટા તેની એકેડેમીનાં ગ્રુપમાં વાયરલ કરેલા હોવાનું અને ત્યારબાદ ફોટા તથા મોકલી આપેલા જવાબો ડીલીટ કરી દીધાં હોવાનું જાણવા મળ્યું હતું.
નીલેશ મનજીભાઇ મકવાણાની પૂછપરછ - નીલેશ મકવાણાની પૂછપરછમાં પોલીસને જાણવા મળેલું કે આ વન રક્ષક ભરતીની પરીક્ષાના (Vanrakshak Recruitment Exams 2022 ) પ્રશ્નપત્રના ફોટોગ્રાફ તેનાં પાંચ-છ વર્ષથી સંપર્કમાં રહેલા અને તેની સાથે કામ કરતાં અને વન રક્ષક ભરતીની પરીક્ષા આપવા માટે જ્ઞાનગુરૂ સેકન્ડરી સ્કુલ, સાગવાડી,કાળીયાબીડ,ભાવનગર ખાતે બેઠેલા પરીક્ષાર્થી હરદેવસિંહ કરશનભાઇ પરમારને મોબાઇલમાં ચાલુ પરીક્ષા દરમ્યાન મોકલી આપતાં તેણે હરદેવસિંહ પરમારે આપેલા ત્રણ મોબાઇલ નંબરોમાં તથા મહેશભાઇ રવજીભાઇ ચૂડાસમાને પેપર સોલ્વ કરવા માટે મોકલી આપેલા. જે પેપર સોલ્વ કરી આવેલા જવાબો નીલેશ મકવાણાએ એક કાગળમાં લખી પરીક્ષાર્થી હરદેવસિંહ પરમારને વોટ્સએપ માધ્યમથી મોકલી (Forest guard Recruitment Paper Scam) આપેલા હતાં.
આ પણ વાંચોઃ પેપરલીક અને પરીક્ષામાં ગેરરીતિ બંને વચ્ચે ફેર: જીતુ વાઘાણી
પેપર લીક નહીં પણ કોપી કેસ -સોશિયલ મીડીયામાં પેપર લીક થયા અંગેનાં વાયરલ થયેલ મેસેજ (Forest guard Recruitment Paper Scam)એકદમ ખોટા છે. આ પેપર કોપી કેસ માત્ર હરદેવસિંહ કરશનભાઇ પરમારે પોતાનાં અંગત ફાયદા માટે મોબાઇલમાં ચાલુ પરીક્ષાએ વર્ગ ખંડમાંથી પ્રશ્નપત્રનાં ફોટાઓ પાડી તેનાં મિત્રો પાસેથી જવાબો મેળવેલા હોવાનું જણાઇ આવ્યું હતું. જે અંગે વન રક્ષકની પરીક્ષા દરમ્યાન તકેદારી અધિકારી તરીકે ફરજ બજાવતાં ધવલકુમાર પ્રતાપભાઇ અડવાણીએ ફરિયાદ (Complaint of forest guard paper scandal in Palitana) આપતાં ઉપરોકત ત્રણેય ઇસમો તથા તપાસ દરમ્યાન તેઓની સાથે સંકળાયેલ હોય તે ઇસમો વિરૂદ્ધ ઇ.પી.કો.કલમ તથા આઇ.ટી. એકટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનાની તપાસ એલસીબીના (Bhavnagar LCB)પીઆઈ વી.વી.ઓડેદરા કરી રહ્યાં છે. આ ગુનાના તમામ આરોપીઓને ઝડપી લેવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ Forest guard paper leake: વન રક્ષક પેપર લીક મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા રજૂ કર્યા