ETV Bharat / city

લ્યો બોલો: 75 માઇક્રોનના પ્લાસ્ટિક ઝબલા બનાવનાર બિન્દાસ પણ દુકાનદાર દંડીત - ભાવનગર મહાનગરપાલિકા

મહાનગરપાલિકા સમજાવીને થાકી પણ પ્રજા સમજવા તૈયાર નથી, ત્યારે હવે બજારમાં મહાનગરપાલિકા દુકાનદારને દંડીત કરી રહી છે. નવીનતા તો એવી સામે આવી છે કે, નિયમ પ્રમાણે 75 માઇક્રોનના ઝબલા (75 microns of plastic) રાખનાર દુકાનદાર પણ છેતરાઈ રહ્યા છે. 75 માઇક્રોનના ડુપ્લીકેટ ઝબલા દુકાનદારને પધરાવાય છે ત્યારે Etv bharatની ટીમ ચેકીંગ કરનાર ટીમ સાથે મૂળ સુધી પોહચતા ચોંકાવનારી ઘટના સામે આવી. કોણ ડુપ્લીકેટ ઝબલા બજારમાં આપી રહ્યું છે ? શું તંત્રને સરકારના આંખ આડા કાન છે?

લ્યો બોલો: 75 માઇક્રોનના પ્લાસ્ટિક ઝબલા બનાવનાર બિન્દાસ પણ દુકાનદાર દંડીત

author img

By

Published : Jan 19, 2022, 7:17 PM IST

ભાવનગર: શહેરમાં મહાનગરપાલિકા પ્લાસ્ટિક (75 microns of plastic)માં ચિઝો વેહચનારને ઝડપીને દંડ કરી રહી છે, ત્યારે Etv Bharatની ટીમે પ્લાસ્ટિક ચેકીંગ ટીમ સાથે રહીને પ્લાસ્ટિક વેહચનાર (shopkeeper punished by corporation)તો ઠીક પણ પ્લાસ્ટિક બનાવનાર સુધી પોહચવા પ્રયાસ કર્યો તો ચોંકાવનારી માહિતી સામે આવી હતી. વેહચનારને ખબર નથી બનાવનાર કોણ અને કેટલા માઇક્રોનનું પ્લાસ્ટિક છે તેમાં પણ લાલીયાવાડી સામે આવી છે. જુઓ ક્યાં ચાલે છે લોલમપોલ અને કેટલા ટન પકડાયું પ્લાસ્ટિક ?

લ્યો બોલો: 75 માઇક્રોનના પ્લાસ્ટિક ઝબલા બનાવનાર બિન્દાસ પણ દુકાનદાર દંડીત

ઝબલુ હતું 30 માઇક્રોનનું

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાની અલગ-અલગ ટીમો (Bhavnagar corporation team) આજે બુધવારે ચેકીંગમાં હતી. ઝબલામાં ચિઝો આપતા વ્યાપારીઓને ચેકીંગ ટીમ સોલીડવેસ્ટની દંડ કરતી હતી. ઠંડા પીણાંની દુકાનમાં પ્લાસ્ટિકના ઝબલા મળી આવ્યા ત્યારે ચેકીંગ ટીમના અધિકારીએ હાથેથી તપાસતા ખ્યાલ આવ્યો કે ઝબલા પર 75 માઇક્રોન લખેલું છે, જે માન્ય ગણાય પણ ઝબલુ હતું 30 માઇક્રોનનું એટલે દુકાનદારને જણાવતા દુકાનદારે કહ્યું હું છેતરાઈ ગયો છું પણ આ ઝબલા તો હું બજારમાંથી હોલસેલમાંથી લાવ્યો છું. બાદમાં અધિકારી દુકાનદાર સાથે હોલસેલ વેપારીને ત્યાં પોહચ્યા, ચેક કરતા એક બે નહિ પણ ત્રણ કોથળા ભરીને બિનઅધિકૃત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો. પકડાયેલા હોલસેલ વેપારીએ આ માલ ફેરિયા પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. તેમ ચેકીંગ ટીમના અધિકારી મુકેશભાઈ ગોહિલે જણાવ્યું હતું.

"પાડાના વાંકે પખાલીને ડામ" જેવી સ્થિતિ

ભાવનગર મહાનગરપાલિકાની ચેકીંગની ટીમો મોટાભાગે સામાન્ય દુકાનદારોને ત્યાં રેડ પાડીને 500થી 1000નો દંડ લઈ પ્લાસ્ટિક જપ્ત કરી લે છે, પરંતુ હકીકતમાં ભાવનગરમાં હવે ખોટા નામ વાળા અને ખોટા પ્લાસ્ટિક 75 માઇક્રોનના સિક્કા વાળા ઝબલાઓ વેહચી રહ્યા છે. કેટલાક દુકાનદારો મહાનગરપાલિકાની ટીમો કેટલાક વિસ્તારમાં ચેકીંગમાં પણ નહીં જઇ શકતી હોવાના આક્ષેપો કરી રહી છે, પરંતુ આજના ચેકીંગ દરમિયાન એક નાગરિકે સરકાર અને મહાનગરપાલિકા સામે પ્રશ્ન ઉભો કરી દીધો છે. સાદિક દાબાણી નામના ચેકીંગ દરમિયાન શખ્સે જણાવ્યું હતું કે, આજે નાના ચા વાળા, દુકાનવાળા અને હોલસેલ વ્યાપારીઓને દંડ કરીને હેરાન કરવામાં આવે છે, પરંતુ જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે અને બનાવે છે તેની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ.

એક વર્ષમાં કેટલું પ્લાસ્ટિક?

ભાવનગર મહાનગરપાલિકા એક વર્ષથી પ્લાસ્ટિક ચિઝો બંધ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ સહિત દરેક એસોસિયેશન સાથે બેઠકો કરીને સમજાવટ કરેલી હોવા છતાં શહેરમાં પ્લાસ્ટિક આવતું બંધ નથી થતું કે પ્લાસ્ટિક ચિઝોમાં વસ્તુઓ આપવાની બંધ નથી થતી. સોલીડવેસ્ટ વિભાગના અધિકારી જે એમ સોમપુરાએ જણાવ્યું હતું કે એક વર્ષમાં એક ટન પ્લાસ્ટિક શહેરમાંથી ઝડપાયું છે જે અન્ય આગળના વર્ષોથી વધુ છે. 400થી 500 કિલો રોડ વિભાગને રોડમાં નાખવા માટે આપી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:

આગામી ચૂંટણીઓ માટે ભાજપ મેદાને: શું હશે રણનીતિ?

UP Assembly Elections 2022: યુપી ચૂંટણીમાં બિકીની અને સોશિયલ મીડિયાની વાર્તા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.